આ વર્ષે ૩૦૦ દીકરીઓને પરણાવી શકવાની મારી ત્રેવડ નથી!

ગુજરાતમાં આજે મહેશભાઈ સવાણીનું નામ કોણ નથી જાણતું? વર્ષ ૨૦૧૨ દર વર્ષે અનેક અનાથ દીકરીઓનો સમુહલગ્નોત્સવ સ્વખર્ચે યોજનાર પી.પી.સવાણી ગ્રુપના માલિક તરીકે મહેશ સવાણીએ અત્યાર સુધીમાં અનેક અનાથ દીકરીઓના અંતરનાં ઉંડાણથી આશિર્વાદ મેળવ્યા છે. નાતજાતના ભેદભાવ વગર અનેક અનાથ દીકરીઓને પિતાની જેમ જ હૂંફ આપીને, લગ્નને માંડવે કન્યાદાન કરીને નવજીવન આપ્યું છે.

Image Source

દરવર્ષે સુરતમાં સવાણી ગ્રુપ દ્વારા યોજાતાં અનાથ કન્યાઓના સમુહલગ્નની ખ્યાતિ જોતજોતામાં ગુજરાતભરમાં પ્રસરી જાય છે. લોકો થોકબંધ પ્રશંસાનાં પુષ્પો સવાણી પરિવાર પર વર્ષાવે છે. 

Image Source

મંદીનો માર આ વખતે ભારે પડ્યો! —

દર વર્ષની જેમ આ વર્ષે મહેશભાઈની ઇચ્છા તો ૩૦૦ જેટલી અનાથ દીકરીઓનાં લગ્ન કરાવવાની હતી પણ આ પ્રવર્તી રહેલી મંદીને કારણે એ શક્ય નહોતું. સરકારે આર્થિક ક્ષેત્રે લીધેલા અમુક ક્રાંતિકારી નિર્ણયોની માઠી અસર બિઝનેસ સેક્ટર પર પડતા મંદીનો માહોલ હોઈ મહેશભાઈથી આ વર્ષે ૧૨૫ જેટલી દીકરીઓનાં લગ્ન કરાવવાનું શક્ય હતું.

Image Source

જેટલો પણ ખર્ચ આવે, હું બેઠો છું! —

કહેવાય છે, કે જ્યારે તમે કોઈ સારું કાર્ય કરવા જાઓ, ધર્મધજા ફરકાવવાનો પ્રયાસ કરો ત્યારે બ્રહ્માંડનો દરેક કણ તમારાં એ કાર્યમાં સહયોગ કરવા તત્પર બને છે. અને અહીઁ પણ એ જ થયું!

એક દિવસ મહેશભાઈ પોતાના મિત્ર વલ્લભભાઈ લખાણી સાથે સવારના પહોરમાં ચાલવા નીકળ્યા. વલ્લભભાઈ એટલે કિરણ જેમ્સના માલિક. વાતવાતમાં મહેશભાઈએ પોતાની મૂંઝવણ વલ્લભભાઈ સમક્ષ રજૂ કરી. માત્ર થોડી સેકન્ડોમાં જ વલ્લભભાઈએ જવાબ વાળ્યો કે, આપણે સાથે મળીને સમુહ લગ્નોત્સવનું આયોજન કરીએ. ગમે તેટલો ખર્ચો આવે હું બેઠો છું!

ચૈતન્ય સંકુલમાં ‘પાનેતર’નો પ્રસંગ —

એ પછી તો ધરમના કામમાં ઢીલ શી? નક્કી થયું. બંને મિત્રોએ ૧૨૫-૧૨૫ કન્યાઓનાં લગ્નની જવાબદારી ઉઠાવી. અને આ મહિને ૨૧-૨૨ ડિસેમ્બરના રોજ સુરતના વરાછા રોડ પર, ચૈતન્ય વિદ્યાસંકુલમાં આ લગ્નોત્સવ યોજાવાનો છે. અનાથ દીકરીઓના આ લગ્નોત્સવને ‘પાનેતર’ નામ અપાયું છે. આ પ્રસંગે અમુક જીવનધર્મી મહેનતુ કલાકારોનું સન્માન પણ થવાનું છે.

Image Source

જે ૨૭૦ દીકરીઓ આ દાતાઓનાં માધ્યમથી ગૃહસંસાર માંડવા જઈ રહી એમાં ૩૯ માંડવા આદિવાસી કન્યાઓના, પ માંડવા મુસ્લિમ કન્યાઓના હશે. ભારતના વિવિધ રાજ્યોની; નેપાળની પણ કન્યા હશે. હવે આ દીકરીઓ ‘અનાથ’ નથી, મહેશભાઈ અને વલ્લભભાઈનાં રૂપમાં તેમને પિતાની હૂંફ મળી ગઈ છે!

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

~કૌશલ બારડ

Leave a Comment