ગરમા ગરમ પરાઠા સાથે લો આ સ્વાદિષ્ટ લસણની ચટણીનો સ્વાદ

Image Source

લસણની આ ચટણીનો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લસણ ની આ ચટણી તેની તાજી કળીઓમાંથી તૈયાર કરવામાં આવે છે, જેનાથી તેની તાજગી અને સ્વાદ બંને જળવાઈ રહે છે લસણ ની  ચટણી લસણની કળીઓમાંથી બનાવવામાં આવે છે. અમે શરત લગાવી શકીએ કે એકવાર તમે આ સ્વાદિષ્ટ રેસીપી ખાધા પછી તેનો સ્વાદ ભૂલી નહીં શકો. તમે આ ચટણીને રોટલી, ભાત કે પરાઠા જેવી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ  શકો છો. લસણના સ્ટ્રોંગ સ્વાદની સાથે તેમાં ઉપયોગમાં લેવાતા મસાલા તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. આ રેસીપી બનાવતી વખતે તમારે સૌથી મહત્વની બાબત ધ્યાનમાં લેવી જોઈએ કે જો તમે તમારી લસણની ચટણીને જયુસી અને તેના સંપૂર્ણ સ્વાદ સાથે બનાવવા માંગતા હોવ તો તમારે સૂકા લસણનો ઉપયોગ ન કરવો જોઇએ. ચાલો જોઈએ કે આ ચટણી કેવી બનાવવામાં આવે છે.

સામગ્રી

  • 5 – લાલ મરચું
  • 14 –લસણ ની કળી
  • 2 ચમચી સૂર્યમુખી તેલ
  • 150 ગ્રામ આદુ
  • જરૂરિયાત મુજબ લીંબુનો રસ
  • 1 ચમચી જીરું
  • જરૂર મુજબ મીઠું
  • 1 ચમચી હળદર

વિધિ:

Image Source

સ્ટેપ 1:

પહેલા આદુ સાફ કરો, તેને મોટા મોટા ટુકડા માં કાપી ને એક બાજુ રાખો. હવે એ જ રીતે લાલ મરચું કાપી લો.

Image Source

સ્ટેપ 2:

એક કડાઈમાં તેલ ગરમ કરો તેમા જીરું નાખો. હવે તેમાં સમારેલા આદુના ટુકડા ઉમેરી બરાબર મિક્ષ કરી લો. તેમાં સમારેલ લસણ ના ટુકડા ઉમેરો.

Image Source

સ્ટેપ 3:

જ્યારે લસણ બ્રાઉન થવા લાગે છે, તેના પર લાલ મરચાના ટુકડા નાખો અને આખા મિશ્રણને 2 થી 3 મિનિટ સુધી બરાબર પકાવો. હવે સ્વાદ મુજબ મીઠું અને થોડું હળદર નાંખો અને બરાબર મિક્ષ કરી લો.

Image Source

સ્ટેપ 4:

આખા મિશ્રણનેથોડું ઠંડુ થવા દો અને એક બાજુ સેટ કરો. જ્યારે તે ઠંડુ થાય, તેને મિક્સર ગ્રાઇન્ડરના  જારમાં નાંખો અને પાતળી પેસ્ટ બનાવો. અને તેને બાઉલમાં ખાલી કરો અને તેની ઉપર લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરો.

Image Source

સ્ટેપ 5:

તમારી સ્વાદિષ્ટ લસણની ચટણી તૈયાર છે, તેને રોટલી અથવા ભાત સાથે પીરસો.આ લસણની ચટણીનો સ્વાદ જેટલો વધુ છે, તેટલો જ તે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વધુ સારી છે. તેનો ઉપયોગ ખાસ કરીને શિયાળાની  ઋતુમાં થવો જોઈએ કારણ કે લસણ શરીરને અંદરથી ગરમ કરે છે. તેથી તમે જોયું છે કે આ લસણની ચટણી લસણના સ્ટ્રોંગ સ્વાદ સાથે આ મસાલાઓને મિક્સ કરીને કેટલી સ્વાદિષ્ટ બને છે તમે તેને બપોરના સમયે, રાત્રિભોજન અથવા નાસ્તામાં કોઈપણ વાનગી સાથે લઈ શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment