બાળકના જન્મ પછી શરીર ઓછુ નથી થતું? તો બસ આટલું કરો

બાળકના જન્મ પછી 6થી 8 મહિના સુધી જો પેટ પર જમા થયેલી ચરબી ઓછી ન થતી હોય તો એક્સર્સાઇઝની મદદથી પેટની ચરબી ઘટાડી શકાય છે. આ સરળ એક્સર્સાઇઝ કરીને મહિલાઓ પ્રેગ્નેન્સી પછી ફરીથી ફ્લેટ પેટ મેળવી શકે છે. જોકે, પ્રેગ્નેન્સી પછી મહિલાઓ શારીરિકપણે ખૂબ જ નબળાઈ મહેસુસ કરતી હોય છે એટલે આ તમામ એક્સર્સાઇઝ ડોક્ટરની સલાહ લીધા પછી જ શરૂ કરવી.

બ્રીધિંગ એક્સર્સાઇઝ

પેટ પર જમા એક્સ્ટ્રા ચરબીને ઘટાડવા માટે આ એક્સર્સાઇઝ ખૂબ ફાયદાકારક છે. તેને કરવા માટે પીઠના બળ પર સૂઈ જાઓ અને ઘૂંટણને વાળી લો. હવે ઊંડા શ્વાસ લો અને જ્યારે તમે શ્વાસ છોડો તો પેટ અને પેલ્વિક એરિયાને ટાઇટ કરી લો. તેના પછી તમારા નીચેના ભાગને ઉપરની તરફ ઉઠાવો. થોડી વાર આ સ્થિતિમાં રહ્યા પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાઓ. આ એક્સર્સાઇઝની સાથે લોઅર ટમી એક્સર્સાઇઝ કરવી પણ તમારા માટે ફાયદાકારક હોય છે.

સીઝર કિક્સ

ડિલીવરી પછી પેટની ચરબી ઘટાડવાની આ બેસ્ટ એક્સર્સાઇઝ છે. તેને કરવા માટે સૌથી પહેલા પીઠના બળ પર જમીનમાં સૂઈ જાઓ. હવે બંને હાથને હિપ્સની નીચે રાખો. હવે એક પગ જમીનથી આશરે 10 ઇંચ ઊંચો ઉઠાવો અને ધીમે-ધીમે પાછા નીચે લઈ જાઓ. તેના પછી બીજા પગથી આ પ્રક્રિયા કરો. આ એક્સર્સાઇઝને નિયમિતપણે કરવાથી પેટની ચરબી જલ્દી જ દૂર થશે.

બેસિક સ્ટ્રેચિંગ

પ્રેગ્નેન્સી પછી શરીર ખૂબ નબળું થઈ જાય છે. એવામાં ખૂબ હેવી એક્સર્સાઇઝ કરવાથી બચવું જોઈએ. બેસિક સ્ટ્રેચિંગ એક્સર્સાઇઝ કરવી આ સમયે ફાયદાકારક છે. તેનાથી શરીરની માંસપેશીઓ વધુ ફ્લેક્સિબલ થાય છે. શરીરના ઉપરના ભાગ માટે કેટલાક આસન, ટ્વિસ્ટિંગ એક્સર્સાઇઝ પણ કરી શકાય છે. શરૂઆતમાં એવી એક્સર્સાઇઝ કરો જેનાથી તમે ખુદને એક્ટિવ અને એનર્જેટિક રાખી શકો.

નોંધ : ઉપરોક્ત દર્શવેલ કોઈ પણ exercises કરતાં પેહલા તમારા ડોક્ટર ની સલાહ આવશ્યક છે 

તમે આ આર્ટીકલ ફક્ત ગુજરાતી ના માધ્યમ થી વાંચી રહ્યા છો. દરેક પ્રકારની નવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે તો આ પેજને અત્યારે જ લાઈક કરી લો અને પ્રિય મિત્ર તથા સગા સબંધીઓ સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *