ચાલો જાણીએ એક ચોરની સાચી વાર્તા વિશે.

Image by TheDigitalWay from Pixabay

ઘણા સમય પહેલાની વાત છે કે નંદન ગામમાં એક ચોર રહેતો હતો. તે ઘણો ખતરનાક અને ચાલક ચોર હતો. આજ સુધી તેને કોઈપણ ચોરી કરતા પકડી નથી શક્યા. તેનો એક છોકરો પલટન હતો તે હંમેશા તેના છોકરાને સારી વાત જણાવતો હતો અને જ્યારે તેનો છોકરો પૂછતો હતો કે પપ્પા બધા લોકો તમને ચોર કેમ બોલાવે છે, તો એ કહેતો હતો કે બેટા હું એવો નથી. બધા લોકો આપણી દરેક વસ્તુઓની ઈર્ષા કરે છે. બધા લોકો તે નથી ઈચ્છતા કે તું સારી સ્કૂલમાં અભ્યાસ કરે.

ત્યારબાદ તે ખુશ થઈ જતો અને તેના મિત્રો સાથે રમવા ચાલ્યો જતો.

Image by florentiabuckingham from Pixabay

સમય વીતતો ગયો અને એક દિવસ છોકરો મોટો થઈ ગયો અને તેણે બાર પાસ કરી લીધુ, પરંતુ સામુ ચોર પાસે એટલા પૈસા ન હતા કે તે તેના છોકરાને વધારે આગળ ભણાવી શકે. તેના છોકરાએ ઘણી જગ્યાએ નોકરી માટે અરજી કરી પરંતુ ઓછું ભણ્યો હોવાથી તેને કોઈપણ નોકરી આપતા ન હતા. સામુને તેના છોકરાને લઈને ચિંતા થવા લાગી તે છોકરા માટે કઈક કરવા માંગતો હતો, પરંતુ તેની વાત કોઈ ન માનતુ. અંતે જ્યારે સામૂને કોઈ રસ્તો ન દેખાયો ત્યારે સામુએ તેના છોકરાને ચોર બનાવવાનું વિચારી લીધુ અને એક દિવસ રાત્રે તેને લઈને નીકળી પડ્યો. પલટનને આ વાતની જાણ ન હતી કે તે લોકો ચોરી કરવા જઈ રહ્યા છે. હમણાં થોડી દૂર તે લોકો ચાલી રહ્યા હતા કે એક શેઠનું ઘર દેખાયું અને તેણે તેના છોકરાને કહ્યું આપણે લોકોએ અહી ચોરી કરવાની છે.

Image by Sammy-Williams from Pixabay
પલટન શેઠના ઘરની લાઈટને ખુબ ધ્યાનથી જોઈ રહ્યો હતો અને કંઇક વિચારી રહ્યો હતો. ત્યારે તેના પપ્પાએ તેને બોલાવ્યો અને કહ્યું આપણે લોકોએ આ રસ્તેથી ઘરમાં જવાનું છે. પલટન હજી પણ લાઇટને જોઈ રહ્યો હતો, ત્યારે સામૂએ પૂછ્યું શું થયું ત્યારે પલટન બોલ્યો – પપ્પા હું આ ચોરી નહિ કરી શકીશ. સામુએ પૂછ્યું કેમ – ત્યારે પલટન બોલ્યો – તે લોકો પ્રમાણિકતા અને મહેનતથી કમાઈ છે ત્યારે તેના ઘરમાં હંમેશા પ્રકાશ રહે છે અને આપણે લોકો ચોરીથી ઘણુ કમાઈએ છીએ તો પણ આપણે અંધારામાં જ રહીએ છીએ. આ સાંભળીને સામુ શરમથી લાલ થઈ ગયો અને તે દિવસથી ચોરી છોડી દીધી.

મિત્રો આ વાર્તાથી આપણે લોકોને એ શીખ મળે છે કે પ્રામાણિકતાની કમાણી ક્યારેય વ્યર્થ નથી જતી. પ્રામાણિકતાની કમાણી થી પણ લોકો ધનવાન બની શકે છે પરંતુ તેમાં થોડો સમય લાગે છે. તમને આ વાર્તા કેવી લાગી ? કૉમેન્ટ બૉકસમાં લખીને જરૂર જણાવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment