વજન ઘટાડવા ની સાથે સાથે સુંદરતા વધારવા માટે આમલી નું જ્યુસ પીઓ તેના માટે ઘરે આ રીતે બનાવી શકો છો આ પીણું

Image source

આમલી ના જ્યુસ ના ફાયદા.

૧- પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ થી નીપટવા માટે આમલી નું જ્યુસ એક ઉત્તમ વિકલ્પ છે. કેમકે શરીર તંદુરસ્ત રહે તે માટે ખૂબ જરૂરી છે કે પાચનતંત્ર તંદુરસ્ત રહે.

અપચો, કબજિયાત, પેટનું ખેંચાણ કે પછી સોજા જેવી મુશ્કેલીઓ થી છુટકારો મેળવવા માટે આમલી થી બનેલું જ્યુસ ખુબ ફાયદાકારક છે. તેમાં માઈલ્ડ ડયુરેટિક ગુણ હોય છે, જે આ મુશ્કેલીઓ થી છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

Image source

ઘરે આમલી નું જ્યુસ બનાવવું ખુબ જ સરળ છે. તેના માટે અમુક વસ્તુઓ જેવીકે મધ, આમલી, બરફ ના ટુકડા વગેરે ની જરૂર પડે છે જે ઘરમાં સરળતા થી મળી રહે છે. ઉનાળો હોય કે પછી ચોમાસુ આને તમે તંદુરસ્ત પીણા ના રૂપે પી શકો છો.

Image source

૧- સૌથી પહેલા આમલી ને સારી રીતે ધોઇલો અને હવે તેમાંથી બધાજ બીજ બહાર કાઢી લો.

૨- બે ગ્લાસ પાણી ઉકાળો અને તેમાં આમલી ભેળવી દો. થોડીવાર માટે તેને તેમજ રહેવા દો.

૩- ગેસ બંધ કર્યા પછી આમલી ને એક ચાળણી માં રાખીને તેને ચાળી લો. સાથેજ, તેને સાફ કરો જેથી આમલી ની સાર રહી જાય.

૪- હવે તેને થોડીવાર માટે રાખી દો જેથી તે ઠંડુ થઈ જાય.

૫- ત્યારબાદ સ્વાદ વધારવા માટે તેમાં મધ ભેળવી લો અને તેમાં બરફ ના ટુકડા નાખી દો.

૬- આમલી નું જ્યુસ બની ને ત્યાર છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment