માનવામાં નહિ આવે પણ લીપ્સ્ટીક, લિપગ્લોસ અને લીપ બામ તમારા હોંઠ પર આ રીતે કરે છે અસર.. 💄

ચેહરા ની સુંદરતા માં આપણા હોંઠ ખુબજ મહત્વનો રોલ પ્લે કે છે. હોંઠ ને સુંદર બનાવવા માટે ઘણા પ્રકારના કોસ્મેટીક્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણા એવા લોકો હોય છે જેમને એ ખબર નથી હોતી કે હોંઠ ઉપર લીપ્સ્ટીક સિવાય લીપ બામ અને લીપ ગ્લોસ નો ઉપયોગ પણ કરી શકાય છે.

હવે સમસ્યા એ છે કે ઘણા લોકોને એ ખબર નથી હોતી કે આ વસ્તુઓ શું હોય છે અને શું કામ કરે છે અને કઈ રીતે એ અસર કરતી હોય છે. આજે અમે તમને ત્રણેય વસ્તુ લીપ્સ્ટીક, લીપ બામ અને લીપ ગ્લોસ વિષે જરૂરી સુચના જણાવી જઈ રહ્યા છીએ.

૧. લીપ્સ્ટીક ( LIPSTICK)

લીપ્સ્ટીક હોંઠ ના રંગ ને બદલવામાં મદદ કરે છે. લીપ્સ્ટીક એક એવી કોસ્મેટીક છે જે અવાર નવાર દરેક સ્ત્રીની જરૂરિયાત બની ગઈ છે કારણકે દરેક સ્ત્રી તેના હોંઠ ને સુંદર, રંગીન અને આકર્ષિત લુક આપવા માંગે છે.

લીપ્સ્ટીક ના ઘણા બધા શેડ્સ હોય છે જેમકે ગુલાબી, લાલ, બ્રાઉન વગેરે જેવા કલર્સ માં ઉપલબ્ધ હોય છે. તમારી ત્વચા ના રંગ અને તમારી ઈચ્છા અનુસાર આવા અલગ-અલગ કલર્સ બજાર માં ઉપલબ્ધ હોય છે. લીપ્સ્ટીક મેટ એટલે કે સાદી અને શીમર એટલે કે ચમકદાર પણ હોય છે જે હોંઠો ને રોયલ એટલે કે શાહી લુક આપે છે. એવી ઘણી લીપ્સ્ટીક આવે છે જે તમારા હોંઠ ઉપર ૧૦ થી ૧૨ કલાક સુધી રહી શકે છે.

૨. લીપ ગ્લોસ ( LIPGLOSS)

લીપ ગ્લોસ હોન્ત ને ચમકદાર લુક આપે છે. લિપગ્લોસ અનેક રંગ ના હોય છે પણ મોટાભાગના લિપગ્લોસ પારદર્શક હોય છે જે થોડા સમય માટેજ હોંઠ પર રહે છે. લિપગ્લોસ કિશોરવસ્થા ની છોકરીઓને ખુબજ પ્રિય હોય છે કારણકે તે હોંઠ ને ચમકદાર અને રોયલ લુક આપે છે. ઘણાય લિપગ્લોસમાં ઔષધી હોય છે જે ફાટેલા હોંઠ ની પીડા ને ઓછી કરવામાં મદદ કરે છે.

૩. લીપ બામ ( LIP BALM )

લીપ બામ આપણા હોંઠ ને નેચુરલ લુક આપે છે અને આ સૂર્ય ની અલ્ટ્રાવાયોલેટ કિરણો અને હવા થી થતા નુકસાન થી પણ બચાવે છે અને સાથેજ હોંઠ ને સોફ્ટ બનાવવામાં મદદ કરે છે. લીપ બામ ઔષધીય જેલ નું કામ પણ કરતુ હોય છે જે ફાટેલા હોંઠ ને આરામ આપે છે. લીપ બામ માં બી વેક્સ, સૈલીસૈલીક એસીડ અને ડાઈ નો વપરાશ થાય છે અને અલગ-અલગ ફ્લેવર અનુસાર સુગંધ નો પ્રયોગ કરવામાં આવે છે.

બજારમાં ઘણા બધા લીપ બામ છે જે વગર કોઈ રંગ કે સુગંધના હોય છે. લીપ બામ હોંઠ ને સુંદર બનાવવાની સાથે-સાથે સ્વસ્થ પણ રાખે છે. લીપ બામ ને ઔષધીય બામ તરીકે પણ ઓળખાણ મળી છે જેનો ઉપયોગ પીડા ઓછી કરવા તથા ત્વચા ની અલગ-અલગ સમસ્યાઓ નો ઉકેલ લાવવામાં ઉપયોગ કરાય છે.

લીપ બામ, લીપ્સ્ટીક અને લિપગ્લોસ ને કોઈ પણ મિત્ર સાથે શેર કરવું નહી ને વિશેષ રૂપે ત્યારે જયારે ઠંડી ના કારણે ત્વચા ની તકલીફ હોય. આ સામાન્ય રીતે હર્પીસ વાયરસ છે જે એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો. ખુબ ખુબ આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Comment