ધી બેસ્ટ ટીપ્સ : 55 વર્ષની ઉંમરે બોડી ફીટ રાખવા માટે શું કરવું એ જાણો ફિલ્મના સકસેસ અભિનેતા મિલિન્દ સોમન પાસેથી

તમે કોઇપણ કાર્ય કરો કે ના કરો દિવસ અને સમય નીકળતા વાર નથી લગતી! એમ જ દિવસો પસાર થતા ઉંમર પણ વધતી જાય છે અને ક્યારે વૃધ્ધાવસ્થા આવી જાય છે એ ખબર નથી પડતી. આજનો માણસ ૪૦ કે ૫૦ વર્ષની ઉંમરમાં બિલકુલ થાકેલો જોવા મળે છે પણ અમુક વ્યક્તિની વાત કંઇક અલગ છે. જી, અહીં વાત થઇ રહી છે મિલિન્દ સોમનની. મિલિન્દએ આજના યુગના સુપર મોડેલ છે, જે ૫૫ વર્ષની ઉંમરમાં દેખાય છે એકદમ ફીટ, ડાયનામિક અને ડેશિંગ.

જે માણસે જે કામ કરીને દેખાડ્યું હોય તેને જ તે કામનો અનુભવ પૂછવામાં આવે તો એકદમ સચોટ જવાબ મળે! એવી જ રીતે ૫૫ વર્ષની ઉંમરમાં પણ બિલકુલ હેલ્ધી રહેવાના નુસખા શું હોય એ તો મિલિન્દ સર પાસેથી જ શીખવા પડે. તો ચાલો, ઉંમર વધતાની સાથે ફીટ અને લોકોમાં ફેવરીટ રહેવાના નુસખાઓ જાણીએ ફિટનેસ ફ્રિક મિલિન્દ સોમન પાસેથી :

 

મિલિન્દ સોમન કોણ છે?

મિલિન્દએ મોડલ – અભિનેતા અને ફિટનેસ કોચ પણ છે, જેની ઉંમર હાલ ૫૫ વર્ષની છે પણ આ ઉંમરનો આંકડો તેને જોઇને ખોટો જ લાગે! ૧૯૮૮માં તેણે મોડેલીંગની દુનિયામાં પગ મુક્યો અને ત્યાંથી એ ગ્રો અપ થયા. ફિલ્મો અને ટીવી પ્રોગ્રામ્સમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે. અભિનયની દુનિયા તો ચાલતી રહી એ સાથે તેને તેની લાઈફ સ્ટાઈલમાં ચેન્જ લાવીને બોડીને એકદમ પરફેક્ટ બનાવી. આજે મિલિન્દને ૫૫ વર્ષ થયા પણ એનર્જી તો એ ની એ જ!

 

મિલિન્દ સોમનને ફીટ રહેવા માટે આપેલી ટીપ્સ :

રનીંગ :

મિલિન્દ કહે છે કોઇપણ વ્યક્તિને ફીટ રહેવા માટે ડેઈલી એકસરસાઈઝ કરવી જોઈએ. વધુમાં એ પણ જણાવે છે કે બીમારીઓથી દૂર રહેવા માટે શરીરને મજબુત રાખવું જરૂરી છે, જે હોસ્પિટલોમાં ખિસ્સાને ખાલી થતા બચાવશે. મિલિન્દ ફીટ રહેવા માટે ટીપ્સ આપતા જણાવે છે કે સૌથી પહેલા તો રનીંગ કરવાનું શરૂ કરો. કુદરતી પ્રકૃતિ વચ્ચે દરરોજનું ચાલવું કે દોડવું એ ઉંમર સાથે શરીરને નબળું થતું અટકાવે છે.

મીલીન્દે ૪૦ વર્ષની ઉંમરથી દોડવાનું શરૂ કર્યું હતું અને આજેય એ દરરોજના નિત્યક્રમમાં ફોલો કરે જ છે. એ ટીપ્સ આપતા જણાવે છે કે રનીંગ કરવાથી બુઢાપાને દૂર રાખી શકાય છે. નિયમિત આ શેડ્યુલથી મૂડમાં પણ સુધારો જોવા મળે છે.

ઘરની બહારનું વર્કઆઉટ :

મિલિન્દ આ બાબતે જણાવે છે કે તેને ઘરની બહાર વર્કઆઉટ કરવાનું ખુબ પસંદ છે. આ આદતથી તેને શરીરને સક્રિય અને ફીટ રાખવામાં મદદ મળી છે. એ વધુ વાતમાં ઉમેરે છે, ઘણા લોકો વિચારે છે કે ઉંમર વધતાની સાથે ફિટનેસ અને સહનશીલતા ઓછી થઇ જાય છે પણ મિલિન્દના કિસ્સામાં આ અલગ છે.

મેરેથોન દોડ અને સિક્સ પૈક આવશ્યક નથી! એવી કસરત કરવી જોઈએ જેનાથી તમને આનંદ આવે અને ક્યારેય કસરત પ્રત્યે નેગેટીવીટી ન આવે. શરીરની ફ્લેક્સિબીલીટી મેઈન્ટેન કરવા માટે કોઇપણ પ્રકારની કસરત નિયમિત કરવી જોઈએ.

સાઈકલીંગ :

મિલિન્દ ફીટ રહેવાની ટીપ્સ આપતા સાઈકલીંગ કરવાની પણ સલાહ આપે છે. જેનાથી શરીરને કાયમી માટે તંદુરસ્ત રાખી શકાય છે. સાઈકલ ચલાવવી એ એક પ્રકારની કસરત જ છે, જેમાં માંસપેશીઓને સક્રિય રાખવામાં મદદ મળે છે. મિલિન્દ કહે છે કે સાઈકલીંગ બ્લડ સર્ક્યુલેશનને કંટ્રોલ કરે છે.

સ્વીમીંગ :

સ્વીમીંગ આપને ફીટ રાખવા માટે મદદ કરે છે. માંસપેશીઓ સાથે શરીરના આંતરિક અંગોની પ્રક્રિયા સુવ્યવસ્થિત બનાવવા માટે તેમજ ઓલ ટાઈમ ફીટ રહેવા માટે સ્વીમીંગ બહુ જ ઉપયોગી છે. મિલિન્દ સોમન દરેક લોકોને ફીટ રહેવા માટેની ટીપ્સમાં આ સલાહ આપે છે.

એ સાથે ખાવા-પીવાની બાબતમાં પણ મિલિન્દ એકદમ પરફેક્ટ રહે છે. શરીરને અનુકુળ આવે એ મુજબ ખોરાક લે છે અને એ જ ટાઈમ ટેબલને ફોલો કરતા રહે છે. એ બાબતે ટીપ્સ આપતા જાણવા છે કે :

ખુદની સંભાળ :

ખુદની સંભાળ હંમેશા લેવી જોઈએ. સ્વાસ્થ્યને લઈને હંમેશા સક્રિય રહેવું જોઈએ એવી મિલિન્દ ટીપ્સ આપે છે.

દરરોજ બદામનું સેવન કરવું :

મિલિન્દ દરરોજની દિનચર્યામાં બદામ ખાય છે. બદામ પ્રોટીન અને ઉર્જાનો સ્ત્રોત હોય છે, જેથી માંસપેશીઓની ગતિવિધિઓમાં બહુ જ મદદ મળે છે. તે નાસ્તામાં દરરોજ સવારે બદામનું સેવન કરે છે અને એ ફીટ રહેવા માટેની ટીપ્સમાં આપ સૌ ને પણ જણાવે છે.

મિલિન્દ સોમન પોતે તો એકદમ ફીટ છે જ પણ આપણને પણ ટીપ્સ આપે છે, જે અહીંના આર્ટીકલમાં જણાવી છે. તો આપ પણ આ ટીપ્સને ફોલો કરીને બુઢાપાને દૂર રાખી શકો છો મતલબ કે જલ્દીથી વૃદ્ધ થતા બચી શકો છો. તો આ હોય છે સ્ટાર સેલિબ્રિટીઓના ફિટનેસ સિક્રેટ..

આવી જ અન્ય રસપ્રદ માહિતી વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. જેથી તમને રસપ્રદ માહિતી મળશે સૌથી પહેલા…

#Author : Ravi Gohel–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *