દુલ્હનની મહેંદીની ડિઝાઇનમાં આ રીતે સામેલ કરો તેમની ‘લવ સ્ટોરી’

એક દુલ્હન શૃંગાર વગર એકદમ અધુરી છે અને દુલ્હનનો શૃંગાર મહેદી વગર અધૂરો છે, તેથી જ લગ્ન ની તારીખ નક્કી થઈ જાય ત્યારે કોઇપણ દુલ્હન મહેંદી માટે નવી સુંદર ડિઝાઇન તપાસ કરવા લાગે છે. અને આ ઉત્સાહ ત્યારે વધુ હોય છે જ્યારે તેમના લવમેરેજ થતા હોય. કેમકે જે દુલ્હન હોય છે તેમને પોતાની મહેંદી ને ખાસ બનાવવા માટે તેમાં અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરવાનું ખૂબ જ પસંદ કરે છે.

ખાસ કરીને મહેંદી ની ડીઝાઈન તેમાં તેમના થનારા પતિનું નામ ની સાથે અલગ-અલગ પ્રયોગો કરતા આપણે જોયા છે. પરંતુ હવે એક નવો ટ્રેન્ડ આવ્યો છે. હવે થનાર દુલ્હન પોતાના પતિને મેસેજ અથવા તો કોઈ લવ સ્ટોરી ની હાઈલાઈટ મહેંદીના ડિઝાઇનમાં મૂકવાનું પસંદ કરે છે. તે ખૂબ જ ઇનોવેટિવ અને રોમેન્ટિક રીત છે, જેનાથી તમે તમારા થનાર પતિદેવને કંઈ પણ કહ્યા વગર દિલ ની દરેક વાત કહી શકો છો.

જો તમારુ પણ ખૂબ જ જલ્દી લગ્ન થવાનું છે તો તમે પણ તમારા હાથ ઉપર લવ સ્ટોરી મહેંદી ની ડીઝાઈન લગાવો, આ પ્રકારની ડિઝાઈન લગાવવા માટે કોઈપણ એક્સપર્ટ મહેંદી લગાડનાર વ્યક્તિની જરૂર પડશે.

શું હોય છે લવ સ્ટોરી મહેંદી ડિઝાઇન?

આપણે નામથી જ અંદાજો લગાવી શકીએ છીએ કે લવ સ્ટોરી મહેંદી ડિઝાઇન માં તમે તમારી લવસ્ટોરીને જોડી શકો છો. તમે તમારા લગ્નની તારીખ, પ્રપોઝ કરવાની તારીખ, અને બીજી યાદગાર પળો અથવા જગ્યા તથા કોઈ પણ પ્રસંગને તમારી મહેંદી ની ડિઝાઇન મુકાવી શકો છો.

મહેંદી ડિઝાઇન 1

આજકાલ ખૂબ જ હેવી બ્રાઈડલ ડિઝાઇન લગાવવાનો ટ્રેન્ડ નથી. તેથી જ જો તમે મહેંદી ડિઝાઇન માં કઈક અલગ વિચારી રહ્યા છો તો, બેસ્ટ આઈડિયા છે કે તમે એક હાથમાં પ્રોપર બ્રાઈડલ મહેંદી લગાવો અને બીજા હાથમાં તમારી લવ સ્ટોરીની ડિઝાઇન કરાવો. તમે હલકી ફુલકી ડિઝાઇન હાથ પર લગાવી શકો છો જેનાથી તમે તમારી લવસ્ટોરીને જણાવી શકો.

મહેંદી ડિઝાઇન 2

તમે હાથના પાછળના ભાગમાં જે મહેંદી ની ડિઝાઇન મુકાવી રહ્યા છો તેની સાથે તમારી લવસ્ટોરીને અમુક હાઈલાઈટ એડ કરી શકો છો, આ પ્રકારની મહેંદીમાં તમે તમારા આવનાર પતિ માટે કોઈ સારો મેસેજ પણ લગાવી શકો છો, અને જો તમે કવિતા લખતા આવડે છે તો તમે તે પણ મહેંદીમાં લખાવી શકો છો.

મહેંદી ડિઝાઇન 3

મેંદી ડિઝાઇન માં તમે એ પ્રકારનું ચિત્ર બનાવી શકો છો જ્યારે તમે પહેલી વખત તમારા તેના પતિને મળ્યા હતા તેની સાથે જ પહેલી મુલાકાત ની વાત તમે તમારી મહેંદીમાં કરી શકો છો આ જોઇને તમારા થનાર પતિ ખૂબ જ રોમેન્ટિક અનુભવ કરશે.

મહેંદી ડિઝાઇન 4

તમારી બ્રાઈડલ મહેંદી માં અમુક મહત્વપૂર્ણ તારીખ અને તે તારીખ ઉપર શું થયું હતું તે પણ તમે તેમાં દોરાવી શકો છો. આમ કરતી વખતે તમે તમારી જૂની યાદોમાં ખોવાઈ જશો.

મહેંદી ડિઝાઇન5

તમે તમારા કાંડા ઉપર પતિ માટે મેસેજ મોકલાવી શકો છો એટલું જ નહીં તમે તમારી બ્રાઈડલ મહેંદી માં ફિલ્મી ડાયલોગ પણ લગાવી શકો છો, અને તમારા પતિને આકર્ષિત કરી શકો છો તે જોઈને તમારા પતિ તમારી મહેંદીની તારીફ કરશે અને તમારી ઉપર ઘણો બધો પ્રેમ વરસાવશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment