ચાલો આજે આપણે જાણીએ વજન વધવાના ૧૦ મુખ્ય કારણો

Image by Deedee86 from Pixabay

જો તમે પણ તેવા લોકોમાંથી છો જે પોતાના વધતા વજનને લઈને પરેશાન છો તો સામાન્ય છે કે તમે તેના કારણ જાણવામાં રસ ધરાવતા હશો અને જો તમે આ મુંઝવણમાં છો કે તમારું વજન સરખું છે કે નહિ તો આ વાંચો :

વજન વધવાનું વિજ્ઞાન ઘણું સીધું છે. જો તમે ખાવા પીવામાં જેટલી કેલેરી લઈ રહ્યા છો તેટલી વાપરશો નહિ તો તમારું વજન નક્કી વધશે. ખરેખર,બચેલી કેલેરી જ આપણા શરીરમાં ચરબી રૂપે ભેગી થાય છે અને આપણું વજન વધવા લાગે છે.

૧. ખાણી પીણી :

Image by silviarita from Pixabay

વજન વધવાનું સૌથી મુખ્ય કારણ આપણી ખાણી પીણી હોય છે. જો આપણા ભોજનમાં કેલેરીની માત્રા વધારે હોય તો વજન વધવાની સંભાવના વધારે હોય છે. વધારે તળેલું, ફાસ્ટ ફૂડ , દેશી ઘી, ઠંડા પીણા વગેરે પીવાથી શરીરમાં જરૂરતથી વધારે કેલેરી ભેગી થઈ જાય છે જેને આપણે કોઈ એફર્ટ વગર વાપરી શકતા નથી અને પરિણામ આપણા વધતા વજનના રૂપમાં દેખાઈ છે. જો તમે એ વાતની જાણકારી રાખી કે આપણા શરીરને દરરોજ કેટલી કેલેરીની જરૂર છે અને તેટલો જ વપરાશ કરો તો તમારું વજન વધશે નહીં.

૨. નિષ્ક્રિય રહેવું:

Image by pisauikan from Pixabay

જો તમારી દિનચર્યા એવી છે કે તમે વધારે હાથ પગ હલાવતા નથી તો તમારુ વજન વધવું લગભગ નિશ્ચિત છે. ખાસ કરીને જે લોકો ઘરમાં જ રહે છે કે દિવસ દરમ્યાન ખુરશી પર બેસીને કામ કરે છે તેને જાણી જોઈને તેમના દૈનિક જીવનમાં અમુક શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ. જેમકે તમે લીફ્ટની જગ્યાએ દાદરનો ઉપયોગ કરો, તમારી મનપસંદ ગેમ રમો, જેમકે બેડમિન્ટન , ટેબલ ટેનિસ વગેરે જો તમે એક ટ્રેડમિલ અથવા એક જીમ સાઈકલ પરવડી શકો અને તેનો નિયમિત રૂપે ઉપયોગ કરો તો ઘણું ફાયદાકારક થશે. તેનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે કે તમે રોજ થોડા સમય માટે ચાલવાની ટેવ રાખો.

૩. આનુવંશિક કારણ :

Image by andreas160578 from Pixabay

જો તમારા માતા પિતામાંથી કોઈ એકનું પણ વજન ખૂબ વધુ છે તો તમારું વજન પણ વધારે થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત આનુવંશિકતા ની અસર તમને અસર કરે છે કે તમને કેટલી ભુખ લાગે છે, તમારા શરીરમાં કેટલું દૂર અને સ્નાયુઓ છે, તેના પર પણ પડે છે. તે વ્યક્તિનું મેટાબોલિક રેટ અને તેનું શરીર નિષ્ક્રિય થવા પર કેટલી કેલરી બાળે છે તેના પર પણ અસર કરે છે.

૪. ઉંમર :

Image by Mihai Paraschiv from Pixabay

ઉંમર ની સાથે વજનનું વધવું એક સ્વાભાવીક પ્રક્રિયા છે, તેવું એટલે થાય છે કેમકે જેમ જેમ ઉંમર વધે છે તેમ આપણા સ્નાયુઓ ચરબીમાં રૂપાંતર થતાં જાય છે.ચરબીની માત્રા વધવા ના લીધે ડાયાબિટીસ અને હાઈપરટેન્શન થવાનો ભય વધી જાય છે. ઉંમર વધવાની સાથે સાથે આપણા મેટાબોલિઝ્મમાં પણ ઉણપ આવી જાય છે, તે કારણે સ્ત્રીઓમાં વજન વધવાની સંભાવના વધી જાય છે.

૫. જાતિ :

Image by Sasin Tipchai from Pixabay

તમારું સ્ત્રી કે પુરુષ હોવું પણ તમારા વજન પર અસર કરે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પુરુષથી ઓછી કેલેરી વાપરે છે, તેથી તેનું વજન વધવાની સંભાવના વધારે હોય છે. સ્ત્રીઓના શરીરમાં ચરબીની માત્રા પુરુષોની સરખામણીમાં વધારે હોય છે. એક સામાન્ય વજનની તંદુરસ્ત સ્ત્રીના શરીરમાં ૨૫ ટકા ચરબી હોય છે જેમકે તેવાજ એક પુરુષમાં આ માત્રા ફકત ૧૫ ટકા હોય છે.

૬. મનોવૈજ્ઞાનીક કારણ :

Image by Gerd Altmann from Pixabay
ઘણી વાર વજન વધવાનું કારણ માનસિક હોય છે. ભાવનાત્મક સમસ્યા કે ડિપ્રેશનના કારણે વ્યક્તિ વધારે ખાવા પીવા લાગે છે. જે કારણે વજન વધી જાય છે.

૭. ગર્ભાવસ્થા :

Image by StockSnap from Pixabay

ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું એક સામાન્ય પ્રક્રિયા છે. સામાન્ય રીતે કોઈ સ્ત્રીનું વજન ૫ થી ૧૦ કિલો સુધી વધી જાય છે જે બાળકને કપ પોષણ પહોચાડવા માટે જરૂરી છે.

૮. દવાઓ :

થોડી મહત્વની દવાઓ તમારું વજન વધારી શકે છે. જેમકે એન્ટીડિપ્રેસન્ટ્સ અથવા કોર્ટીકોસ્ટેરોઇડ્સ. જન્મ નિયંત્રણની ગોળીઓ ખાવાથી પણ વજન અઢી કિલો સુધી વધી શકે છે.

૯. રોગ :

Image by truthseeker08 from Pixabay

રોગમાં પણ વજન વધી શકે છે, કેમકે આ દરમિયાન માણસની ગતિવિધિઓ ખૂબ ઓછી થઈ જાય છે અને શરીરમાં ચરબી વધી શકે છે.

૧૦. ધૂમ્રપાન છોડવાથી:(

સિગારેટ છોડ્યા પછી વ્યક્તિનું વજન ૩-૪ કિલો વધી શકે છે. પરંતુ ધૂમ્રપાન છોડવાથી થતાં ફાયદા તેના કરતા વધારે છે, તેથી તેને છોડવામાં જ ભલાઈ છે.

ખાસ નોંધ : ધૂમ્રપાન નું અમે સમર્થન  નથી કરતાં, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment