જાણો સ્ત્રીઓ માટે વજન ઘટાડવો મુશ્કેલ છે તો પુરુષો માટે કેમ સરળ છે.

Image source

પુરુષો અને સ્ત્રીઓ ની વજન જુદી જુદી રીતે વધે છે. એટલા માટે સામાન્ય છે કે તેમની વજન અલગ રીતે ઘટશે પણ, સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરુષો ના ભોજન માં તફાવત હોય છે.

સામાન્ય રીતે વજન ઘટાડવા નો કોઈ ઝડપી કે સખત નિયમ નથી. દરેક વ્યક્તિ ની વજન જુદી રીતે ઘટે છે. તે તેમની જીવન જીવવાની રીત, ટેવ, ઉંમર, ભોજન અને કસરત ના ચક્ર પર આધારિત હોય છે. બે વ્યક્તિ એક જ પ્રકારનું ભોજન અને એક જ પ્રકારની કસરત ને અનુસરે છે, પરંતુ તેમ છતા તેમનું વજન એક સરખું ઘટતું નથી.

ત્યાં સુધી કે પુરુષો અને સ્ત્રીઓ માટે વજન ઘટાડવું પણ જીવ વેજ્ઞાનીક અને શારીરિક કારણોને લીધે એક બીજાથી જુદા છે. પછી ભલે બંનેના ભોજન, જીવન જીવવાની રીત અને કસરત એક જ હોય. તો ચાલો જાણીએ કે કઈ પાંચ રીતોથી બંને નું વજન ઘટાડવામાં તફાવત હોય છે.

વજન જુદી રીતે વધે છે.

Image source

પુરુષો અને સ્ત્રીઓ માં વજન અલગ અલગ રીતે વધે છે. એટલા માટે સામાન્ય છે કે તેમનું વજન જુદી જુદી રીતે ઘટશે પણ, પુરુષો નું વજન પેટ ની આજુબાજુ વધારે વધે છે, જ્યારે જે સ્ત્રીઓની માસિક ધર્મ હોય છે તેનું વજન હિપ્સ ની આજુબાજુ વધે છે. મોનોપોઝ પછી આંતર સ્ત્રાવિય ના બદલાવ ને લીધે સ્ત્રીઓના પેટ પર ચરબી વધે છે. આ રીતે પુરુષો અને સ્ત્રીઓ નું વજન અલગ રીતે ઘટે છે.

સ્નાયુ માસ.

જો આપણે શારીરિક પરિબળ ની તુલના કરીએ તો, પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન નું સ્તર વધારે હોવાને લીધે સ્નાયુઓ ની માત્રા સ્ત્રીઓ કરતાં વધારે હોય છે. સ્નાયુઓ ચરબી કરતા કેલરી વધારે જડપ થી વધારે બર્ન કરે છે અને સંતુલિત વજન માટે વધારે કેલરી ની જરૂર પડે છે. એટલા માટે પુરુષો ને સ્ત્રીઓની સરખામણીમાં વધારે કેલરી ની જરૂર હોય છે. આજ કારણ છે કે સ્ત્રીઓને સ્નાયુ માસ વધારવા માટે તાકાત તાલીમ ની જરૂર હોય છે.

ભોજન માં તફાવત.

Image source

સામાન્ય રીતે સ્ત્રીઓ અને પુરુષો ના ભોજનમાં તફાવત હોય છે. અભ્યાસ મુજબ, સ્ત્રીઓને છોડ આધારિત ભોજનનો વધારે શોખ હોય છે. જ્યારે પુરુષો માસ ના ઉત્પાદનો ખાવાના શોખીન હોય છે. આ ઉપરાંત આંતરસ્રવિય તફાવત ને લીધે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે અસ્વાસ્થ્યપ્રદ ખોરાક લે છે.

માનસિક પરિબળો.

સામાન્ય રીતે સ્ત્રીઓ પોતાના ભોજન અને વજન વિશે ખુલ્લા મનથી વાત કરે છે, જ્યારે પુરુષો વાત કરતાં સંકોચ અનુભવે છે.

સ્ત્રીઓ ભોજન અને વજન ઘટાડવા વિશે સવાલ પૂછે છે અને ચર્ચા કરે છે. એટલા માટે તેને વજન ઘટાડવા બાબતે વધુ જાણકારી હોય છે. પુરુષો વજન ઘટાડવા માટે ઘણી વાર દિવસભર ભૂખ્યા રહે છે.

તણાવ સાથેનો વ્યવહાર.

તણાવના લીધે વજન ખુબ j ઝડપથી વધે છે. તમે જેટલું ઝડપથી તણાવને દૂર કરશો, વજન પણ તેટલું જ ઝડપથી ઘટશે. તનાવની સ્ત્રીઓ અને પુરુષો બન્ને પર અસર પડે છે. પરંતુ પુરુષો ની સરખામણીમાં સ્ત્રીઓને તણાવ સાથે ના વ્યવહારમાં મુશ્કેલી પડે છે. આજ કારણ છે કે સ્ત્રીઓને વજન ઘટાડવામાં વધારે સમય લાગે છે.

આ રીતે પુરુષો અને સ્ત્રીઓમાં જીવવૈજ્ઞાનિક અને શારીરિક તફાવત હોવાને લીધે તેમનું વજન પણ જુદી રીતે ઘટે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment