ખાવાના શોખીન લોકોને પિઝ્ઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે અને મન કરે છે કે ફટાફટ પિઝ્ઝા સામે આવી જાય. પરંતુ શું તમે હંમેશા તેમ કરી શકો છો, કેમકે પિઝ્ઝામાં વધારે ચીજ હોય છે. હવે તમે ઘરે પણ પરફેકટ ક્રસ્ટ અને ચીઝ પિઝ્ઝા બનાવી શકો છો.
આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સ્વીટ કોર્ન પિઝ્ઝાની સરળ અને ઝડપી રેસિપી જેને તમે ઘણી સરળતાથી ઘરે જ બનાવી શકો છો તે પણ કોઈ મુશ્કેલી વગર.
ઘતે તમે સ્વીટ કોર્ન પિઝ્ઝા પણ બનાવી શકો છો. જી હા, સ્વીટ કોર્ન પિઝ્ઝાનું આપણા દિલમાં કંઇક અલગ જ સ્થાન છે અને તેમાં કેલેરી પણ ઓછી હોય છે. તેથી તમે તેને કોઈ ચિંતા વગર ખાઈ શકો છો. સ્વીટ કોર્ન પિઝ્ઝા ગળ્યા પણ હોય છે અને તેની ઉપર થીન ક્રસ્ટ ચીઝ લેયર સ્વાદમા બમણો વધારો કરે છે. પિઝ્ઝા ના પ્રેમીઓ માટે તેનાથી સારી ટ્રિટ કોઈ હોઈ શકે નહીં.
તો ચાલો જાણીએ સ્વીટ કોર્ન પિઝ્ઝાની હોમમેડ રેસિપી વિશે. તેના માટે સ્ટેપ બાય સ્ટેપ રીત જુઓ અને ઘરે જ સ્વીટ કોર્ન પિઝ્ઝા બનાવો.
તૈયારીનો સમય:
- બનાવવાનો સમય- 1કલાક 46મિનિટ
- રસોઈ નો સમય-25મિનિટ
- કુલ સમય-2કલાક 11મિનિટ
લેખક-મીના ભંડારી
રેસીપી નો પ્રકાર-મેઈન કોર્સ
પીરસવાનું – 5
સામગ્રી:
લોટ માટે:
- મેંદો – 3 કપ (360ગ્રામ) + ડસ્ટિંગ માટે
- પાણી – 1કપ ગરમ
- ડ્રાઈ એક્ટિવ યિસ્ટ – 2 ચમચી
- ખાંડ – 1/4 ચમચી
- મીઠું – 1/4 ચમચી
- ઓલિવ ઓઈલ – 2ચમચી + ગ્રિસિંગ માટે
પિઝ્ઝા સોસ માટે:
- ટોમેટો પ્યુરી – 2 કપ
- ઓલિવ ઓઈલ – 2ચમચી
- મીઠું – 1 ચમચી
- ટોમેટો કેચઅપ – 1/2 કપ
- લાલ મરચું પાવડર – 2 ચમચી
- લસણ – 5,6 કાપેલા
- મિક્સ હર્બ- ૨ ચમચી
- કાંદો – 1 બારીક સમારેલો
ટોપિંગ માટે:
- સ્વીટ કોર્ન – 1 કપ
- પિઝ્ઝા સોસ – 1 કપ
- મોઝરેલા ચીજ – 1 કપ છીણેલું3
- ઓરેગાનો – જરૂરિયાત મુજબ (છાંટવા માટે)
- ચીલી ફ્લેક્સ – જરૂરિયાત મુજબ (છાંટવા માટે)
પિઝ્ઝા કેવી રીતે બનાવવા:
1. યોગ્ય રીતે બાંધેલો પિઝ્ઝાનો લોટ લો.
2. પિઝ્ઝા સોસ થી પિઝ્ઝા બેઝને ઢાંકી દો.
3. પિઝ્ઝા બેઝની ઉપર સ્વીટ કોર્ન નાખો અને બધી જગ્યા પર ફેલાવી દો.
4. જરૂરિયાત મુજબ મોઝરેલા ચીઝ લગાવો.
5. ઓરેગાનો નાખો. (જરૂરિયાત મુજબ)
6. ચીલી ફ્લેક્સ છાંટો.
7. ઓવનને 10 મિનીટ માટે પ્રી હિટ કરો.
8. પ્રિહીટેડ ઓવનમાં પિઝ્ઝા પેન મૂકી દો.
9. 20 મિનીટ માટે 160 ડિગ્રી સેલ્સિયસ પર પિઝ્ઝા બેક કરો જ્યાં સુધી ક્રિસ્પી ન થાય.
10. એક વાર મનપસંદ ક્રસ્ટ આવ્યા પછી પેન ને ઓવન માથી બહાર કાઢી લો.
11. પિઝ્ઝાને કટર અથવા ચપ્પુથી કાપી લો અને ગરમા ગરમ પીરસો.
સુચના:
1.કણક બનાવતી વખતે સાવધાની રાખવી. ધ્યાન રાખવું કે તમારે પાતળું કણક રાખવાનું છે જેથી મોઢામાં મૂકતા જ પીગળી જાય.
2. તાપનું ધ્યાન રાખવું, પિઝ્ઝા ને વધારે શેકાવા ન દેવા કારણકે કોઈપણ ને ઓવરકુકુ પીઝ્ઝા પસંદ નથી હોતા.
3. ઓવન માં રાખતા પહેલા પિઝ્ઝા પેનને ગ્રીસ કરવાનું ભૂલશો નહી.
4.પિઝ્ઝા સોસ બનાવવા માટે ટામેટાને વધારે ન પકવવા કારણકે તે પહેલાથી જ પાકેલા હોય છે અને તમને સોસનો ખાટો સ્વાદ પસંદ નહીં આવે.
ન્યુટ્રીશનલ સુચના:
- સર્વિંગ સાઈઝ -1
- કેલેરી -139
- પ્રોટીન – 4.2ગ્રામ
- કાર્બોહાઈડ્રેટ -22.6 ગ્રામ
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team