માધોપટ્ટી : 75 ઘર અને 47 IAS અધિકારીઓનું એક અનોખું ગામ

ભારત એક વિશાળ દેશ છે. અહી પ્રતિભાની કોઈ કમી નથી. ભારતના દરેક ગામ, મહોલ્લા અને શહેરમાં તમને એકથી વધી એક પ્રતિભાશાળી લોકો મળશે. આજે અમે એક અનોખા ગામ વિષે વાત કરીશું આવો જાણીએ આ ગામ વિશે..

image source

માધોપટ્ટી ગામ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં સ્થિત છે. આ ગામ ભારતનું એકમાત્ર એવું ગામ છે જેમાં કુલ 47 આઈએએસ અને પીસીએસ અધિકારીઓ છે. આ ગામનું યોગદાન ફક્ત અહી સુધી જ મર્યાદિત નથી, પરંતુ અહીંના લોકો ઇસરો, વિશ્વ બેંક અને અન્ય વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર મોજુદ છે.

image source

ઇતિહાસ

સૌથીપહેલા સન 1914 માં, જાણીતા કવિ વામીક જૌનપુરીના પિતા મુસ્તફા હુસેન સિવિલ સેવામાં જોડાયા. 1952માં આ ગામના ઇન્દુ પ્રકાશસિંહ આઈએએસ પરીક્ષામાં બીજા ક્રમ સાથે પસંદ થયા હતા. ત્યારબાદ ઈન્દુ પ્રકાશસિંઘથી પ્રેરાઈને માધુપટ્ટી ગામના દરેક છોકરા કે છોકરીમાં અધિકારી બનવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ.

image source

ગામના એક વડીલ રામ નારાયણ મૌર્યના મુજબ, “આ ગામની એક અનોખી વાત એ છે કે માતાપિતા તેમના બાળકોને બાળપણથી જ અધિકારીઓ સાથે લડવાનું અને તેની પાસેથી શીખવાનું શરૂ કરી દે છે. દરેક બાળક પાડોશીના બાળક કરતા વધુ સારું કરવા માંગે છે અને અમે ખુશ છીએ કે અમારું ગામ શ્રેષ્ઠતા અને સફળતાની આ સ્વસ્થ રેસનો એક ભાગ છે.

image source

માધોપટ્ટી ગામમાંથી બનેલા પહેલા આઈએએસ ઈન્દુ પ્રકાશસિંઘ, ઇંગ્લેન્ડ સહિતના ઘણા દેશોમાં ભારતના રાજદૂત પણ હતા. આ ગામના ચાર સગા ભાઈઓએ આઈ.એ.એસ. બનીને ઇતિહાસ રચ્યો, જે હજી કીર્તિમાન છે. આ ગામ માં ફક્ત છોકરાઓ જ નહી પરંતુ છોકરીઓએ પણ આઈ.એ.એસ. અને આઈ.સી.એસ. માં તેનું યોગદાન આપ્યું છે. સરકારે આ ગામમાં ઘણી શોધ કરવાની જરૂર છે જેથી શિક્ષણ પદ્ધતિ અને વ્યવસ્થામાં વ્યાપક સુધારો લાવી શકાય.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment