ફક્ત ખૂબસૂરતી માંટે જ નહીં પણ સ્વાસ્થ્ય માંટે પણ લાભદાયી છે ગુલાબ ચાલો જાણીએ

સુંદર દેખાવા માટે તમે શું-શું નથી કરતા? બ્યૂટી પાર્લર થી લઈને દાદીમાં ના નુસખા અજમાવવા સુધી તમે બધી જ વસ્તુ ટ્રાય કરી ચૂક્યા હશો. જ્યારે આટલી બધી વસ્તુ અજમાવી ચૂક્યા છો તો ગુલબ ને અજમાવી જુઓ. સુંદર દેખાવા માટે આપણે ખાનપાન નું ધ્યાન,  દવાઓનો ઉપયોગ, અને  ઘણા પ્રકારના કોસ્મેટિક્સનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ગુલાબની પાંખડી થી પણ તમને ઘણા ફાયદા થઈ શકે છે.

Image Source

ગુલાબનું ફૂલ દેખાવમાં સુંદર હોય છે, અને ખાધા પછી ફાયદાકારક પણ થાય છે. તેની પાંખડીઓ ખાવાથી આંતરિક અને બાહ્ય રીતે ઘણી રીતે ફાયદા થાય છે. ગુલાબમાં 95 ટકા પાણી હોય છે. તે અનેક પ્રકારની ઔષધીય ગુણો થી ભરપૂર હોય છે. તેની પાંખડીઓ ઘણા રોગોની સારવાર માંટેની   ક્ષમતા ધરાવે છે. વળી, તેની પાંખડીઓ ખાવાથી ચહેરા પર નિખાર આવે છે અને અનેક રોગોથી છૂટકારો મળે છે.

ગુલાબના ફૂલના ફાયદા

વજન ઓછું કરે છે.

ગુલાબમાં વિટામિન-સી અને એન્ટીઓકિસડન્ટો હોય છે. ગુલાબની પાંખડીથી બનેલ ગુલકંદ  ખાવાથી હાડકાં મજબૂત થાય છે. સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તમે પાંદડીઓની પેસ્ટ પાણી અથવા મેથી સાથે બનાવીને ખાઇ શકો છો. આનાથી શરીરનું વધારાનું વજન ઓછું થાય છે. આ ઉપરાંત ગુલાબની પાંખડીઓ મેટાબોલીસમ ને વધારવા માં મદદ કરે છે.

ચહેરા નો નિખાર વધે છે.

ગુલાબ ચહેરાના ખીલને દૂર કરવામાં પણ મદદ કરે છે. ગુલાબની પાંખડીની પેસ્ટ ત્વચા માટે ઘણી સારી છે. ગુલાબની પાંખડીઓ ને સુકાવી ને મુલતાની માંટી માં પાણી સાથે મિક્સ કરી ને અઠવાડિયામાં એકવાર લગાવો. તેનો વધુ ઉપયોગ કરવાથી ચહેરા પરના પીંપલ્સ ઓછા થાય છે. આ ઉપરાંત ગુલાબની પાંખડીઓ તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે.

થાક દૂર થાય છે.

તે શારીરિક અને માનસિક થાકને ઓછુ કરવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. ગુલાબની પાંખડીઓની સુગંધ તમારા શરીર અને મનને શાંત કરે છે. નવશેકા પાણી માં ગુલાબ ની પાંખડી નાખવાથી અને આ પાણી થી સ્નાન કરવાથી તણાવ ઓછો રહે છે. જો તમને ઊંઘ નથી આવતી  અથવા તો તમે તણાવમાં રહો છો  તો તમારા માથાની નજીક ગુલાબ રાખી ને સુવાથી તાણ ઓછું થાય છે અને અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે.

હોઠ ખીલી ઉઠશે.

ગુલાબ થી શરીરને ઠંડક મળે છે. તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને સ્વસ્થ રાખે છે. તેનાથી પેટમાં ઠંડક રહે છે. ગુલાબની પાંદડીઓમાંથી બનાવેલું ગુલકંદ સ્ફૂર્તિ આપનારું એક ટોનિક છે, જે થાક, આળસ, સ્નાયુમાં દુખાવો અને બળતરા જેવી સમસ્યાઓ પણ દૂર કરે છે. ગુલાબની પાંખડીઓ ખાવાથી તમારા હોઠ હંમેશા ખીલેલા દેખાશે. આવા સમયે હોઠ ફાટી જવાનો ભય પણ ઓછો રહે  છે.

ગુલાબની પાંખડીઓનો ઉપયોગ અને ફાયદા

 • ગુલાબની પાંખડી ખાવાથી પેઢા અને દાંત મજબૂત બને છે. મોઢા માંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે અને પાયરીયા થી પણ રાહત મળે છે.
 • ગુલાબમાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. રોજ ગુલકંદ ખાવાથી હાડકા મજબૂત બને છે. રોજ એક ગુલાબ ખાવાથી ટીબીના દર્દીને ખૂબ જ ઝડપથી રાહત મળે છે.
 • ગુલાબનાં પાન ગ્લિસરિન ઉમેરીને તેને પીસી લો. આ મિશ્રણને હોઠ પર લગાવો. તે હોઠને ગુલાબી અને સોફ્ટ બનાવે છે

 • ગુલાબમાંથી બનેલા ગુલકંદમાં ગુલાબનો અર્ક હોય છે. જે શરીરને ઠંડક આપે છે. તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને શરીર ને સ્વસ્થ રાખે છે. તેનાથી પેટમાં ઠંડક પણ રહે છે. ગુલકંદ એક પ્રકાર નું  ટોનિક છે, જે થાક, આળસ, સ્નાયુમાં દુખાવો અને બળતરા  જેવી સમસ્યાઓથી રાહત આપે છે.
 • જો તમે સૂઈ શકતા નથી અથવા તણાવ માં રહો છો , તો તમારા માથાની નજીક ગુલાબ નું ફૂલ મૂકી ને સૂઈ જાઓ જેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે.
 • અર્જુનની છાલ અને દેશી ગુલાબને પાણીમાં ઉકાળો. આ ઉકાળો પીવાથી હૃદય સંબંધિત રોગોનો અંત આવે છે. જો ધબકારા વધી રહ્યા હોય તો સુકી પાંદડીઓ ને ઉકાળી ને પીવો.
 • જો આંતરડામાં ઘા હોય તો 100 ગ્રામ મૂળેઠી, 50 ગ્રામ વરિયાળી ,50 gm ગુલાબની સુકી પાંદડીઓ એકસાથે પીસી લો. દરરોજ આ પાવડરનું દસ ગ્રામ સેવન કરો.

 

 • ગુલકંદમાં વિટામિન સી, ઇ અને બી સારી માત્રામાં જોવા મળે છે. જમ્યા પછી ગુલકંદ ખાવાથી પાચન સમસ્યાઓ દૂર થાય છે.
 • ગુલકંદમાં એન્ટી ઓકિસડન્ટો સારી માત્રામાં હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. તે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે.
 • જો ચહેરા પર નાના પીંપલ્સ હોય તો ગુલકંદનું સેવન કરો, પીંપલ્સ ખતમ થઈ જશે. જો બાળકોના પેટમાં બેક્ટેરિયા હોય, તો ગુલકંદમાં બાઇવિડિંગનો પાવડર મિક્સ કરો અને સવાર સાંજ એક ચમચી 15 દિવસ સુધી લો. પેટના બેક્ટેરિયા દૂર થઈ જશે.

 • જો આંખોમાં ધૂળ માટી ગઈ હોય કે ગરમી ને કારણે બળતરા થતી હોય અથવા તો ગુલાબજળથી આંખો ધોવાથી રાહત મળે છે. રતાંધણાપણું નામના આંખના રોગ માટે ગુલાબજળ દવા તરીકે કામ કરે છે.
 • સુકાઈ ગયેલ ગુલાબની પાંખડી નો પાવડર બનાવો. આ પાવડરને ચિકન પોક્સ દર્દીના પલંગ પર નાખીને તેને આરામ મળે છે.
 • ગુલાબને પીસીને માથા પર લગાવાથી થોડા સમય માં માથાનો દુખાવો દૂર થાય છે.
 • ભોજન કર્યા પછી પાન માં ગુલકંદ નાખી ને ખાવું જોઈએ. તેનાથી શ્વાસની ગંધ દૂર થાય છે અને ખોરાક પણ પચે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *