સલામ છે આ ખાખી વરદીને : જાણીને તમે પણ કરશો તેને સલામ

હાલ દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેના લીધે લોકો ઘરની બહાર નીકળી શકતા નથી. આ બધાની વચ્ચે કોરોના વોરીયર્સ એટલે કે પોલીસ કર્મીઓ, સ્વાસ્થ્ય કર્મીઓ, સફાઈ કર્મીઓ અને મીડિયાકર્મીઓનો આપણે દિલથી આભાર માનવો જોઈએ. કેમકે તે લોકો જે કાર્ય કરે છે તેને બીજા કોઈ જ ના કરી શકે. દિલ થી સલામ તેને. આજે અમે તમને જણાવીશું એક તમિલનાડુંના એક કિસ્સા વિષે જે જાણીને તમે આ ખાખી વરદીને કરશો સલામ. કેમકે તેણે એક ગર્ભવતી મહિલાને લોહી ડોનેટ કરી તેનો જીવ બચાવ્યો હતો. આવો જાણીએ આ પૂરી ઘટના વિશે…

image source

દોસ્તો આ કેસ છે તમિલનાડુના ત્રિચિનો. જયારે  25 વર્ષના સુલોચના પોતાની સારવાર માટે પતિ અને એક સંબંધી સાથે હોસ્પિટલ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને એક કોન્ટેબલ સૈયદ અબૂ તાહિરે રોક્યા અને પૂછપરછ કરી. પૂછપરછ બાદ તેમને ખ્યાલ આવ્યો કે હોસ્પિટલ જલ્દી પહોંચવા ગાડીની જરૂર છે.

image source

પહેલાં બોલાવી ટેક્સી

અબૂ તાહિરે પહેલાં રોક્યા અને પછી ટેક્સી બોલાવી. રસ્તામાં તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી. એટલું જ નહીં હોસ્પિટલ પહોંચ્યા બાદ ખબર પડી કે તેમને લોહીની જરૂર છે ત્યારે અબુ તાહિરે તેને લોહીની જરૂર પડતાં લોહીની મદદ પણ કરી. કેમકે તેનું બ્લડ ગ્રૂપ ઓ પોઝિટિવ હતું.

image source

જો તે ન હોત તો શું થાત?

આ બધી ઘટના બાદ સુલોચનાના પતિનું કહેવું છે કે જો પોલીસકર્મી યોગ્ય સમયે મદદ ના કરતા તો ખબર નહીં શું થાત. હાલમાં મારી પત્ની અને બાળકો સારા છે. આ પોલીસની મદદથી જ મારો પરિવાર સહી સલામત છે. ઉલ્લેખનીય છે કે સૈયદ અબુ તાહિરે વર્ષ 2017માં પોલિસ સેવા જોઈન્ટ કરી હતી. તેઓને એસપી જિયા ઉલ હકની તરફથી પણ પુરસ્કાર મળ્યો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment