ઈંગ્લીશમાં MA કર્યા બાદ પણ મળી નહીં નોકરી ત્યારબાદ બની MA ચાયવાલી ચા થી જીત્યું લોકોનું દિલ

આજના સમયમાં બેરોજગારી એ દેશને સૌથી મોટી સમસ્યા બની ગઈ છે યુવાનો સારી સારી ડિગ્રી મેળવીને પણ રોજગારની શોધમાં જગ્યાએ જગ્યાએ ફરે છે એવી જ એક કહાની છે કલકત્તાની રહેનાર ટુકટૂકી દાસની.

કલકત્તાની રહેવાવાળી ટુકટૂકી દાસે ખૂબ જ મહેનત કરીને અંગ્રેજીમાં એમ.એ કર્યું હતું પરંતુ લગાતાર પ્રયત્નો પછી પણ તેમને નોકરી મળી નહીં. તેમના માતા-પિતા ઈચ્છતા હતા કે તેમની દીકરી ભણી-ગણીને એક શિક્ષિકા બને પરંતુ તે સંભવ થયું નહીં.

એક સમયે ટુકટુકી એ ઇન્ટરનેટ પર એક એમબીએ ચાઈવાલા ની કહાની વાંચી અને તેને થી જ પ્રેરિત થઈને ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું.

દુકાનનું નામ રાખ્યું ‘એમએ અંગ્રેજી ચાયવાલી’

ટુકટુકી દાસ ના ઘણા બધા પ્રયાસ કર્યા બાદ તેમને નોકરી મળી નહિ અને તેમને એક ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું અને ઉત્તર 24 પરગણા હાવરા સ્ટેશનમાં એક ચાની દુકાન ખોલીને ચા વેચવાનું શરૂ કર્યો અને એ દુકાન નું નામ ‘એમએ અંગ્રેજી ચાયવાલી’ રાખ્યું.

પહેલા તો તેમના માતા-પિતા તેમના આ નિર્ણયથી સહમત થયા નહીં પરંતુ ટૂકટુકી ના વારંવાર સમજાવવાના કારણે તે માની ગયા.

એમબીએ ચાયવાલાથી થઈ પ્રેરિત

ચાની દુકાન ખોલતા પહેલા તેમને સોશિયલ મીડિયા ઉપર લગભગ એક્ટિવ રહેતી હતી. તે દરમિયાન જ તેમને એમબીએ ચાઈવાલા ની કહાની વાંચી અને તે કહાની થી તેમને અનુભવ થયો કે કોઈ કામ નાનું અથવા મોટું હોતું નથી તથા તે કહાની થી પ્રેરિત થઈને તેમને ચાની દુકાન ખોલવાનું નક્કી કર્યું અને પોતાની દુકાન નું નામ પણ ‘એમએ અંગ્રેજી ચાયવાલી’ રાખ્યુ.

શરૂઆતમાં કરવો પડ્યો તકલીફનો સામનો

ઘણી વખત શરૂઆતમાં અસફળતા હાથમાં આવે છે પરંતુ જો તમે સમયની સાથે જ કદમ વધારતા રહો તો એકના એક દિવસ સફળતા જરૂર તમારી પાસે આવી જશે અને બિલકુલ એવું જ ટુકટુકી સાથે થયું તેમને શરૂઆતમાં રૂપિયાની કમી ને લઈને અથવા દુકાને યોગ્ય જગ્યા ન મળવાને લઈને તકલીફનો સામનો કરવો પડયો પરંતુ તેમના દ્રઢ નિશ્ચય અને પોતાની જાત ઉપર વિશ્વાસ ના કારણે બધું જ સારું થયું.

સોશિયલ મીડિયા ઉપર વિડીયો ખૂબ થયો વાયરલ

ચાની દુકાન ની સાથે જ ટુકટૂકી સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે તી હતી યુટ્યૂબ પર તેમને પોતાની ચેનલ બનાવી અને તેની ઉપર વિડીયો પણ મુકવા લાગી અત્યારે તે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

આ વીડિયોને જોયા બાદ લોકો તેમને લગ્ન માટે ઘણા બધા સંબંધો પણ આવવા લાગ્યા તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ તેમના માતા-પિતાની આ વાતની ચિંતા હતી કે તેમની દીકરી ચાની દુકાન ચલાવતા જોઈને કોઈ લગ્ન કરશે નહીં પરંતુ અત્યારે તેમને ત્યાં લગ્ન માટે લાઇનો લાગેલી છે હવે તેમના ઘરે બધા જ ખુબ ખુશ છે અને તેમના માતાપિતા તેમની દીકરીની પ્રશંસા કરતા થાકતા નથી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktGujarati” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

Leave a Comment