માટી થી બનેલી આ શાનદાર હોટેલ જોઇને સ્તબ્ધ થઇ જશો : અદ્ભુત કળા ની સાથે અદ્ભુત રચનાત્મક હોટેલ છે આ

તમે તમારા બાળપણ માં માટી સાથે ઘણું રમ્યા હશો, અથવા માટીના ઘર પણ બનાવી ને રમ્યા હશો. આ બધું પણ જવાદો ઘણી વાર સમુદ્ર ના બીચ ઉપર પણ આપણે માટી સાથે કેટલું બધું રમતા હોઈએ છીએ હે ને? જો અમે તમને કહીએ કે હવે માટીના ઘર બનાવી તેમાં રેહવાનું સપનું પૂરું થઇ શકે છે તો તમે શું રીએક્શન આપશો? વાત એમ છે કે નિદરલેન્ડ્સ ના ઓસ સીટી માં દુનિયા ની પહેલી એવી હોટેલ છે જે માત્ર માટી થી બનાયેલી છે. આ હોટેલ દેખાવે ખુબજ સુંદર છે. માનવામાં નથી આવતું ને ? તો જુઓ આ ફોટોસ :

 તમે ઘણા પ્રકરના હોટેલ જોયા હશે અને તેમાં રહ્યા હશો પણ નિદરલેન્ડ્સ ની આ માટીની હોટેલ બધાથી અલગ અને સુંદર છે. મોંઘી હોટેલ અને લકઝરી હોટેલોમાં તો બધા જાય છે, પણ આ શાનદાર હોટેલ ના વિષે તમે શું વિચારી શકો છો?

આ હોટલ ને માટી થી તૈયાર કરવામાં આવી છે, જે પર્યટકોને ખુબજ આકર્ષિત કરે છે. અહિયાં મોજુદ દરેક વસ્તુ માટી થી બનાવેલી છે, પછી ભલે તે બેડ હોય કે બાથરૂમ, સોફા હોય કે ડાઈનીંગ ટેબલ. દરેક વસ્તુ માટી ની બનેલ છે.

માટી થી બનાવેલી આ હોટેલ ખુબજ સુંદર છે, અહી રેહવા માટે એક રાત નું ભાડું આશરે ૧૬૮ ડોલર છે એટલે કે ઇન્ડીયન કરન્સી માં એક રાતના ૧૧ હજાર રુપયા. હોટેલ માં ઘણી બધી કલાકૃતીય છે જે માટી થી બનાવેલી છે, જેને ખુબજ સમજી વિચારીને બનાવા માં આવ્યું છે.

જો તમે નિદરલેન્ડ માં પ્રવાસ કરવાનો વિચારી રહ્યા છો તો આ હોટેલ માં રેહવા માટે સેપ્ટેમબર મહિના જઈ શકો છો. સપ્ટેંબર મહિના માં આવવું એટલા માટે ખાસ છે કારણકે આ મહીને અહિયાં “સેન્ડ ફેસ્ટીવલ” ઉજવવામાં આવે છે.

IMAGE SOURCE : Image Source: http://img.20mn.fr/

આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR: ADITI NANDARGI

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *