મહાશિવરાત્રી પર કઈ એવી રાશિ છે, જેના પર ભોળાનાથ પ્રસન્ન રહે છે જાણો તેના વિશે

મહાશિવરાત્રી પર સામાન્ય રીતે તો દરેક ભક્ત પર શિવજીની કૃપા રહે છે, પરંતુ જ્યોતિષ માન્યતા મુજબ 8 એવી રાશિઓ છે જેના ઉપર ભોલેનાથ પ્રસન્ન રહે છે. તો ચાલો જાણીએ એવી 8 રાશિઓ વિશે. આ દરેક આઠ રાશિઓ વાળા વ્યક્તિઓએ મહાશિવરાત્રી ઉપર વિશેષ પૂજા કરવી જોઈએ.

મેષ

મેષ મંગળની રાશિ છે. તેથી મેષ રાશિવાળા વ્યક્તિઓ માટે મહાશિવરાત્રીનો દિવસ શુભ રહેશે, કારણ કે તે દિવસે મંગળવારે પણ છે. તમને ભોળાનાથના આશીર્વાદ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

વૃષભ

વૃષભ રાશિ બુધની રાશિ છે. શુક્રદેવ અને શુક્રાચાર્ય ભોળાનાથના ભક્ત છે. શુક્ર ની શનિ સાથે મિત્રતા છે. તેથી મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે અને આ દિવસે સંતાન સુખ વધશે.

મિથુન

મિથુન રાશિ બુધની રાશિ છે. ભુજ હાલના સમયમાં શનિ ની મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધદેવ પણ ચંદ્ર કુળના છે. ચંદ્રદેવ શિવના ભક્ત છે. મહાશિવરાત્રીના દિવસે તમારા પર ભોળાનાથની કૃપા રહેશે. આ તહેવાર ખુશીઓ અને શુભ સમાચાર લઈને આવી રહ્યો છે.

કર્ક

કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્રદેવ ભોળાનાથના ભક્ત છે. તમને મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોળાનાથ ના આશીર્વાદ મળશે અને તમને દરેક પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળશે.

સિંહ

સિંહ રાશિ સૂર્યની રાશિ છે. સૂર્ય કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરવાનો છે. તમારા માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે. ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

તુલા

તુલા રાશિ પણ વૃષભ ની જેમ શુક્રની રાશિ છે. શુક્ર દેવ અને શુક્રાચાર્ય ભોળાનાથના ભક્તો છે. શુક્રની શનિ સાથે મિત્રતા છે. તેથી મહાશિવરાત્રીનો દિવસ તમારા માટે શુભ રહેવાનો છે અને તમને દુઃખોમાંથી મુક્તિ મળશે.

મકર

મકર રાશિ શનિદેવ ની રાશી છે. આ રાશિ પર ભગવાન શનિની સાથે સાથે ભગવાન શિવની પણ વિશેષ કૃપા રહે છે. અંતે મહાશિવરાત્રીના દિવસ તેમના માટે ખૂબ જ ખાસ રહેવાનો છે.

કુંભ

આ રાશિ પણ શનિદેવની રાશી છે. તમારા પર શનિદેવની સાથે ભોળાનાથની પણ વિશેષ કૃપા રહે છે. ભોળાનાથ ની કૃપાથી હાલના દિવસોમાં તમારા દરેક પ્રકારના દુઃખોનો અંત આવશે.

ગુરુ ની રાશિ ધન અને મીન, મંગળની રાશિ વૃશ્ચિક અને બુધની રાશિ કન્યાના પહેલાથી જ સારા દિવસો ચાલી રહ્યા છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment