દુનિયાભરમાં મેડ ઈન ઈન્ડિયા ફોનની ખૂબજ માંગ છે, સેમસંગના આ સ્માર્ટફોન ને સૌથી વધારે પસંદ કરવામાં આવ્યો, તો ચાલો જાણીએ તેના વિશે

એક સમય હતો, જ્યારે ભારતમાં સ્માર્ટફોન નિકાસ કરવામાં આવતા હતા. પરંતુ આજના સમયમાં ભારત માંથી દુનિયાભરમાં મોબાઈલ નિકાસ થઈ રહ્યા છે. તેવામાં જાણવામાં આવી રહ્યું છે કે આ વર્ષે મોબાઈલ નિકાસનો આંકડો આશરે ૧.૫ બિલિયન ડોલર ( આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયા ) પાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં આશરે કુલ 1.2 કરોડ મોબાઇલ ફોનની નિકાસ કરવામાં આવ્યા છે. તેમાથી સ્માર્ટફોનમાં લગભગ આશરે 1.09 કરોડ યુનિટનો હિસ્સો છે. માર્કેટ રિસર્ચ ફર્મ ARC વાતનો ખુલાસો કર્યો છે.

Image by Jan Vašek from Pixabay

ક્યાં સ્માર્ટફોન બ્રાન્ડ નો કેટલો નિકાસ થયો.

આ વર્ષે જાન્યુઆરી થી સપ્ટેમ્બર દરમિયાન સેમસંગની નિકાસ સૌથી વધારે રહી. સેમસંગે લગભગ ૧.૧ કરોડ યુનિટનો ભારત માંથી નિકાસ કર્યો છે. ત્યારબાદ ૬૦ લાખ યુનિટ સાથે ઝીઓમી નો નંબર આવે છે. સેમસંગ તરફથી ૯૮ લાખ અને ઝિઓમીએ ૬૦ લાખ સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી છે. લાવાએ ૨૦ લાખ સ્માર્ટફોનનો નિકાસ કર્યો છે. જો ટોપ -૫ સ્માર્ટફોન નિકાસની વાત કરીએ, તો સેમસંગ, ઝિઓમી અને લાવાની સાથે વિવો અને વનપ્લસ નું નામ આવે છે.

Image Source

સેમસંગ ગેલેક્સી એ51 નું સૌથી વધારે નિકાસ રહ્યું

રિપોર્ટ મુજબ, જાન્યુઆરી થી સપ્ટેમ્બર દરમિયાન લાવા ને ખુબ પસંદ કરવામાં આવી છે. તેમજ સેમસંગ એ૫૧ ને ભારતમાંથી સૌથી વધારે નિકાસ કરવામાં આવ્યું છે. અમેરિકા સિવાય યુએઈ, સાર્ક દેશો ભારતમાંથી સૌથી વધારે સ્માર્ટફોનના નિકાસકારો રહ્યા છે . ટેકાર્કના મુખ્ય વિશ્લેષક એન્ડ ફાઉન્ડર ફૈઝલ કાવૂસાના જણાવ્યા મુજબ ભારતનું મેડ ઇન ઈન્ડિયા અભિયાનના ચાલતા ભારતીય મોબાઇલ ઉદ્યોગને વૈશ્વિક નિકાસ કેન્દ્ર બનવામાં મદદ કરશે.

Image Source

આ દેશોમાં મોબાઈલ નિકાસ થયો

હાલના સમયમાં ભારતમાંથી ૨૪ દેશોમાં સ્માર્ટફોન નિકાસ થાય છે. કોવીડ-૧૯ ના ચાલતા ભારતીય સ્માર્ટફોનની નિકાસ પર સીધી અસર પડે છે. તેના ચાલતા જાન્યુઆરી થી માર્ચ દરમિયાન ૭૪ લાખ સ્માર્ટફોન ને બદલે ૧૨ લાખ યુનિટ નો નિકાસ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ભારત સરકાર તરફથી પ્રોડક્શન લિંક્ડ ઇનિશિયેટિવ (પી.એલ.આઇ.) યોજના અંતર્ગત ૧૦ મોબાઇલ હેન્ડસેટ ઉત્પાદકો સહિત ૧૬ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓને આશરે ૧.૪૫ લાખ કરોડની સહાય આપવામાં આવી છે.

આ માહિતી માં આપેલ આકડા અમે ઇન્ટરનેટ ઉપર થી લીધેલ છે

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment