૧૯૯૩ થી મોટો છે ટીડડી દળનો હુમલો, એક દિવસ માં ખાય જાય છે ૨૫૦૦ લોકો બરાબર ખાવાનું

Image Source

શિયાળાની ઋતુમાં ટીડડી ઓ આપમેળે જ ખતમ થઈ જતી હતી,પરંતુ હવામાન ના બદલાતા પેટર્ન ને લીધે ટીડડીઓ હજુ ભારત માં તેનો કહેર વરસાવી રહી છે. આ કારણે તેને ૧૯૯૩ થી પણ મોટો હુમલો ગણાવવામાં આવે છે.

Image Source

રાજસ્થાન પછી હવે ગુજરાતમાં ટીડડી દળનો હુમલા એ પાકને નુકસાન પહોચાડવાનું ચાલુ કરી દીધું છે. ટીડડી દળનો હુમલો આ વખતે વધુ ખતરનાક માનવામાં આવી રહ્યો છે. કેમકે આ પહેલા જયારે ૧૯૯૩ માં ટીડડી દળએ પાકને નુકસાન કર્યું હતું ત્યારે તે સમય ઓક્ટોબર માં ઠંડીના લીધે ટીડડીઓ મરી ગઈ હતી પરંતુ આ વખતે શિયાળા ની ઋતુમાં ચરમ પર હોવા છતાં ટીડડી દળ ફક્ત સક્રિય જ નહી પરંતુ તેનો હુમલો વધુ ખતરનાક થઈ ગયો છે.

ગુજરાતના જે પણ વિસ્તારમાં આ દિવસોમાં ટીડડી દળ સક્રિય છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા કચ્છ અને પાટણ મુખ્ય છે. માનવામાં આવી રહ્યું છે કે લગભગ ૫૦૦૦ હેક્ટર માં ઉગાડવામાં આવેલા સરસો,એરંડી,જીરું, કપાસ, બટાટા, ઘઉં જેવા પાકને ટીડડી ઓ ખતમ કરી રહી છે. હુમલાની ગંભીરતા ને સમજતા કેન્દ્ર સરકાર ઈ ૧૧ અધિકારીઓનો દળ ગુજરાત મોકલ્યો છે.

Image Source

૧૫ ડીસેમ્બર ૨૦૧૯ સુધી એલડબ્લ્યુઓ દ્વારા ૩,૧૦,૫૮૪ હેક્ટર વિસ્તારમાં દવાનો છીડ્કાવ કરવામાં આવ્યો હતો. એલડબ્લ્યુઓ થી જોડાયેલા એક અધિકારી ઈ જણાવ્યું કે ૧૯૯૩ માં કેટલા વિસ્તારમાં દવાનો છીડ્કાવ કરવામાં આવ્યો હતો, તેનો આંકડો નહિ પરંતુ આ વખતે ટીડડીઓ નો હુમલો ૧૯૯૩ થી વધુ મોટો છે.

Image Source

હવામાન પરિવર્તન છે મુખ્ય કારણ

શિયાળો શરુ થવા છતાં ટીડડીઓનો કહેર કેમ છે આ વિશેભુજના સ્થાનીય નિયંત્રણ કેન્દ્ર =ના પૌધ સરંક્ષણ અધિકારી એએમ બારિયા એ ડાઉન ટુ અર્થ ને જણાવ્યું કે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે કે આખરે ટીડડીઓ હજુ સક્રિય કેમ છે. તેમણે જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં વરસાદ ની શરૂવાત મોડી થઈ છે, જો કે રાજસ્થાન માં જ્યાં ટીડડીઓ સક્રિય હતી ત્યાં હવામાન ઠંડુ થઈ ગયું, જો કે વરસાદ ના થવાના કારણે ગુજરાતનું હવામાન ગરમ હતું, આ કારણે આ ટીડડીઓ ગુજરાતમાં પ્રવેશ કરી ગઈ.

Image Source

ખાઈ છે ૨૫૦૦૦ માણસ બરાબર ખાવાનું

એલડબ્લ્યુઓ દ્વારા ટીડડી નિયંત્રણ પર એક ડોક્યુમેન્ટ જણાવે છે કે દુનિયામાં ટીડડીઓ ની ૧૦ જાતિ સક્રિય છે, જેમાંથી ૪ પ્રજાતિ ભારતમાં સમય સમય પર જોવા મળે છે. તેમાંથી સૌથી વધુ ખતરનાક રેગીસ્તાની ટીડડી હોઈ છે. આ વખતે જે પ્રજાતિ સક્રિય છે તે રેગિસ્તાની ટીડડીઓ છે. આ ટીડડીઓ કેટલી હદ સુધી નુકસાનદાયક હોઈ છે તેનું અનુમાન એ રીતે લગાવવામાં આવે છે કે આ ટીડડીઓ નું એક નાનું દળ એક દિવસમાં ૧૦ હાથી અને ૨૫ ઉંટ અથવા ૨૫૦૦ માણસો બરાબર ખાવાનું ખાઈ જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *