ચાલો જાણીએ તમે ખરેખર માં મોટાપા નો શિકાર થાય છે કે પછી તમારો વહેમ છે

આજકાલ લોકો સામાન્ય અને સંતુલિત ભોજન કરતાં જંક ફૂડ વડુ પસંદ કરે છે. બહાર નું ખાવાનું ખાવાથી પેટ ફૂલવું કે પછી પેટ ખરાબ થવું સામાન્ય બાબત થઈ ગઈ છે. જો તમારું પેટ ફુલેલું છે તો એ જરુરી નથી કે તમે જાડા થઈ ગયા છો. મોટા પેટ ને લઈ ને તમને થોડી અસહજતા અને ભાવાત્મક રીતે થોડી તકલીફ થઈ શકે છે. જ્યારે તમે તમારા પેટ ને જોવો છો તો તમને એવું લાગે છે કે તે જાડા થઈ ગયા છો. એટલે પેટ માં વસા ની માત્રા વધી ગઈ છે, જ્યારે તે પેટ માં સોજો પણ હોઈ શકે છે. જેના લીધે તમારું પેટ ફુલેલું દેખાય છે. 

જો તમારું પેટ મોટું હોય તેનો મતલબ એવો નહીં કે તેમા વસા બનેલી છે. એટલે તમારે બંને ના વચ્ચે નો ફરક જાણવો જોઈએ. તો ચાલો જાણીએ કે પેટ મોટું હોઈ તો ખરેખર તમારું વજન વધી ગયું છે. તમે જાડા થઈ ગયા છો. કે પછી તમારો એક આ વહેમ છે. અમે કેટલાક ઉપાય બતાવ્યા છે જેનાથી ખબર પડી જશે કે તમે જાડા થઈ ગયા છો કે તમારો વહેમ છે. 

Image by Tania Dimas from Pixabay

મોટાપો ફક્ત પેટ કે શરીર ના અન્ય ભાગ માં પણ હોવો. 

સૌથી પહેલા તો તમે તમારા શરીર ની તપાસ કરી લો કે મોટાપો ફક્ત પેટ પર જ દેખાય છે. કે પછી શરીર ના બીજા ભાગ માં પણ દેખાય છે. જો તે ફક્ત પેટ માં જ છે તો તમારા પેટ માં સોજો છે. એ સિવાય શરીર ના બીજા ભાગ જેમ કે, કુલ્લા, જાંઘ વગેરે ભાગ માં પણ હોય તો તે ભાગ માં વસા બની રહી છે તેમ કહેવાય. 

પેટ ના મોટપા નું કઠોર કે લચીલું થવું. 

સૌથી પહેલા તો તમે પેટ અને તેની આજુ બાજુ ના ભાગ માં જે ઊભાર છે ત્યાં કેન્દ્રિત કરો. હવે તે ભાગ ને દબાવો. સામાન્ય રૂપ થી પેટ માં વસા હોવાને કારણે પેટ દબાશે અને લચીલું પણ બનશે. જ્યારે ફુલેલા પેટ ને દબાવા થી તે કઠોર અને ટાઈટ લાગશે.  


Image by fabioeliasp1 from Pixabay

પેટ ના મોટપા નું ક્યારેક ક્યારેક વધવું કે પછી સતત વધવું. 

પેટ ના મોટપા ની અવધિ સમય સાથે બતાવે છે. કારણકે વસા ની કોશિકાઓ સમય ની સાથે વધે છે. અને તે સમય સાથે વધતી જ જાય છે. આના થી વિપરીત ફુલેલા પેટ ની કોશિકાઓ રહી રહી ને વધે છે. તેનો મતલબ એ કે પ્રતિ દિન પેટ ની સાઇઝ માં ઉતાર ચઢાવ રહ્યા કરે છે. 

પેટ માં મોટપા ની સાથે દુખાવો થવો.  

સૌથી મહત્વ ની વાત એ છે કે પેટ ના મોટપા ની સાથે તમને દુખાવો થાય છે કે નહીં. જો તમારું પેટ ફુલેલું હશે તો તમને પેટ માં થોડો દુખાવો થશે. જ્યારે અતિરિક્ત વસા કોઈ શારીરિક સમસ્યા નું કારણ નથી બનતી. જો ગેસ ના કારણે તમને પેટ માં સોજો આવે છે, તો તેના કારણે પણ પેટ ફુલેલું દેખાય છે. 

હવે તો તમે જાણી જ ગયા હશો કે જો તમારું પેટ મોટું હોય તો તમે મોટપા નો શિકાર નથી થયા. આ સમસ્યા પેટ માં ગેસ ના કારણે થતી સોજા ના કારણે પણ થાય છે. એટલે જ ડાયટ માં સંતુલિત આહાર લો, અધિક માત્રા માં પાણી પીવો. રોજ કસરત કરો અને કાર્બોહાયડ્રેટ અને મીઠા નો ઓછો ઉપયોગ કરો. 

Image by Bruno /Germany from Pixabay

મોટાપો

તમારી વ્યસ્ત જીવન શૈલી, ખાનપાન, તણાવ વગેરે ના કારણે મોટાપો વધે છે. જેના લીધે સૌથી વધુ વજન વધે છે. આજ કાલ તે એક સામાન્ય સમસ્યા બનતી જાય છે. ભારત માં દર ઘર માં કોઈ ને કોઈ આ બીમારી થઈ જ છે. કેટલીક વખત વધુ વજન તમને શરમ માં પણ મૂકે છે. મોટાપો આપણાં સ્વાસ્થ્ય માંટે ખૂબ જ હાનિકારક છે. 

મોટપા ના લક્ષણ 

મોટાપો તમારા શરીર ની સાથે સાથે તમને પણ પ્રભાવિત કરે છે. તમને એવું લાગતું હોય કે તમારા શરીર પર ચરબી ની પરત જામે એ કોઈ મોટી વાત નથી પણ તેનું પણ ગંભીર પરિણામ આવી શકે છે. જેમ કે થોડું થોડું કામ કરતાં થાક લાગવો, પસીનો થવો,જરૂરત કરતાં વધુ કે ઓછું ઊંઘવું. સ્વાસ જડપ થી લેવો. શરીર ના બીજા ભાગો માં સોજા આવવા. શરીર ના વિભિન્ન ભાગ માં વસા જામવી વગેરે. આ ઉપરાંત મોટપા થી ટાઇપ 2 મધુમેહ ની સાંભવના વધે છે. તે હર્દય રોગ ની સંભાવના ને પણ વધારે છે.

મોટપા ના કારણો 


Image by Free-Photos from Pixabay

1. મોટપા નું કારણ છે વધુ ખાવું 

ભોજન વધુ ખાવું એ મોટપા નું મુખ્ય કારણ છે. સામાન્ય રીતે મીઠાઇ અને ભારે ખાવાનું ખાવાથી તે પાચન તંત્ર અને વજન વધવાને પ્રભાવિત કરે છે. તે પણ અસંતુલન અગ્નિ માટે ઓળખાય છે. 

2. મોટાપો વધવાનું કારણ છે અયોગ્ય  ભોજન 

ખૂબ વધુ પ્રમાણ માં સૂકા મસાલા, મસાલેદાર વસ્તુ, અને તેલીય ખાધ્ય પદાર્થ ના સેવન થી વાત્ત ને બગાડી દે છે. જેનાથી અગ્નિ માં વૃદ્ધિ થાય છે. ખાધ્ય પદાર્થ કે જેમા ખાંડ ઉપયોગ વધુ કરવાથી પણ કફ માં વૃદ્ધિ થાય છે. આ ખાધ્ય પદાર્થ શરીર માં વસા ની વૃદ્ધિ માં મદદ કરે છે.     

3. મોટાપો વધવાનું કારણ છે કે પર્યાપ્ત રીતે સક્રિય ન હોવું. 

હમેશા સોફા પર પડી રહેવું તે તમારા વજન ઘટાડવા ના ટાર્ગેટ ને પૂરું નહીં કરી શકે. સક્રિય ન રહેવું અને કસરત ન કરવી તે મોટપા ના મુખ્ય લક્ષણ છે. તમારા શરીર ને ગતિશીલ અને સ્વસ્થ રાખવા માંટે તમારે સક્રિય રહેવું જરુરી છે. 

4. સરખી ઊંઘ ન લેવી 

પર્યાપ્ત ઊંઘ ન લેવી કે પછી વધુ ઊંઘ લેવી પણ મોટાપો નું કારણ બની શકે છે. જો તમે રોજ 7-8 કલાક ની ઊંઘ ન લઈ શકો તો તે સક્ષમ નથી કે તમારા શરીર ની કેલેરી ને બર્ન કરી શકે. વૈકલ્પિક રીતે ખૂબ ઓછી ઊંઘ લેવી પણ તમારા શરીર માંટે હાનિકારક છે તે તમારા શરીર ની ચયાપચય ની ક્રિયા ને નબળી કરે છે. 

5. વજન વધવાનું કારણ છે ચયાપચય પ્રણાલી 

પ્રત્યેક વ્યક્તિ ચયાપચય પ્રણાલી અદ્રિતીય રીતે કામ કરે છે. કોઈ ની કુશળ અને જડપ થી કામ કરવા વાળી પ્રણાલી હોય છે. જે વસા ને જમા નથી થવા દેતી. જ્યારે કેટલીક ધીમી ગતિ થી કામ કરે છે. જે વજન વધારે છે. 

6. વજન વધવાનું કારણ દવા કે રોગ છે. 

ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ નિશ્ચિત રૂપ થી કોઈ એક બીમારી થી પીડિત હોય છે.,જેનું દુષ્પ્રભાવ મોટાપો હોય છે. કેટલીક દવાઑ તમારું વજન વધારવામાં અહમ ભૂમિકા ભજવે છે. 

7. મોટાપા નું કારણ હોઈ શકે છે આનુવંશીકતા

ક્યારેક ક્યારેક આનુવંશિક કે આનુવંશીકતા પણ મુખ્ય ભૂમિકા ભજવે છે એ વિચારવા માં કે એક વ્યક્તિ મોટાપા નો શિકાર થયો છે કે નહીં.   

Image by Michal Jarmoluk from Pixabay

મોટાપાથી  કેવી રીતે બચવું

1. મોટાપો ઓછો કરવા માંટે શું ન ખાવું

આ સમસ્યા થી બચવા માંટે બને ત્યાં સુધી ભારે, મીઠું, અને તળેલું ખાવાનું બંધ કરવું. ખાંડ આ સમસ્યા માંટે હાનિકારક છે. તમે ખાંડ ની જગ્યા પર તમે મધ નો ઉપયોગ કરી શકો છો. તમે તમારા દિવસ ની શરૂઆત ગરમ પાણી થી કરી શકો છો. ગરમ પાણી તમારા માંટે ખૂબ જ સારું રહેશે. તમે ગરમ પાણી માં લીંબુ નો રસ અને આદું પણ નાખી શકો છો. જે તમારા મેટાબોલિક સિસ્ટમ ને સારું રાખવામાં મદદ કરશે. તાજા ફળો અને શાકભાજી નું સેવન કરવું. પાકેલી ન હોય તેવી શાકભાજી નું સેવન ન કરવું. અંકુરિત અનાજ નું સેવન તમારા માંટે ખૂબ જ સારું છે. તમારે રોજ 2-3 કપ લીલી ચા પીવી. ગરમ દૂધ તમારા માંટે સારું છે પણ ચીસ અને માખણ જેવા ઉત્પાદન વાળા દૂધ નું સેવન ન કરવું. ચા અને કોફી જેવા પેય પદાર્થ ના ઉત્પાદન થી બચવું. કારણ કે આયુર્વેદ ના અનુસાર કફ ના કારણે મોટાપો વધે છે તેથી કફ ન વધે તેવા જ પદાર્થ ખાવા. 

2. વજન ઘટાડવા માંટે ઓછું ખાવ. 

ભોજન ખાવા માંટે પ્લૅટ માં ભોજન ઓછું લો. જો તમને ફરી ખાવાનું મન થાય તો ફરી થી ખાવાનું લો. તમે નિયમિત અંતરાલ માં થોડું થોડું ભોજન કરો. તમે એ સુનિશ્ચિત કરો કે એક જ સમય પર ખાવાનું ખાવ. તે તમારી દિનચર્યા માંટે ખૂબ જ સારું ગણાશે. અને તમારું વજન પણ કંટ્રોલ માં રહેશે. જંક ફૂડ ખાવાથી બચો અને સ્નેક્સ માં નટ્સ જ ખાવો. 

3. પેટ ઓછું કરવા માંટે વ્યાયામ 

વજન વધવાનું મુખ્ય કારણ શારીરિક ગતિવિધિઓ માં કમી હોવી. એટલે જ પોતાને આળસુ અને સુસ્ત થતાં રોકો. અને વ્યાયામ શરૂ કરો. તેની માંટે સારો આઇડિયા છે કે તમે જડપ થી દોડો અને ચાલો. તમે હલકા વ્યાયામ સાથે શરૂઆતા કરી શકો છો. અને શરીર ની ક્ષમતા અનુસાર તેનું સ્તર વધારી શકો છો. વર્ક આઉટ કરવાથી ફેટ ટિસ્યૂ બર્ન થાય છે. તે તમારા શરીર માંથી એંડોફિન ને રિલિજ કરવામાં મદદ કરે છે. જે તણાવ ને ઓછું કરે છે. 

4. ઉચિત ઊંઘ છે ચરબી ને ઘટાડવા માંટે ઉપયોગી  

જો તમે દૈનિક આધાર પર 7-8 કલાક ની ઊંઘ નથી લેતા તો તમારું શરીર અને તમારું મન તાજા નથી  રહેતા. અને પછી તમે તણાવ માં આવી જશો. તણાવ માં તમે વધુ ખાવ છો અને તમારું ફેટ વધે છે. બીજી બાજુ જો તમે વધુ આરામ કરો છો તો તમારી શારીરિક ગતિવિધિ પણ ધીમી થઈ જાય છે. અને તમારું મેટાબોલીસમ ધીમું થઈ જાય છે. એટલે પ્રતિ દિન ઉચિત ઊંઘ લો અને એક જ સમયે સુવાની આદત નાખો. 

મોટાપા નું પરીક્ષણ 

જો તમારું બોડીમાસ ઇંડેક્સ મોટાપા ની શ્રેણી માં આવે છે. તો ડોક્ટર તમારા સ્વાસ્થ્ય ઇતિહાસ ની તપાસ કરશે. તે તમારી શારીરિક તપાસ કરશે અને કેટલીક પરીક્ષણ ની ટિપ્સ આપશે. 

પરીક્ષણો માં શામેલ છે,

1. તમારા સ્વાસ્થ્ય ઇતિહાસ ની તપાસ કરવી

 • વજન નો ઇતિહાસ 
 • વજન ઓછું કરવા માંટે કરવા માં આવેલ પ્રયત્નો 
 • વ્યાયામ ની આદત 
 • ખાવાની રીત 
 • કોઈ દવા જે લાંબા સમય સુધી લઈ રહ્યા છો 
 • તણાવ નું સ્તર 
 • અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા વિશે પૂછશે. 
 • ડોક્ટર તમારા પરિવાર ના સ્વાસ્થ્ય ઇતિહાસ માંટે પણ પૂછશે. 

2. સામાન્ય શારીરિક પરીક્ષણ, તેમા તમારી લંબાઈ ને માપવામાં આવે છે,અને તમારા મહત્વ પૂર્ણ સંકેતો ની તપાસ કરવામાં આવશે, જેમ કે,

 • હર્દય ની ગતિ 
 • બીપી 
 • શરીર નું તાપમાન 
 • પેટ ની તપાસ કરવી 
 • તમારી BMI ની ગણનાં કરવી–  તમારા મોટાપા ના સ્તર ને ગણવા માંટે ડોક્ટર તમારા BMI ની તપાસ કરશે 
 • તમારા કમર ની પરિધિ ને માપવું–  કમર ની આજુ બાજુ જમા થયેલ વસા ને પેટ ની વસા કહે છે. તેનાથી ઘણી બીમારી નું જોખમ વધી જાય છે. જેમ કે મધુમેહ અને હર્દય રોગ. 

3. લોહી ની તપાસ- ડોક્ટર દ્વારા બતાવામાં આવેલ લોહી ના પરીક્ષણ તમારા સ્વાસ્થ્ય માંટે જોખીમ કારક હોય છે. 

 • કોલેસ્ટ્રોલ નું પરીક્ષણ 
 • ગુરદા નું પરીક્ષણ 
 • ફાસ્ટીન્ગ ગ્લુકોસ 
 • થાયરોડ નું પરીક્ષણ 
 • ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ અને અન્ય 

મોટાપા નો ઈલાજ 

મોટાપા ના ઈલાજ નું લક્ષ્ય એક સ્વસ્થ વજન પર પહોંચવાનું છે. તમારી આદતો અને શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રહે તે માં ડોક્ટર તેમની એક ટીમ- એક આહર વિશેષજ્ઞ,વ્યવહાર પરામર્શદાતા અથવા તો મોટાપા વિશેષજ્ઞ સાથે કામ કરવાનું થઈ શકે છે. ઉપચાર ની રીત જે તમારા માંટે યોગ્ય છે તમારા મોટાપા ના સ્તર, તમારું સંપૂર્ણ સ્વાસ્થ્ય,અને તમારું વજન ઓછું કરવાની યોજના માં ભાગ લેવાની ઈચ્છા પર નિર્ભર કરે છે. 

આહાર માં બદલાવ  

 1. મોટાપા ને ઓછું કરવા માંટે સ્વસ્થ ભોજન અને કેલેરી નું બર્ન થવું ખૂબ જ અગત્ય નું છે. તમે જડપ થી વજન ઓછું કરવા માંગતા હશો પણ સ્વાસ્થ્ય માંટે એજ સારું છે કે તમે ધીરે ધીરે વજન ઓછું કરો. આમ કરવાથી વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. 
 2. અવાસ્તવિક આહાર પરિવર્તન થી બચવું,જેમ કે ક્રૈશ ડાયટ, જે તમારી પ્રતિ રક્ષા પ્રણાલી કમજોર કરે છે. 
 3. વજન ઓછું કરવા વાળા કાર્યક્રમ ને ઓછા માં ઓછું 6 મહિના સુધી કરો. સારા પરિણામ માંટે તમે તેને 1 વર્ષ સુધી પણ કરી શકો છો. 
 4. એક ડાયટ પ્લાન પસંદ કરો જેમા સ્વસ્થ આહાર શામેલ હોય જે તમને લાગતું હોય કે એ તમારા માંટે કામ કરે. 
 • કેલેરી ઘટાડવી–   તમે તમારી કેલેરી ની માત્રા ને ઓછી કરી ને વજન ઓછું કરી શકો છો. તમે અને તમારા ચિકિત્સક તમારા ખાન પાન પર ધ્યાન રાખી શકો છો. તમે સામાન્ય રીતે કેટલી કેલેરી લો છો અને કેટલી કાપ મૂકી શકો છો તમે અને તમારા ચિકિત્સક એ નક્કી કરી શકશો કે તમને વજન ઓછું કરવા માંટે કેટલી કેલેરી ની જરૂર પડે છે. 
 • મહિલા માંટે 1200 થી 1500 અને પુરુષો માંટે 1500 થી 1800 જેટલી કેલેરી ની જરૂર પડે છે.
 • ઓછા ભોજન માં પેટ ભરાઈ જવું- ઓછી કેલેરી વાળુ ખાવાથી તમારી ભૂખ પણ સંતોષાઈ જશે. 
 • સ્વસ્થ વિકલ્પ બનાવું- તમારા સંપૂર્ણ આહાર ને સ્વસ્થ બનાવા માંટે ફળ, શાકભાજી, અને carbohydrate ને શામેલ કરો. આ ઉપરાંત પ્રોટીન જેમ કે દાળ, સોયા માંસ (વગર ચરબી નું) જેવા સ્ત્રોત પર બહાર આપવો. જો તમને ફિશ પસંદ હોય તો અઠવાડિયા માં 2 વાર ફિશ જરૂર થી ખાવી. મીઠું અને ખાંડ ઓછી ખાવી. ઓછી માત્રા માં વસા ખાવી. 
 • કેટલાક ખાધ્ય પદાર્થ ને સીમિત કરવા. કેટલાક આહાર એક વિશેષ ખાધ્ય સમૂહ ની માત્રા ને સીમિત કરે છે. જેમ કે ઉચ્ચ કાર્બોહાયડ્રેટ અથવા તો પૂર્ણ વસા વાળા ખાધ્ય પદાર્થ. મીઠા પીણાં પીવાથી તમે વધુ કેલેરી નું સેવન કરશો. એટલે આ પેય ને સમાપ્ત કરવું એ એક સારી શરૂઆત છે. 
 • ખાવાની પ્રતિ- સ્થાપના- તમે તમારા એક કે બે આહાર ના બદલે લો કેલેરી શેક અથવા તો મિલ માં પ્રતિ સ્થાપિત કરી શકો છો. 

Image Source

વ્યાયામ અને ગતિવિધિ 

શારીરિક ગતિવિધિ અને વ્યાયામ મોટાપો ઓછો કરવા માંટે નો એક સારો ઉપચાર છે. 

તમારી ગતિવિધિ ના સ્તર ને વધારવા માંટે,

વ્યાયામ– વધુ વજન વાળા કે મોટાપા વાળા વ્યક્તિ એ વજન ઓછું કરવા માંટે કે નોર્મલ કરતાં પણ વજન ઓછું કરવા માંટે મધ્યમ શારીરિક ગતિવિધિઓ પર ધ્યાન રાખવું જરુરી બની જાય છે. આ શારીરિક ગતિવિધિઓ કમ સે કમ 150 મિનિટ ની આવશક્તાં છે. અધિક વજન ઘટાડવા માંટે 300 મિનિટ કે તેથી વધુ મિનિટ નો વ્યાયામ કરવો પડી શકે છે. તમે ધીરે ધીરે તમારા વ્યાયામ ની વૃદ્ધિ કરી શકો છો. જેથી તમે તમારી ધીરજ અને ફિટનેસ માં સુધારો લાવી શકો છો. 

એરોબિક વ્યાયામ–  નિયમિત રીતે એરોબિક કરવાથી અને જડપ થી વજન ઘટાડવા માંટે નો સૌથી કારગર ઈલાજ છે. તમારા દિવસ દરમિયાન સાધારણ પરિવર્તન લાવવો લાભદાયી હોઈ શકે છે. 

સામાન્ય વજન ઘટાડવાની સર્જરી માં નીચે મુજબ ની સર્જરી શામેલ થાય છે. 

 • ગેસટ્રિક બાયપાસ સર્જરી 
 • લેપ્રોસ્કોપીક સમાયોજ્ય ગેસટ્રિક બેન્ડીગ
 • ડુઓડાનલ સ્વિચ ની સાથે બિલીઓ પૈનક્રિઅટિક ડાયવર્જન 
 • ગેસટ્રિક સ્લીવ 

મોટાપા ની જટિલતા 

 • જો તમને મોટાપા છે તો તમને ઘણી ગંભીર બીમારી થઈ શકે છે જેમ કે,
 • હાઇ કોલેસ્ટ્રોલ 
 • શુગર 
 • હાઇ બીપી 
 • હર્દય રોગ
 • સ્ટ્રોક 
 • સ્વાસ લેવામા તકલીફ 
 • સ્ત્રી રોગ સંબંધિત સમસ્યા( જેમ કે અનિયમિત માસિક, નિ સંતાનપણું)
 • સ્તંભન દોષ અને બીજી યોન સંબંધિત સમસ્યા 
 • ફેટી લીવર 
 • ઓસ્ટીઓ આર્થરાઈટિસ

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. ઉપરોક્ત માહિતી અમે ઇન્ટરનેટ ઉપરથી એકત્રિત કરલે છે તો આપ ને કોઈ ફેરફાર કરવા હોય તો અમને જણાવશો 

Author : FaktGujarati Team    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *