કોઈ પ્રકારની વધારાની મહેનત વગર માત્ર ‘તુલસી’ અને ‘અજમા’ના ઉપયોગથી જલ્દીથી વજન ઓછું કરો

લોકડાઉનમાં ઘરમાં કામ કરતા કરતા અને આખો દિવસ ઘરમાં જ રહીને ઘણા ખરાનું વજન વધી ગયું. એમાં હવે વધેલ વજનને કેવી રીતે ઓછું કરવું એ જટિલ સમસ્યા બની ગઈ છે. પણ તમે કોઈ વાતની ચિંતા ન કરો કારણ કે આજનો આર્ટિકલ આપને ખુબ કામ આવશે. આ આર્ટિકલમાં વેટ લોસ માટેની કરગર ટીપ્સ જણાવી છે.

Image Source

એક ગ્લાસ તુલસી અને અજમાનું પાણી પીવાથી જે ફાયદા થાય છે આજ સુધી તમને ખબર નહીં હોય! જી હા, આ એકદમ સાચી વાત છે કે તુલસી અને અજમો સાથે મળીને અદ્દભુત ફાયદા કરાવી શકે છે. ખાસ કરીને ‘વેટ લોસ’ના મામલામાં આ બંને અસરકારક ઔષધી તરીકે કામ આવે છે. તો આગળ એ પણ જાની લઈએ કે કેવી રીતે તુલસી અને અજમાનું સેવન કરવું જોઈએ જેથી વેટ લોસની પ્રોસેસ જલ્દી થઇ શકે?

જે વ્યક્તિને જલ્દીથી વજન ઓછો કરવો હોય તેને આ આર્ટિકલની માહિતી જરૂરથી છેલ્લે સુધી વાંચવી જોઈએ. તો આવો એક્સપર્ટની સલાહ શું છે એ જાણીએ.

બહુ જાણીતા ન્યુટ્રીશનિસ્ટ ‘પ્રીટી ત્યાગી’ બોડીને ડીટોકસ કરીને કેવી રીતે વજન ઉતારવો એ વિષેની માહિતી આપતા જણાવે છે. માત્ર બે વસ્તુના ઉપયોગ દ્વારા વજન ઉતારવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકાય છે. એમાં છે એક તુલસી અને બીજા નંબર પર છે અજમો. પણ ખાસ કે આ બંને વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવી એ પણ મહત્વનું છે.

જયારે વ્યક્તિ આરામની જિંદગી જીવવા લાગે છે અને ગ્રહણ કરેલ ખોરકમાંથી જે ઉર્જા મળે છે એ વપરાતી નથી, તો બાદમાં એ ચરબીના રૂપમાં જમા થાય છે. બાદમાં શરીરને ડીટોક્સીફાય કરવામાં બહુ જ સમય લાગે છે. વજન, કોઇપણ કારણથી વધ્યું હોય અથવા વધતું જતું હોય એ બંનેના એક આધાર હોય છે ખોરાક કેવા પ્રકારનો લેવામાં આવે છે? આહારમાં અને તેના ક્રમમાં બદલાવ લાવીએ તો શરીરને સુડોળ બનાવી શકાય છે અને જરૂરીયાત મુજબ વજનને ઉતારી પણ શકાય છે. આ બાબતે કોઇપણ વ્યક્તિને કામ આવી શકે છે તુલસી અને અજમાનું સેવન.

જાણીતા ન્યુટ્રીશનિસ્ટ ‘પ્રીટી ત્યાગી’ જણાવે છે કે, તુલસી અને અજમાનું પાણી સરળ અને જલ્દીથી વજનને ઓછું કરી શકે છે. કારણ કે આ બંનેના શરીરને જરૂરી એવા પોષકતત્વો મળી રહે છે અને સાથે ચરબીને બર્ન કરી શકાય છે.

સૌથી પહેલા અજમા અને તુલસી વિષેની થોડી વધારાની માહિતી જાની લઈએ ત્યાર બાદ કેવી રીતે આ બંને વસ્તુઓનો ઉપયોગ કરવો એ જાણીએ. આ માહિતી છેલ્લે સુધી વાંચજો તો ખબર પડશે કે કેવી રીતે આસન પદ્ધતિથી ‘વેટ લોસ’ કરી શકાય છે?

વેટ લોસ માટે બેસ્ટ અજમો :

Image Source

જ્યારે શરીરનો મેટાબોલીક રેટ વધુ હોય છે એવામાં વજન ઓછું કરવાનું સરળ રહે છે. અજમા આપના માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. અજમામાં થાઈમોલ નામક એક જરૂરી એવું તેલ હોય છે જે ગેસટ્રીક રસને સ્ત્રાવિત કરે છે અને ડાયજેશન પ્રોસેસને ઝડપી બનાવે છે. આમ પણ અજમો એન્ટીઓક્સીડેંટ પણ હોય છે એટલે પેટમાં રહેલા વિષક તત્વોને શરીરની બહાર નીકાળે છે. અને પરિણામે વજન ઓછુ કરવામાં મદદ મળે છે.

અજમાના અન્ય હેલ્થ બેનીફીટસ :

 • અજમામાં રહેલી થાઈમોલ હદય સાથે જોડાયેલ નસને હંમેશા માટે કાર્યરત રાખે છે અને બ્લડ પ્રેશર સર્ક્યુલેશન બરાબર રીતે થાય એ માટે મદદ કરે છે.
 • અજમા અર્થરાઈટીસના ઈલાજ માટે પણ ફાયદેમંદ હોય છે. આ દર્દ અને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે. નિયમિત રૂપથી અજમાનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
 • શરદી અને તાવ જેવી સમસ્યામાં પણ શરીરને ઉર્જા આપે છે. નાકમાંથી કફને દૂર કરે છે ને શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે. એટલે જ અસ્થમાના દર્દીઓને અજમા ફાયદો આપી શકે છે.

વેટ લોસ માટે બેસ્ટ તુલસી :

Image Source

તુલસી શરીર માટે પ્રાકૃતિક ડીટોકસ તરીકે કામ કટે છે. તુલસી શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને દૂર કરે છે અને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે. સાથે આ પાચનની પ્રક્રિયાને અતિ ઝડપી બનાવે છે. વજન વધવાના એક કારણમાં મહત્વનું કારણ ખોરાકનું યોગ્ય પાચન પણ છે. તુલસીને શરીરના મેટાબોલીક રેટને વધારવા માટે માનવામાં આવે છે. સાથે કેલેરી બર્ન કરવામાં પણ તુલસીને બેસ્ટ ઔષધ માનવામાં આવે છે.

તુલસીના અન્ય હેલ્થ બેનીફીટસ :

 •  શ્વસનની સંબંધિત સમસ્યા માટે તુલસી ઉપયોગી છે.
 • કોલેસ્ટ્રોલ લેવલને બરાબર રાખવામાં તુલસી મદદ કરે છે.
 • બ્લડ પ્રેશરને ઓછું કરવામાં તુલસી બહુ જ અસરકારક રહે છે.
 • અર્થરાઈટીસમાં રાહત અપાવે છે  – તુલસી.

વેટ લોસ કરવા માટે તુલસી અને અજમાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?

Image Source

 1. આખી રાત માટે એક ચમચી જેટલા અજમાને એક ગ્લાસ પાણીમાં પલાળી દો.
 2. બીજા દિવસે વહેલી સવારે 4 – 5 તુલસીના પાન સાથે અજમાયુક્ત પાણીને ઉકાળો.
 3. પાણીને એક ગ્લાસમાં ગાળી લો અને સહેજ ઠંડુ કરી લો.
 4. તુલસી અને અજમાયુકત આ પાણીનું સારું રીઝલ્ટ જોઈતું હોય તો દરરોજ વહેલી સવારે આ પાણીને પીવું જોઈએ.

આ આસન અને સરળ પદ્ધતિ આપને ખુબ કામ લાગશે. તુલસી અને અજમાના ઉપયોગથી ઉતારવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે.

આશા છે કે આજની માહિતી આપને પસંદ આવી હશે. તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અને અમુક વસ્તુ માં ડોક્ટર ની સલાહ આવશ્યક છે.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *