એઇડ્સથી પીડિત બાળકીઓને રાખવા કોઈ તૈયાર નહોતું, મહેશભાઈ સવાણીએ બનાવી દીધું ‘જનનીધામ’

એઇડ્સને આજે સૌથી અઘરી બિમારી માનવામાં આવે છે. અલબત્ત, હવે તેનો ઇલાજ કે તેના માટેની સંભાળ વિશે એક જાગૃકતા લોકોમાં પ્રવેશી છે, અલબત્ત એ પણ બહુ જૂજ કિસ્સાઓમાં. બાકી આજે પણ સમાજમાં એઇડ્સગ્રસ્ત દર્દી પરત્વે નજર નાખવાનું લોકોનું વલણ બદલાઈ જ જાય છે.

એઇડ્સ જેવી જાતીય સબંધોથી ફેલાતી ગંભીર બિમારી પ્રત્યે હજુ જાગૃકતા વધારે પ્રમાણમાં જોવા મળતી નથી. ઘણીવાર એવું બને કે સ્ત્રી કે પુરુષમાંથી કોઈ એકને એઇડ્સની બિમારી હોય અને લગ્ન થાય પછી એના જીવનસાથીને પણ આ બિમારીનો ભોગ બનવું પડે. અધૂરામાં પુરું એમની સંતતિને પણ! એ સંતાનોનું તો પછી ભવિષ્ય જ શું હોય? એમની કદર કોણ કરવાનું? ઈશ્વર! એ સિવાય પણ એક જણે કરી છે, જેને જાણે ઈશ્વરે જ મોકલ્યો હોય એમ કહો તો પણ ના નહી! એ માણસ એટલે સુરતના મહેશભાઈ સવાણી! એ જ ઉદ્યોગપતિ જે આજ સુધીમાં ૩૦૦૦ જેટલી અનાથ કન્યાઓને સ્વખર્ચે પરણાવીને કન્યાદાન કરી ચૂક્યા છે. 

દીકરીઓને રહેવા જગ્યા નહોતી! —

સુરતમાં એઇડ્સ પીડિત બાળકો માટે કામ કરતી એક સંસ્થાને વિડંબના સમાજની વામણી દ્રષ્ટિની જ નડી. તેઓ આવા બાળકો માટે મકાન ભાડે રાખી એમાં એમને રાખતા. પણ જેવી મકાનમાલિકને ખબર પડે કે બાળકો એચઆઇવી પીડિત છે તો મકાન ખાલી કરાવી નાખે! વળી, બાળકોને લઈને સંસ્થાના કર્મઠો બીજે રહેણાક ગોતે. વળી ત્યાંના લોકોને ખબર પડે કે ‘આ તો આમ છે!’ એટલે પછી ત્યાંથી પણ હકાલપટ્ટી થાય! 

કરોડોનું ફાર્મહાઉસ ‘જનનીધામ’માં ફેરવી નાખ્યું! —

આ વાતની જાણ મહેશભાઈ સવાણીને થઈ. તાપીને કાંઠે તેમનું ૬ એકરનું ફાર્મહાઉસ હતું. સોનાની ભારોભાર પણ ન મળે એવી જમીન! નક્કી તો એવું થયેલું કે, દરવર્ષે સમુહલગ્નોત્સવ ટાણે જે સામાજિક કાર્યોનાં શ્રેષ્ઠીઓ સુરત પધારે છે એમને રોકાવા માટે બંગલાઓ બનાવવા. પણ જેવી મહેશભાઈને આ એઇડ્સથી પીડિત નિરાધાર બાળકીઓની ખબર પડી કે એ વિચાર તેમણે ફેરવી નાખ્યો અને આ પીડિત બાળકો માટે અહીં કાયમી રહેણાક બને તેવું અદ્યતન સંકુલ બનાવવાનું નક્કી કરી નાખ્યું!

આજે અહીઁ અનેક એઇડ્સથી પીડિત બાળકીઓ માટે માત્ર રહેવાની જ નહી, જીવનજરૂરી તમામ સુવિધાઓ સાથેનું આધુનિક સંકુલ ઊભું થઈ ગયું છે. દીકરીઓ માટે સારામાં સારું જમવાનું અને જોઈએ તેવાં કપડાં આપવામાં આવે છે. ડોક્ટરોની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને શાળામાં ભણવા પણ જવાનું!

આજે જનનીધામમાં અનેક બાળાઓ કિલ્લોલ કરે છે. એક માસૂમ જિંદગી, જે સડક પર નિરાધાર પડી હોય કે માબાપે તરછોડી દીધી હોય તેને અહીઁ નવજીવન મળે છે. જનનીધામમાં જાણે એને માતા સરીખો વાત્સલ્યભાવ મળે છે. મહેશભાઈ અઠવાડિયામાં એકવાર દીકરીઓને મળવા જાય છે, એમને બહાર ફરવા લઈ જાય છે, સારી રેસ્ટોરન્ટમાં ભોજન પણ કરાવે છે! દીકરીઓ નિયમિત રીતે વસંતભાઈ ગજેરાની આદિવાસી બાળકો માટે હોસ્ટેલની સગવડ સાથે વિનામૂલ્યે ચાલતી ‘વાત્સલ્ય ધામ’ શાળામાં ભણવા પણ જાય છે.

રૂપિયો તો ઘણા પાસે હોય છે. પણ જે ‘વાપરી’ જાણે એ જ સાચો ધનવાન, ‘ઉડાડી’ જાણે એ નહી! કહેવાય છે કે શૂરવીર હજારોમાં એક મળે, સંત લાખોમાં એક મળે અને દાતા મળે ના મળે. મહેશભાઈ એવા જ એક દાતા છે. હજારો નિરાધાર કન્યાઓના-દીકરીઓના ‘બાપ’ બનવાને એણે જે પરમાર્થ કર્યો છે એ અવર્ણનીય છે. આવા મસીહાઓ જ્યાં સુધી છે ત્યાં સુધી જગતમાં ‘માનવતા’નું અસ્તિત્વ જોખમાવાનું છે નહી! વધારે તો બસ, આ આર્ટિકલ અન્ય લોકો સુધી પણ પહોંચાડો એ જ અપેક્ષા!

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *