શ્રીકૃષ્ણની યશોદા કન્નડ સિનેમામાં છે પ્રોડ્યુસર, જાણો કેટલો બદલાયો લુક ?

રામાનંદ સાગરના એપિક શો શ્રીકૃષ્ણનું 3 મે થી દુરદર્શન પર રી-ટેલીકાસ્ટ શરુ થઈ ગયો છે. આ શો ને હમેશાથી ભરપુર પેમ મળ્યો છે. શ્રીકૃષ્ણ ના દરેક પાત્રો એ તેની એક અલગ જ ઓળખ ઉભી કરી છે.

‘શ્રી કૃષ્ણ’ સૌ પ્રથમ 1993 માં પ્રસારિત થયું હતું. તે સમયે તે ‘રામાયણ’ અને ‘મહાભારત’ પછીનો સૌથી લોકપ્રિય ટીવી શો હતો. હવે આ પ્રસારણ ફરી શરૂ થયું છે અને તેમાં યશોદા મૈયા દાખલ થયા છે, ત્યારે લોકોની રુચિ આ પ્રેમ અને પ્રેમભર્યા માતામાં વધી છે. 27 વર્ષ વીતી ગયા, હવે તે જાણવું પણ રસપ્રદ છે કે દામિની ક્યાં છે અને આ દિવસોમાં તે શું કરી રહી છે.

સીરીયલ માં યશોદા માં નું કિરદાર નિભાવતી એક્ટ્રેસ દામિની કંવલ શેટ્ટીએ પણ તેના ચાહકો ના દિલમાં એક અલગ જ ઓળખ ઉભી કરી છે. એક્ટ્રેસ ની એક્ટિંગ ને ભરપુર પ્રશંશા મળી. જયારે આ સિરિયલ નો શો ચાલુ થાય ત્યારે તેના પરિવારના બધા સદસ્યો ભેગા થઇ ને રાત પડે ત્યારે બેસી જાય. તે સમયે ટીવી પર ખાલી બે ચેનલો લોકો વધારે જોતા એક દૂરદર્શન અને બીજી ડી ડી નેશનલ. આ બંને ચેનલો પર પારિવારિક,ધાર્મિક અને કોમેડી આટલું જ આવતું.

હાલ તે કોઈ ટીવી શો માં નજર નથી આવી રહી, પરંતુ દામિની તેનું ખુદ નું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. દામિની કન્નડ સિનેમાની પ્રોડ્યુસર છે. તેની એ ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. દામિની એ શ્રીકૃષ્ણ સિવાય અલીફ લૈલા અને પરંપરા જેવા શો માં કામ કર્યું છે.

દામિનીને બાળપણથી જ અભિનયમાં રસ હતો. દામિની એ તેના કરિયર ની શરૂવાત થીયેટર થી કરી હતી. તેણીએ તેનો ઘણો સમય થીયેટર માં વિતાવેલો છે. તેણીએ શાળાના દિવસોમાં Drikshravan  નામના થિયેટર જોડાઈ હતી. તે સમયગાળા દરમિયાન તેમણે જયરૂપ જીવનના નિર્દેશનમાં ઘણા થિયેટર નાટકોમાં ભાગ લીધો હતો.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment