ચાલો જાણીએ ભીંડી દો પ્યાજા બનાવા ની એકદમ સરળ રીત

બાળકો હોય કે પુખ્ત વયના લોકો ખાવામાં ખૂબ જ આનિકની કરતાં હોય છે. ગૃહિણી તરીકે તમે રોજ વિચારતા હશો કે રોજ રોજ શું બનાવું? પરંતુ એવું કહેવામાં આવે છે કે જેઓ એક પણ શાકભાજી ખાતા નથી. તેઓ ભીંડા ખાવાનું પસંદ કરે છે. ભીંડી દો પ્યાજા એ વધુ ડુંગળી થી બનેલ શાક છે. સ્વાદમાં આ શાકભાજી વિશે શું કહેવું? મસાલા અને ડુંગળીના મિશ્રણ થી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો આજે અમે તમને આ મસાલેદાર ભીંડી દો પ્યાજા ની રેસિપી જણાવી રહ્યા છીએ, ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ રેસીપી.

Image Source

મુખ્ય સામગ્રી

Image Source

  • 250 ગ્રામ મીડિયમ સાઇઝ માં કાપેલા ભીંડા
  • 1 મોટી સમારેલી ડુંગળી
  • 1 મધ્યમ ક્યૂબ સાઇઝ માં કાપેલા ટામેટાં
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી દહીં
  • 1 ચમચી કોથમીર પાવડર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી જીરું
  • 1 ચપટી હળદર
  • જરૂર મુજબ મીઠું
  • 2 ચમચી  તેલ

ગાર્નીશીંગ

  • 2 ટુકડા લીલી ડુંગળી
  • કોથમીર

વિધિ

સ્ટેપ 1:

ભીંડા ધોયા પછી તેને સૂકવીને કાપી લો. એક કડાઈ લો અને તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખો. તે બ્રાઉન થાય સુધી તેને ફ્રાય કરો અને તેને એક બાજુ રાખો.

સ્ટેપ 2:

હવે તે જ કઢાઈ માં ભીંડા નાંખો અને એક કે બે મિનિટ માટે ડીપ ફ્રાય કરો. આ પછી, તેને એક અલગ પ્લેટમાં પણ બહાર કાઢો.

સ્ટેપ 3:

ત્યારબાદ એક કડાઈ લો અને તેમાં થોડું તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. આ પછી જીરું ઉમેરો જે આપણે પહેલેથી વાટી ને રાખ્યું છે.   હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને બરાબર શેકો. હવે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખો અને તેને સારી રીતે મેશ કરો.

સ્ટેપ 4:

હવે તેમાં સમારેલા ટામેટાં નાંખો અને તેને પકાવો. આ પછી તેમા દહીં નાંખો અને પછી બરાબર મિક્ષ કરી લો. હવે તેમા મસાલા નાખો. સૌ પ્રથમ તેમા સ્વાદ મુજબ મીઠું, લાલ મરચુ અને ધાણાજીરું  પાવડર નાખો.અંતે, તેમાં હળદર પાવડર નાખો. જ્યારે મસાલા સંપૂર્ણ શેકાઈ જાય ત્યારે કઢાઈ માં થોડું પાણી ઉમેરો.

સ્ટેપ 5:

Image Source

હવે તેમા ફ્રાય કરેલ ભીંડી ઉમેરો અને મસાલા ભીંડા માં ભરાય ત્યાં સુધી રાંધો. હવે ધીમા તાપે તળેલી ડુંગળી નાખી બરાબર મિક્ષ કરી લો. ભીંડી દો પ્યાજા નું શાક તૈયાર છે. તેને ગરમ રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *