મહિલાનું ફેસબુક પર ટ્રાવેલ અપડેટ જોઈ ચોરનું મહિલાના ઘરમાં આગમન😱😱

આર.ટી નગરમાં રહેતી મહિલાએ ફેસબુક પર તેની ટ્રીપની માહિતી પોસ્ટ કરી હતી, ટ્રીપ પછી પોતાના ઘરે પહોચતા તેને ખબર પડે છે કે તેના ઘરેણા, રોકડ નાણા અને ટુ-વિહલર ચોરી થયા છે.

બેંગલોર: સોસિયલ મીડિયા પર તમારા વેકેશનની લાઇવ અપડેટ્સ પોસ્ટ કરવા પહેલા બે વાર વિચાર કરજો કે તમારી પોસ્ટને કોણ-કોણ જોઈ શકે છે. આર.ટી નગરમાં રહેતી મહિલાએ ફેસબુક પર તેની ટ્રીપની માહિતી પોસ્ટ કરી હતી, ટ્રીપ પછી પોતાના ઘરે પહોચતા તેને ખબર પડે છે કે તેના ઘરેણા, રોકડ નાણા અને ટુ-વિહલર ચોરી થયા છે.

પ્રેમલતા તેના ભાઈ લોહિત સાથે તેમના ઘરમાં રહે છે,તેમને સોમવારના રોજ આર.ટી નગરના પોલીસનો સંપર્ક કર્યો અને તેમને કહ્યું કે તે પોતાના પરિવાર સાથે,તમિલનાડુમાં આવેલા મંદિરએ દર્શન માટે ગયા હતા ત્યાં જ તેમને ફેસ્બુકનું સ્ટેટ્સ ‘એટ ગોપીચેત્તીપલ્યમ’ અપડેટ કર્યું હતું. મુસફરી બાદ તેઓ લગભગ રાતના ૨ વાગ્યે પાછા ફળ્યા હતા અને તેઓએ જોયું કે તેમના ઘરનો દરવાજો તૂટેલો હતો અને ઘર પણ અસ્તવ્યસ્ત હતું.

ઘરમાં જતા જ તેમનું ધ્યાન પડ્યું કે તેમની ટુ-વિહલર, ૫ લાખના ઘરેણા અને ૫૭૦૦૦ રોકડ નાણા ચોરી થયા છે.તેને લાગ્યું કે,”ચોરએ નક્કી તેનું ફેસબુક સ્ટેટ્સ જોયું હશે અને ઘરમાં ચોરી કરી હશે. પાડોશીના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા કામ કરતા ન હોવાથી ચોરએ તે વસ્તુનો ફાયદો ઉઠાવ્યો છે. પોલીસએ ઈન્વેસ્ટીગેશન શરુ કર્યું અને પરિવારના બધા સભ્યોના સ્ટેટમેન્ટ લીધા. પોલીસ ઓફિસરએ કહ્યું કે,”તેમનો ભાઈ લોહિત પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીમાં સેલ્સ મેનેજર છે.”

ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્તાગ્રામ જેવી સોસિયલ મીડિયા એપ્પ વડે યુઝર પોતાનો અનુભવ શેર કરી શકે છે,જેથી માહિતીનો મિસયુઝ થવાનું પ્રમાણ વધી ગયું છે. તે છતાં, સોસિયલ મીડિયા પર માહિતી પોસ્ટ કરતી વખતે જો થોડી સાવચેતી રાખવામાં આવે તો તમારી માહિતી પ્રાઇવેટ રહી શકે છે.

ટ્વીટર સામાન્ય રીતે પબ્લીક પ્લેટફોર્મ છે જયારે ફેસબુક અને ઇન્સ્તાગ્રામ પ્રાઇવેટ પ્લેટફોર્મ છે.ફેસબુક પર પોસ્ટ કરેલી માહિતી તમારા ફ્રેન્ડસ સુધી સીમિત રહી શકે છે.ફેસબુક પર દર્શકો તમારી પોસ્ટ જોઈ શકે કે નહિ તે દરેક પોસ્ટ પર બદલી શકાય છે.

ALL IMAGE CREDITS : GOOGLE IMAGE

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

Leave a Comment