૯૦૦ વર્ષ બાદ હજી પણ રોજ રાત્રે આ મંદિરમાં હાજર થાય છે માતા સરસ્વતી! જાણો આની પાછળનું રહસ્ય

વસંતપંચમી એટલે માતા સરસ્વતી-શારદાનો પ્રાગટ્ય દિવસ.માતા સરસ્વતીની પૂજા-અર્ચના ભારતમાં વર્ષોથી થતી આવે છે.સરસ્વતીને વિદ્યાની દેવી તરીકે ઓળખાય છે. પણ શું તમને ખ્યાલ છે કે ભારતભરમાં માતા શારદાનું એકમાત્ર ભવ્ય મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે.જેનું નામ છે “મેહર માતા”નું મંદિર.આ મંદિર વિશેની સૌથી અજીબ વાત એ છે કે,અહીં ૯૦૦ વર્ષ પછી પણ દરરોજ કાંઇકને કાંઇક ચમત્કાર સર્જાય છે અને રાત્રે અહીં રહેવાની કોઇને પરવાનગી નથી !

sharda-temple

વાત છે મધ્યપ્રદેશના સતના જીલ્લામાં આવેલા મેહર નામના નાનકડા નગરની પાસેના ત્રિકુટ પર્વત પર બિરાજમાન માતા શારદાના મંદિરની.વિંધ્યાચળની ગીરીમાળાઓમાં આવેલ આ મંદિર એની આસપાસની સ્વર્ગીય પ્રકૃતિ માટે જાણીતું છે.અહીં દરવર્ષે લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે.શારદા મંદિરની કીર્તિ બહુ દુર સુધી પ્રસરી ચુકી છે.ભારતભરમાં આવેલ ૧૦૮ શક્તિપીઠોમાં આ મંદિરનો સમાવેશ થાય છે.સતયુગમાં પ્રગટેલા ભગવાન નૃસિંહની પ્રતિમા પણ અહીં હોઇ આ મંદિરને “નરસિંહ પીઠ” તરીકે પણ ઓળખાય છે.

sharda-temple-3

ત્રિકુટ પર્વત પર ૧૦૦૦ જેટલી સંખ્યામાં આવેલા પગથિયાં ચડીને આ મંદિરમાં દર્શનાર્થે પહોંચી શકાય છે.માતા શારદા/મેહર માતાનું આ મંદિર લગભગ ઇ.સ.૫૦૨ની આસપાસ નિર્માણ પામેલ હોવાનું કહેવામાં આવે છે.મંદિરની પાસેના એક દેવનાગરી લીપીમાં લખાયેલ શિલાલેખ પરથી આ વાતની ખાતરી થાય છે.ભાવિકો આ મંદિરને માતાનું પરમ સ્થાનક માને છે અને કહેવાય છે કે,હજી પણ દેવી સરસ્વતી અહીં હાજરાહજૂર છે!

sharda-temple-2

મેહર મંદિર પાછળનો ઇતિહાસ 

જ્યારે દક્ષ પ્રજાપતિની ના હોવા છતાં સતિએ શિવજીને જ વરવાનું પસંદ કરેલું ત્યારે દક્ષ બહુ ગુસ્સે ભરાયેલા.એ પછી દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું,એમાં શિવને બાદ કરતાં બધાં જ દેવતાઓને આમંત્રિત કર્યાં.સતીની હાજરીમાં શિવજીનું ઘોર અપમાન કર્યું.સતીથી આ અપમાન સહન ન થતાં તેઓ હવનકુંડમાં કુદી પડ્યાં.શિવને આ વાતની જાણ થતાં તેઓ અત્યંત ક્રોધાવેગમાં આવી ગયાં.સતીના મૃતદેહને માથે લઇને તાંડવ કરવા લાગ્યા.સતીના મૃત્યુનો વિરહ એમને માટે અત્યંત કપરો હતો,બ્રહ્માંડ શિવના ક્રોધથી ખળભળી ઉઠે એવી દહેશત ઉભી થઇ.એ પછી જગતકલ્યાણ અને શિવના કલ્યાણ માટે થઇને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના ટુકડા કર્યાં.એમાના વિવિધ અંગો અલગ-અલગ સ્થળ પર પડ્યાં.જ્યાં શક્તિપીઠોની સ્થાપના થઇ.

એ વખતે સતીના ગળાનો હાર અહીં પડેલો.આથી આ સ્થળનું નામ ગળાના હાર ઉપરથી “મેહર” પડ્યું હોવાનું કહેવાય છે.તે દિવસથી આ ધામને પરમશક્તિની આરાધના માટે ઉચિત મનાવા લાગ્યું.

sharda temple

શા માટે અહીં રાત્રે રહેવાતુ નથી અને શું છે મંદિરની મૂર્તિના શૃંગાર અજાણતા બદલાય જવાનું રહસ્ય

કહેવાય છે કે,જંગલોમાંથી આ મંદિરની શોધ આલ્હા અને ઉદલ નામના બે ભાઇઓએ કરેલી.બંનેએ લગાતાર બાર વર્ષ સુધી તપ કરીને માતા શારદાને પ્રસન્ન કરેલા.શારદાએ પ્રસન્ન થઇને બંનેને અમર રહેવાનો આર્શીવાદ આપેલો હોવાનું કહેવાય છે.આલ્હા માતા શારદાને “શારદા માઇ” કહીને બોલાવતો.બંનેની માતા શારદા પ્રત્યેની ભક્તિ અદ્ભુત હતી.

કહેવાય છે કે,આલ્હા અને ઉદલે અજમેર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સાથે પણ યુધ્ધ કરેલું.આજે ત્રિકુટ પર્વતની નીચે તેમના નામે એક તળાવ છે.અને એનાથી થોડે દુર એક અખાડો છે જેમાં આલ્હા અને ઉદલ મલ્લયુધ્ધની તાલીમ લેતાં હોવાની માન્યતા છે.

આશ્વર્યજનક વાત એ છે કે,આલ્હા અને ઉદલ આજે ૯૦૦ વર્ષ પછી પણ અમર છે અને આજે પણ શારદાદેવી/મેહર માતાની પૂજા કરવા ત્રિકુટ પર્વત પર નિત્યને માટે આવે છે!અને માટે જ અહીં રાત્રે કોઇને રહેવાની પરવાનગી નથી.કહેવાય છે કે,જે વ્યક્તિ અહીં રાત્રિ રોકાણ કરે એને માટે સવારનો સૂર્ય ઉગતો નથી!

Sharda-temple-4

રહસ્યમયી વાત એ છે કે,રાત્રે મંદિરના દરવાજાને તાળા લાગી જાય છે અને તે વખતે માતાની મૂર્તિને જે પ્રકારના વસ્ત્રો અને મુગટનો શૃંગાર કરેલો હોય છે તેવો જ શૃંગાર સવારે જોવા મળતો નથી!સવારે કાં તો માતાની મૂર્તિને અલગ પ્રકારે શૃંગાર કરેલો હોય છે,માતાને અલગ રીતે વસ્ત્ર પહેરાવેલા હોય છે અથવા તો મુગટ કાં તો નીચે રખાયેલો હોય છે અથવા અલગ રીતે પહેરાવાયેલો હોય છે!ઉલ્લેખનીય છે કે,રાત્રે મંદિરમાં તાળા વસાઇ ગયા બાદ કોઇપણ વ્યક્તિ મંદિરના ગર્ભગૃહમાં કે પરીસરમાં હાજર હોતો નથી તો આ કોણ કરી જાય છે અને કેવી રીતે ?!

પત્રકારોએ પણ આ બાબતની ચકાસણી માટે રાત્રે ઘણા CCTV કેમેરા અલગ-અલગ એન્ગલથી ગોઠવેલા અને આખી રાત લાઇવ વિડિયો રેકોર્ડિંગ દ્વારા મંદિરના એક એક ખુણા પર નજર રાખેલી.કોઇ જ વ્યક્તિ કે પ્રાણીની અવરજવર જોવા મળી નહોતી.પણ સવારે જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા તો મુગટ નીચે રાખેલો હતો અને શૃંગાર અલગથી કરેલો હતો…!

આખરે શું હોઇ શકે આની પાછળનું કારણ?કહેવાય છે કે,આલ્હા અને ઉદલ આજે પણ રાત્રે માંની પૂજા-અર્ચના કરવા આવે છે.અને તેઓ જ માતાજીની મૂર્તિને નવેસરથી સજાવે છે.એક મિલેનીયમ વર્ષ જેટલા સમય પહેલાં થઇ ચુકેલા આલ્હા-ઉદલ આજે પણ ચિરંજીવ રહીને માતાની ઉપાસના કરતા હોવાની વાત છે…!

જો કે,શારદા મંદિરના ભાવિકો અને પૂજારીઓ માટે આ હવે કોઇ નવાઇની વાત નથી.લગભગ દરરોજ તેમને માતાની મૂર્તિમાં કોઇને કોઇ બદલાવ અવશ્ય જોવા મળે છે.લોકો માને છે કે,હજી પણ અહીં માતા શારદા/મેહર માતા આવે છે!દરવર્ષે લાખો શ્રધ્ધાળુઓ પરમ શ્રધ્ધાથી અહીં શીશ ઝુકાવે છે અને માતાની પ્રાર્થના કરી પોતાને ધન્ય સમજે છે.

Story Author: FaktGujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘FaktGujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આર્ટિકલ વાંચવા બદલ આભાર

૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

Leave a Comment