બોલીવુડ સ્ટાર્સની જેવા દેખાય છે આ ૭ ટીવી સ્ટાર, કેટલાક તો હુબહુ દેખાય છે એમના જેવાજ

આપને ઘણી વાર સાંભળ્યું જ હશે કે દુનિયામાં એક જેવા દેખાતા ૭ લોકો હોય છે. શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, સૈફ, મધુબાલા, અને ઘણા અભિનેતાઓ ના હમશકલ મળી ગયા છે, પરંતુ કેટલાક એવા પણ સ્ટાર્સ છે જેમના હમશકલ ટીવી ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરી રહ્યા છે. અને તેઓ ખુબજ પ્રસિદ્ધ પણ છે. આ લોકો નો ચહેરો એવો છે જેથી તેઓ જુડવા જ લાગે. ચાલો જાણીએ એમના વિશે.

. દીપશિખા નાગપાલ અને પરવીન બોબી :

દીપશિખા નાગપાલ એ અભિનેત્રી છે જે ટીવી ઇન્ડસ્ટ્રીઝ ની સાથે સાથે તમિલ ફિલ્મો માં ખુબજ ફેમસ છે. તેને ફિલ્મ કોયલા થી ઓળખવામાં આવી છે. જેમાંશાહ્રુખ અન એમાધુરી મુખ્ય રોલ માં છે. તેને હંમેશા પરવીન બોબીની હમશકલ ના રૂપ માં ઓળખવામાં આવે છે. પરવીન બોબી ૨૦૦૫ માં પોતાના ફ્લેટમાં મૃત્યુ પામેલી જોવા મળી હતી, પરંતુ દીપશિખા એની યાદ અપાવતી રહે છે.

. પરાગ ચડ્ડા અને જાયેદ ખાન

પરાગ ચડ્ડા ભારતીય મોડેલ અને ટીવી એક્ટર છે. એમણે ટીવી સીરીયલ ‘જમાઈ રાજા’ થી ચાલુ કર્યું હતું. તે રીયાલીટી શો સ્પ્લીટસ્વિલા ના સીજન ૩ ના વિજેતા પણ છે. એની શકલ ઘણી જાયેદ ખાન સાથે મળે છે. ‘મેં હું ના’ ફિલ્મ ના એક્ટર જાયેદ ખાન ના લુક્સ સાથે મળી આવે છે.

. વિરુશ્કા મહેતા અને તમન્ના ભાટિયા :

સીરીયલ દિલ દોસ્તી ડાન્સ માં શેરન રાય નો રોલ કરતી વિરુશ્કા મહેતા પ્રોફેશનલ ડાન્સર છે. તેનો ચહેરો તમન્ના ભાટિયા સાથે મળતો આવે છે. તે ઘણી બોલીવુડ ની ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

. જસકરણ સિંહ ગાંધી અને ઉદય ચોપડા :

જસકરણ સિંહ ગાંધી ભારતીય અભિનેતા છે જે ટીવી સીરીયલ ‘મિલે જબ હમ તુમ’ માં ભજવેલ પોતાના પત્ર ના લીધે ખુબજ પ્રખ્યાત છે. તેમનો ચહેરો ઉદય ચોપરા સાથે મળતો આવે છે. ઉદય ચોપરા ફિલ્મ ધૂમ માં પોતાના પાત્રને લઈને પ્રસિદ્ધ છે. તેઓ ઘણા સમય થી ફિલ્મો થી દુર છે.

. ગૌતમ રોડે અને ફવાદ ખાન :

ટીવી સીરીયલ ‘સસ્વતીચંદ્ર’ માં પોતાના રોલ માટે પ્રસિદ્ધ ગૌતમ રોડે ભારતીય ટીવી જગતમાં ખુબજ પ્રસિદ્ધ છે. તેમનો ચહેરો પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન સાથે મળતો આવે છે. ફવાદ ખાને સોનમ કપૂર સાથે ઘણી ભારતીય ફિલ્મ કરી છે.

. ડિમ્પી ગાંગુલી અને શર્મિલા ટૈગોર :

ડિમ્પી ગાંગુલી ભારતીય ટીવી અભિનેત્રી અને મોડેલ છે. તે ‘એ રિશ્તા ક્યાં કહેલાતા હે’ સીરીયલ માંતે પ્રસિદ્ધ છે. તે ઉપરાંત તે બિગબોસ સીઝન ૮ ની ફીનાલીસ્ટ પણ છે. તેમનો ચહેરો શર્મિલા ટાગોર સાથે મળતો આવે છે. જે પોતાના સમય માં ખુબજ ચર્ચિત અભિનેત્રી હતી.

. રવિ દુબે અને સનમ પૂરી :

ભારતીય ટીવી ના અભિનેતા અને હોસ્ટ રવિ દુબે જે પોતાનું કરિયર ૨૦૦૬ માં ચાલુ કર્યું હતું. તેઓ બેન્ડ વોકલીસ્ટ ના સનમ પૂરીની જેવા દેખાય છે. આ ભારતીય પોપ રોક બેન્ડ મુંબઈ માં ૨૦૧૦ માં ચાલુ થયું હતું. અને તે ખુબજ લોક પ્રિય બની ગયું છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *