ચાલો જાણીએ પ્રેમ ની મિશાલ એવી ઐતિહાસિક ઇમારતો વિશે, જેને આજે પણ લોકો યાદ કરે છે

P.C: Tiago Rosado

સ્મારક હંમેશા ઐતિહાસિક મહત્વની યાદ અપાવે છે. પ્રેમની નિશાની રૂપે બનાવેલી ઇમારતોમાં દેશના કેટલાક સૌથી વધારે મહત્વપૂર્ણ કિલ્લાઓ અને મહેલો નો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક ઇમારતો ને આજે પણ પ્રેમની નિશાની રૂપે સંભાળીને રાખવામાં આવી છે. પ્રેમ, કુરબાની અને કર્તવ્ય ની કેટલીક સૌથી વધુ વાર્તાઓની સાક્ષી આ ઐતિહાસિક સ્મારકો એ દરેક પેઢીને પોતાના પ્રેમની કથા સંભાળવી છે. આ કેટલીક દુઃખદ અને શાશ્વત પ્રેમ કથાઓનો સબૂત પણ છે. પ્રાચીન સમયની વાસ્તુકલા અને શિલ્પશૈલી માં બનેલા આ ઐતિહાસિક સ્મારકોની રાજાશાહી દિવાલો મનને ખુશ કરી દે છે.

Image source

તાજ મહલ, આગ્રા, ઉત્તર પ્રદેશ

આ સંપૂર્ણ વિશ્વમાં તાજમહેલ થી વધારે ભવ્ય અને રાજાશાહી પ્રેમની નિશાની બીજી કોઈ નથી. સફેદ સંગેમરમર થી બનેલા તાજમહેલને મુગલ સમ્રાટ શાહજહાંએ ૧૬૩૧ અને ૧૬૪૮ ની વચ્ચે પોતાની પ્રિય પત્ની મુમતાઝ મહલ માટે એક મકબરા રૂપે બનાવ્યો હતો. તેમની પત્નીનું મૃત્યુ પ્રસુતિ દરમ્યાન થઇ ગયું હતું. મુમતાઝ મહલ અને શાહજહાંની યાદ અપાવતા આ મકબરા ની પાછળ મુમતાઝ મહલ ને દાટવામાં આવી હતી. તેના જ મકબરા ની બાજુમાં શાહજહાં ને પણ દાટવામાં આવ્યા હતા. તાજમહેલ ની ઇમારતની બહાર એક વિશાળ બગીચો પણ હતો જે આજના સમયમાં ઓછો જોવા મળે છે. પ્રેમની મિશાલ તાજમહેલનો દુનિયાની સાત અજાયબીઓ માં સમાવેશ કરવામાં આવ્યો છે.

P.C: Dennis Bhatt

ચિત્તોડગઢ કિલ્લો, ઉદયપુર, રાજસ્થાન

૭મી સદીમાં બનાવેલો ચિત્તોડગઢ કિલ્લો ન ફક્ત ભારતના સૌથી મોટા કિલ્લાઓમાનો એક છે પરંતુ યુનેસ્કોની હેરિટેજ સાઇટ ની સૂચિમાં પણ છે. સ્મારકનું મુખ્ય આકર્ષણ ત્રણ માળનું પ્રાચીન રાણી પદ્માવતીનો મહેલ છે જે કમળ કુંડના કિનારે બનેલ છે. આ કિલ્લો ફક્ત વિશાળ જ નથી પરંતુ તેની વાસ્તુકલા અને શિલ્પકલા પણ પર્યટકોને હેરાન કરી દે એવી છે. આ કિલ્લો પોતાનામાં જટિલ રૂપથી નકશીદાર જૈન મંદિરો, સજાવટી સ્તંભો, જળાશયો, ભૂમિગત તેહખાનાઓ અને ખૂબ વધારે ઉત્કૃષ્ટ વાસ્તુશિલ્પ પ્રદશનોથી સુશોભિત છે.

રાજસી ચિત્તોડગઢ કિલ્લો રાણી પદ્મિની અને રાજા રતન રાવલ સિંહની ઐતિહાસિક પ્રેમની કથાનું પ્રતીક છે. રાજાએ રાણી પદ્મિની ને સ્વયંવરમાં અઘરા પરીક્ષણો અને પરિક્ષા પછી જીત્યા હતા તથા તેમને પોતાની પ્રિય રાણી રૂપે ચિત્તોડગઢ કિલ્લા માં લાવ્યા હતા. કિલ્લાની દિવાલો તેની પૌરાણિક પ્રેમ કથાના કિસ્સાઓથી ગુંજે છે. અહી આવીને તમે કિલ્લાની ભવ્યતા અને ઇતિહાસને જોઈ શકો છો.

P.C: Sumitsurai

રુપમતી મંડપ, માંડું , મધ્ય પ્રદેશ

એક સુરમ્ય પઢાર પર આવેલો રૂપમતી નો મંડળ વારસો અને ઐતિહાસિક વાસ્તુકલા માટે પ્રખ્યાત છે. આ કિલ્લો માંડુ શહેરમાં આવેલો છે. મેદાનથી ૩૬૬ મીટરની ઊંચાઈએ રૂપમતીનું હદયસ્પર્શી અને આકર્ષક વાસ્તુશિલ્પ પર્યટકોને સૌથી વધારે પસંદ આવે છે. તેમાં ચારેબાજુ મંડપ, વિશાળ ગોળાકાર ગુંબજ અને મહેરબા છે. આ ગુંબજદાર રૂપમતી મંડપ પરથી નર્મદા નદી પણ જોવા મળે છે જે ૩૬૬ મીટર નીચે વહે છે.

માંડુ, રાજકુમાર બાજ બહાદુર અને રાણી રૂપમતીની પૌરાણિક પ્રેમ કથા માટે લોકપ્રિય છે. માંડુ ના છેલ્લાં સ્વતંત્ર શાસક સુલતાન બાજ બહાદુર ને મળવાની રાણી રૂપમતી ના મીઠા અવાજથી પ્રેમ થઈ ગયો હતો. શાસકે રૂપમતી આગળ લગ્નની રજૂઆત મૂકી પરંતુ રાણી રૂપમતી એ એક શરત રાખી કે જો રાજા એક એવા મહેલનું નિર્માણ કરે જ્યાંથી તે પોતાની પ્રિય નર્મદા નદીને જોઈ શકે છે, તો તેની સાથે લગ્ન કરશે. આ રીતે રૂપમતી અસ્તિત્વ મા આવી અને આ તે બન્નેની શાશ્વત પ્રેમ કથાનો સબૂત છે.

P.C: Ashok Bagade

મસતાની મહલ, શનિવારવાડા  કિલ્લા,  પુણે,  મહારાસ્ટ્ર

વર્ષ ૧૭૩૦માં પેશવા બાજીરાવ દ્વારા બનાવાયેલુ શનિવારવાડા કિલ્લો ઘણી ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી રહી છે.પુણે નું ગૌરવ અને સમ્માન શનિવારવાડા કિલ્લા પ્રથમ બાજીરાવ અને તેની સુંદર પત્ની મસ્તાનીનું ઘર રહી ચૂક્યું છે. પેશવા બાજીરાવના પરિવારે તેમની ધાર્મિક નિષ્ઠાઓના અંતરને લીધે મસ્તાનીને કાનૂની રીતે પત્ની રૂપે સ્વીકારવાની ના પાડી હતી. તેથી, બાજીરાવ એ શનિવારવાડા કિલ્લામાં મસ્તાની મહેલનું નિર્માણ કર્યું જ્યાં તે બંને સાથે રહેતા હતા. હાલમાં મસ્તાની મહેલનો નાશ કરવામાં આવ્યો છે અને હવે તે અસ્તિત્વમાં નથી પરંતુ તેમના અવશેષો હજુ પણ રહેલા છે. આ કિલ્લાના દ્વારે હજુ પણ એક નાના નોટિસ માં લખેલું છે કે’ મસ્તાની દરવાજા, જેનો ઉલ્લેખ જૂના અભિલેખોમાં નટક્ષાળા દરવાજા રૂપે કરવામાં આવ્યો છે, તેનું નામ મસ્તાની ના નામ ઉપર રાખવામાં આવ્યું હતું, જે બુંદેલખંડ થી આવેલી બાજીરાવની બીજી પત્ની હતી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *