લોકડાઉન: સાથે મળી કરી લો આ કામ, મુશ્કેલીના સમયમાં બની જશે યાદગાર

લોકડાઉન એ કોરોના વાયરસથી બચવા માટેનો એક અસરકારક માર્ગ માનવામાં આવી રહ્યો છે. ઘરમાં કેદ કપલ્સ માટે લોકડાઉન રિશ્તોને પરખવાનું કામ કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે બંને વર્કિંગ કરતા હોઈ. આ સમયે પાર્ટનર એક બીજાથી ઓફીસ ની સાથે સાથે ઘરના કામમાં પણ સમાન ભાગીદારીની અપેક્ષા રાખતા હોઈ.

લોકડાઉનએ જિંદગીને ઘણી રીતે બદલી નાખ્યો છે. જિંદગી પ્રત્યે હવે લોકો નો નજરીયો અને પ્રાથમિકતાઓ બદલી રહી છે. બદલાવ ના આ સમયમાં કપલ્સની એક બીજા માટેની જિમ્મેદારી વધી જાય છે. અમુક ખાસ તરીકાઓ અપનાવી તમે રિશ્તો ને વધુ મજબુત બનાવી શકો છો. જેમાં મુશ્કેલી ભરેલો આ સફર નક્કી કરવામાં સરળતા રહેશે.

ખુદનું ધ્યાન રાખવું –

પાર્ટનર સાથેના સંબંધને મજબુત બનાવવા માટે સૌ પ્રથમ તમારે પોતાનું ધ્યાન રાખવું પડશે. તણાવ મુક્ત રહો. થોડો સમય એકલતામાં વિતાવો. પુસ્તકો વાંચો અથવા કંઈક લખો. માનસિક રીતે તમારી જાતને મજબૂત કરવા માટે ધ્યાન કરો.

યોજના બનાવો-

કોઈપણ પરિસ્થિતિથી કેવી રીતે નિપટવું, જીવનસાથી સાથે બેસી તેની યોજના બનાવો. કોઈ પણ મુદ્દા પર ખુલ્લીને જીવનસાથી સાથે ચર્ચા કરો. જવાબદારીઓને સમાનરૂપે વહેંચો અને એકબીજાને સહારો આપો. દિવસ પૂરો થયા પહેલા આગલા દિવસે કયા કામને કેવી રીતે કરવું તેનો પ્લાન પણ પહેલેથી જ તૈયાર કરી લો.

ભાવનાઓને સમજો –

કામના બીજના ચક્કરમાં એક બીજાને નજરઅંદાજ ના કરવા. પાર્ટનરને પૂછતાં રહેવું કે તે કેવો અનુભવ કરી રહ્યા છે, તેને કોઈ વસ્તુની જરૂરત તો નથી ને અથવા તમે કઈ રીતે તેની મદદ કરી શકો છો.

એકબીજાને સ્પેસ આપો –

આ સમયે, તમે બંને એકબીજા સાથે વધુને વધુ સમય પસાર કરી રહ્યા હશો. આ સમયમાં પ્રેમની સાથે સાથે તણાવમાં રહેવાનું પણ શક્ય છે, તેથી એકબીજાને થોડી સ્પેસ આપો. જો તમે બંને વર્કોંગ છો તો અલગ અલગ રૂમમાં બેસી કામ કરો. ભલે તમે પૂરો દિવસ એક ઘરમાં હોઈ પરંતુ પાર્ટનર ને થોડો સમય એકલા રહેવા માટેનો મોકો આપવો. તમે બંને એક રૂમમાં એક બીજા સાથે વાત કર્યા વિના પણ તમારા શોખને પૂરા કરી શકો છો. જેમકે પુસ્તકો વાંચવા અથવા વેબ સિરીઝ જોવી.

એકબીજાના વખાણ કરો

કોઈ પણ પાર્ટનર પરફેક્ટ નથી હોતા પરંતુ આ સમયમાં દરેક લોકો એક બીજા નો પૂરો સાથ દેવાની કોશિશ કરી રહ્યા છે. પાર્ટનરના પ્રયત્નો માટે તેની પ્રશંસા અને આભાર માનતા રહો.

સાથે બાગબાની કરો –

ખુદને સકારાત્મક રાખવા માટે બાગબાની થી સારો વિકલ્પ ના હોઈ શકે. એકબીજા સાથે બાગબાની કરવી અને છોડ ઉગાડવા. તેનાથી માનસિક તણાવ પણ ઓછો થશે. આ રીતની કોઈ બીજી એક્ટીવીટી પણ કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment