લોકડાઉન મને અને સાગરને એકબીજાની પાસે આવવા માટે સફળ રહ્યું, બસ મારું દિલ જ પ્રેમથી અધૂરું રહી ગયું : સાચા દિલથી પ્રેમ કરેલ છોકરીની પ્રેમકહાની…

લોકડાઉનના દિવસોમાં ફરી નિકિતા સાગર સાથે મળી કે જે બચપનથી એનો જ ક્રશ રહ્યો હતો. આ કહાની છે બે દિલ થી દિલની. ઇન્ડિયામાં ઘણા એવા દિલ છે જે માત્ર પ્રેમ કરે છે પણ દુનિયા સામે જાહેરમાં પ્રેમને સ્વીકારવા માટે ડરે છે. પણ નિકિતા એક એવી છોકરી છે જે તેની પ્રેમકહાની દુનિયા સામે જાહેર કરે છે. આ એક સાચા દિલની આત્મકથા છે, તો મહેરબાની કરીને આ કહાનીને અંત સુધી વાંચવાનું ભૂલતા નહીં.

Image by Tuhin khamaru from Pixabay

આ પહેલો દિવસ હતો જયારે પ્રધાનમંત્રીએ 21 દિવસ માટેના લોકડાઉનની જાહેરાત કરી. માર્ચ મહિનાની શરૂઆત – સુંદર શાંત વાતાવરણ, હલકી હલકી પવનની લહેરકી અને વસંત ઋતુની મૌસમ હતી. બધા લોકો ઘરેથી પોતાનું કામ કરી રહ્યા હતા. એ સમયમાં હું પણ લેપટોપ લઈને અગાસી પર કામ કરવા માટે ગઈ.

છત પર જઈને એક ખુરશી અને ટેબલ રાખ્યું. અને હું ઈન્ટરનેટ કનેક્ટ કરી રહી હતી. ત્યારે જ મારું ધ્યાન સામેના ઘરની છત પર પડ્યું. ત્યાં કોઈ ઉભું હતું. એ મારી બાજુ ‘હાય’ કહેવા માટે હાથ લહેરાવી રહ્યો હતો.

એ સાગર હતો. તેને મારા દિલની ધડકન વધારી દીધી. કેમ કે, એ મારા ઘરની બાજુમાં રહેતો પાડોશી હતો અને એથી વિશેષ એ મારા બચપનનો ક્રશ વધારે…!!

“કેમ છો નિકિતા? ઘણા દિવસો પછી તને જોઈ…” સાગરે મને પૂછ્યું. અમે બંનેએ એકબીજાના હાલચાલ પૂછ્યા. તેને સાથે એ પણ જણાવ્યું કે તે મારી જેમ જ ઘરે કામ કરી રહ્યો છે. મેં પણ તેની વાતમાં રસ લેતા કામ વિષે પૂછ્યું. સામે તેને મારા કામ બાબતમાં રૂચી દેખાડી. એ વાતોવાતોમાં અમે પોતપોતાના લેપટોપમાં કામ કરવા માટે વળગી પડ્યા.

પણ મારો દિમાગ ક્યાંક બીજે જ ચાલી રહ્યો હતો, અને બધું જ ફરી યાદ આવી રહ્યું હતું!

Image by Sasin Tipchai from Pixabay

સોનેરી યાદ :

સાગર –

આ નામ મારા માટે બચપનમાં બહુ જ જરૂરી હતું. તે મારા ઘરની બિલકુલ સામે જ રહેતો હતો. અને મારાથી બે વર્ષ ઉંમરમાં મોટો હતો. અમે બંને અલગ-અલગ સ્કુલમાં ભણતા હતા. હું 6 કે 7 માં ધોરણમાં કદાચ ભણતી હઈશ. કિશોરી અવસ્થા તરત જ પહેલાની ઉંમર! સ્કુલથી આવ્યા પછી અમે બંને બીજા બાળકો સાથે રમતા હતા.

મને બહુ જ ખુશી થતી હતી જ્યારે અમે બહાર રમતા હોય અને સાગર મારી ટીમમાં શામિલ હોય. અને અમે બંને એકસાથે બેડમિન્ટન રમતા. હું હંમેશા સાગરને મારી ટીમમાં જ રાખવા માંગતી હોય અને એ માટે ભગવાનને પ્રાર્થના પણ કરતી હોય.

તેની સાથે રમવું મારા માટે એટલું માન્ય રાખતું હતું કે રાતનું જમવાનું પણ જલ્દીથી જમી લેતી. એ સમયમાં જ્યારે ટીવીમાં વધારે ચેનલ ન આવતી હતી અને અમે દરરોજ રાતે જમ્યા પછી બહાર રમતા હતા. અમને બગાડવા માટે એ સમયમાં બહુ વિકલ્પ ન હતા. 90 ના સમયમાં મોટાભાગના બાળકોએ એક જ શ્રુંખલાનો સમય જોયો છે.

એ સમયમાં અમે ‘આહટ’ જેવા હોરર શો જોવામાં એકસાથે કલાકો વિતાવી નાખતા હતા. અને એ સતત વિચારતા રહેતા કે હવે નવું શું આવશે? અને સાગર સાથે જોયેલા ‘શક્તિમાન’ શો ને તો હું કેમ ભૂલી શકું!!

મારા પગ અને સાગરનું ટચ :

Image by dima_goroziya from Pixabay

સાગરની મોટી બહેન –

દિવ્યા દીદી મારી પણ સારી એવી દોસ્ત હતી. હું દિવ્યા દીદીને મળવા માટે તેના ઘરે જતી હતી. અને સાથે છુપાઈને અથવા આડકતરી રીતે સાગરને જોવો એ આદત બની ચુકી હતી. હું આઠમના દિવસની પૂજા બહુ યાદ કરું છું, તે દિવસે તો સાગરના મમ્મી મને સામેથી તેના ઘરે બોલાવતા હતા.

આમ તો મને ધાર્મિક કાર્યક્રમમાં જવાનો બહુ શોખ ન હતો, પંરતુ સાગરના ઘરે કોઇપણ કારણે જવું મને બહુ જ ગમતું હતું. એ સમયમાં ખબર નહીં પણ એક પ્રકારની એવી પૂજા કરવામાં આવતી જ્યારે સાગર મારા પગ ધોતો અને મારા કાંડામાં એક લાલ દોરો બાંધતો. મને તો આવા કામમાં તેની સાથે બહુ જ નાની-નાની ખુશી મળતી હતી.

શું મેં કોઈ દિવસ કોઈને કહ્યું છે કે સાગર મને બહુ જ પસંદ છે? ના ક્યારેય નહીં. આ બધું મારા દિમાગમાં હતું. વાસ્તવમાં, અમે બંને અલગ થઇ ગયા અને 12 ધોરણ પછી કદાચ જ એકબીજાના ચહેરા જોવાનું પણ થયું. એ કોઈ બીજી કોલેજમાં ભણવા ચાલ્યો ગયો અને ભણવામાં વ્યસ્ત થઇ ગયો. એની એ વ્યસ્તતામાં મેં એકવાર તેની ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. પણ તેને મને રીક્વેસ્ટ મોકલવાની તસ્દી ન લીધી અને મારી રીક્વેસ્ટને એક્સેપ્ટ કરવાની પણ! દિવ્યા દીદી હાલ પણ મારા ફ્રેન્ડ લીસ્ટમાં છે.

આટલો નજીક, છતાંય… :

Image by StockSnap from Pixabay

વર્ષો વીતી ગયા અને ખબર પડી કે તેના લગ્ન થઇ રહ્યા છે. હું આમ તો મારા મનના માનેલા પ્રેમીના લગ્નમાં શામિલ થવા માટે ઉત્સુક હતી. મને આ મજેદાર લાગતું હતું કારણ કે એ માણસના લગ્ન, જે એક દિવસે મારો ક્રશ હતો. અને એમ જ સમય વીતી ગયો. આજે તો એને પાંચ વર્ષનો છોકરો ‘વિયાન’ છે. હવે તો મોટાભાગે એ વિયાન સાથે રમતો નજરે પડે છે.

જે દિવસોમાં આપણે સૌ કોવિડ-19ની મહામારીના દિવસોમાં ઘરમાં જ બંધ હતા. અને થાળી વગાડીને દેશની એકતા જાળવવામાં મદદ કરવાની હતી ત્યારે એ જ દિવસે હું પણ બાલ્કનીમાં ઉભી હતી. એ દિવસે મને લાગ્યું અને ખરેખર હતું પણ એવું જ કે મેં ઘણા સમયે પાડોશીઓ સાથે વાતચીત કરી હતી. આપણે બધા ઘરમાં પુરાઈને બેઠા હતા અને મુશ્કેલીથી એકબીજાને જોતા હતા.

મને અહેસાસ થયો કે આપણે બધા એકબીજાની આટલી નજીક રહીએ છીએ, છતાં પણ બહુ વ્યસ્ત જીવનમાંથી માંડમાંડ સમય કાઢીએ છીએ જેમાં બાજુવાળા પાડોશી કે સોસાયટીના અન્ય કોઈ માણસને મળીએ; પણ એ દિવસ અલગ હતો.

એ દિવસ એટલા માટે અલગ હતો કે ભલે લોકડાઉન હતું પણ એ બહાને મને સાગર સાથે બેસીને વાતો કરવાની થોડી ક્ષણો મળી. અને સાગરના ફેમેલી સાથે પણ આ સમયમાં થોડું વાતચીત કરવાનું બન્યું. એ પછી ભલે મને અથવા સાગરને વ્યસ્તતા ફરી મળી પણ ક્રશ સાથે એક આખી કલાકની અમુક મીનીટો તો મળી!!

વાસ્તવની જિંદગી :

Image by Rondell Melling from Pixabay

આ તો મારા જીવનનું બચપનથી લઈને આજ સુધીનું યાદી ઝરણું હતું. આજે મારી ઉંમર 30 વર્ષની છે, દિલ્હીમાં ઘર છે અને ગ્રાફિક્સ ડીઝાઇનની ફિલ્ડ આવડી ચુકી છે. છતાય આજેય સાગર સામે કેવી રીતે મનમાં છવાયેલા પ્રેમની વાત કહેવી એ નથી આવડતું. આવડતું નથી કે એક પ્રકારનો ડર હતો એ હું પણ જાણી શકી નથી!

ક્યારેક જીવનમાં પાછલા દિવસો યાદ કરવા બેસું ત્યારે એમ પણ થાય છે કે થોડી હિંમત કરી લીધી હોત તો સાગરને મનની વાત કરી શકી હોત… કદાચ એ ક્રશમાંથી કાયમ માટેનો ‘લવ’ બની ગયો હોત અને એ કામ માટે જ મારે હિંમતથી પ્રેમને જાહેર કરવાની જરૂર હતી. પણ હવે તો શું?? મારી પાસે એક વસ્તુ છે આખી જિંદગીનો અફસોસ. બધું પાસે છે પણ સાગર નથી અને ક્રશ પણ… હવે તેને ક્રશ પણ ગણવો મુશ્કેલ છે…એમાંને એમાં મેં સિંગલ લાઈફ જીવવાનું નક્કી કર્યું છે.

એ પાછળનું કારણ શું છે એ તો ખબર નથી પણ ‘સાગર’ જેવું દિલમાં કોઈ માફક આવતું નથી કે કોઈ ક્રશ બની શકતું નથી. મને નિકિતા અને ફક્ત નિકિતા તરીકેની ઓળખ જ અત્યારે તો ઠીક લાગે છે કારણ કે, “યે દિલ તુમ બિન કહીં લગતા નહીં, હમ ક્યાં કરે….”

આવી જ અન્ય કહાનીઓ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલ રહો. અહીં અમે દરરોજ કૈંક નવું પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *