અહી માટીના બનેલ બિસ્કીટ પેટમાં લાગી ભૂખ ની આગ મટાડે છે😔

એક એવું યુગ જ્યાં ભ્રષ્ટાચાર અને સત્તાવાદ વ્યાપ્ત છે, ઘણીવાર સામાન્ય જનતા નેજ વધારે માં વધારે કષ્ટ સહન કરવું પડે છે. હૈતી માં લાખો લોકો કુપોષણ અને પૌષ્ટિક આહાર માટે પૈસા ખર્ચ નથી કરી સકતા, એટલા માટે અહીયાની ઘણી બધી જનતા ને પેટ ભરવા માટે માટી ના બિસ્કીટ નો સહારો લેવો પડે છે.

કોઈ સ્થાઈ સરકાર વગર એક દરિદ્ર દેશ ના રૂપ માં હૈતી એક એવો દેશ છે જ્યાં આશરે ત્રણ લાખ લોકો ની પાસે ખાવા માટે ભોજન નથી. ભૂખ અહિયાં સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. વધુમાં હૈતી વસી લોકો રોજના US$1 અથવા US$2 થી પણ ઓછી કમાઈ પર જીવે છે. ઘણાજ વયસ્ક અને વધારે માં બાળકો કુપોષિત નો શિકાર છે.

આવી મુશ્કિલ પ્રીસ્થીતીયો થી બચવા માટે, હૈતીવાસીઓએ મીઠું , વનસ્પતિ તેલ અને માટી ના મિશ્રણ ના જુના નુસખા નો સહારો લીધો, જેને સ્થાનીય લોકો દ્વારા “બોન-બોન ટેરેસ” કેહવામાં આવે છે એટલે કે કીચડ ના બિસ્કીટ.

આ મહિલા માટીની લઇ બનાવી રહી છે, જેને પછી બિસ્કીટ બનાવામાં આવશે.

માટીના બિસ્કીટ બનાવતી મહિલાઓ માની એક સીલેન ડેનીસ એ વર્લ્ડ ફોકસ ના એક ઈન્ટરવ્યું માં કહ્યું કે, “આ તમારું પેટ ભરી દે છે. જયારે અમે કશું ખાઈ સકતા નથી કે ભૂખ્યા હોઈએ, ત્યારે માટીના આ બિસ્કીટ અમારું પેટ ભરે છે. ”

કેટલીય વાર ખરાબ પરીસ્થીતીયોમાં સૂર્યના કિરણો માં કીચડને સૂકવવા માટે ફેલાવામાં આવે છે.

મહિલા દ્વારા માટી અને પાણી ને મિક્સ કરી લઇ તૈયાર કર્યા પછી, આ બીસ્કીટો ને સૂર્ય ના કિરણો માં સૂકવવા માટે જમીન પર મુકવામાં આવે છે. હૈતીના ઘણાય ક્ષેત્રો માં આ બીસ્કીટો ને વેચી પૈસા કમાવા માટે મુખ્ય સ્તોત્ર છે.આ માટીને એક સ્થાન માં ભેગું કરી એક ટ્રકમાં ભરી પહાડી ક્ષેત્રોમાં લઇ જવામાં આવે છે.અને જે મહિલાઓ આને બનાવે છે તે માને છે કે આમાં વિટામીન અને કેલ્શ્યમ જેવા ખનીજ પ્રચુર માત્રા માં હોય છે.

વિશેશ્ગ્યો કહે છે કે, ” જે હૈતી વાસી આ બિસ્કીટ ખાય છે તેમના માં થવા વાળી બીમારીઓ , કુપોષણ અને ઘણાય દુષ્કર નો ખતરો રહે છે.”

હીતીવાસીયો અને બાળકો નું ભવિષ્ય આ કારણે અંધકારમાં છે, તેમની સરકાર સ્થાયી લોકો અને વગર પૈસા વાળા દેશમાંથી ગરીબી બહાર નીકાળવા માટે ગંભીર પગલા લેવા જોઈએ, જે હૈતીવાસીઓ ના હિત માં હોય.

અમારે મજબુરીમાં આને ખાવું પડે છે. અમને ખબર છે કે આ અમને બીમાર કરે છે, પણ આ સિવાય અમારી પાસે બીજું ઓપ્શન પણ નથી

અમારે મજબુરીમાં આને ખાવું પડે છે. અમને ખબર છે કે આ અમને બીમાર કરે છે, પણ આ સિવાય અમારી પાસે બીજું ઓપ્શન પણ નથી.

All Photo credits : NTD

  • આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.AUTHOR: ADITI NANDARGI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *