હોઠને રાખો મુલાયમ અને સોફ્ટ, આજે જ અપનાવો આ ટિપ્સ

Image Source

જો હોઠ મુલાયમ અને ગુલાબી હોય તો ચેહરો આકર્ષિત લાગે છે. તેમજ જો હોઠ સુકાયેલ અને ફાટેલા જોવા મળે તો તેનાથી ચેહરાની ચમક ફીકી પડી શકે છે. કેટલાક ઘરેલુ ઉપાયોથી હોઠને સુંદર બનાવી શકાય છે. મોટાભાગના લોકો ખાંડ અને નારિયેળ તેલના ઉપયોગથી હોઠ અને ત્વચાની કાળાશ દૂર કરે છે. પરંતુ કેટલીક એવી પણ રીત છે, જેનાથી હોઠને મુલાયમ બનાવી શકાય છે. આ લેખમાં જાણો આ રીત વિશે.

Image Source

ખાંડ અને વેસેલીનનો ઉપયોગ

ખાંડ અને વેસેલીનનું મિશ્રણ હોઠને સુંદર બનાવી શકે છે. આ સ્થિતિમાં સૌથી પેહલા રૂના પૂમડાં ને વેસેલીનમાં સરખી રીતે ડુબાડો. ત્યારબાદ આ પૂમડાં ને ખાંડમાં બોળી દો. હવે રૂથી હળવા હાથથી ત્વચા અને હોઠ પર ઘસો. લગભગ 10 મિનિટ સુધી ઘસ્યા પછી હોઠને કોટનના કાપડથી લૂછી લો. ત્યારબાદ હોઠ પર ભેજ જાળવી રાખવા માટે લિપ બામ અથવા લિપસ્ટીકનો ઉપયોગ કરો.

ટૂથબ્રશનો ઉપયોગ

એક મુલાયમ ટૂથબ્રશને થોડા ગરમ પાણી અથવા કોઈ મોઈશ્ચરાઈઝિંગ તેલ, જેમકે નારિયેળ તેલમાં ડુબાડો અને તમારા હોઠ પર ધીમેથી બ્રશ કરો. તેમ કરવાથી હોઠ ફક્ત ચીકણા અને મુલાયમ બની રહેતા નથી પરંતુ સાથેજ તેનો ખોવાયેલ ભેજ પણ પાછો આવે છે.

ખાંડ અને પાણીનો ઉપયોગ

ખાંડ અને પાણીના મિશ્રણની મદદથી હોઠ ચમકદાર બની શકે છે. આ સ્થિતિમાં સૌથી પેહલા એક વાટકીમાં પાણી લો અને તેમાં ખાંડને યોગ્ય રીતે મિક્સ કરો. ઘ્યાન રાખો કે ખાંડ સંપૂર્ણ રીતે ગળે નહિ. હવે તમારા હોઠ પર આ બનેલા મિશ્રણને ઘસો. થોડીવાર ઘસ્યા પછી તમને તમારા હોઠ મુલાયમ અનુભવ થશે. સાથેજ હોઠ પરથી મૃત અને શુષ્ક ત્વચા ધીમે ધીમે દૂર થશે.

એસિડિક ખાદ્ય પદાર્થોના સેવનથી બચવું

હોઠને ચમકદાર બનાવવા માટે એસિડિક અને ખારા ખાદ્ય પદાર્થોનું ઓછું સેવન કરો. ઉદાહરણ તરીકે એસિડિક ખાદ્ય પદાર્થમાં સંતરા, કિવી, સંતરાનો રસ અને લીંબુ પાણી વગેરે વસ્તુનો સમાવેશ કરો. આ ખાદ્ય પદાર્થ ફક્ત તમારા હોઠમાં બળતરા ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે હોઠને કાળા પણ બનાવી શકે છે. તેનાથી વિપરીત ખારા ખાદ્ય પદાર્થ તમારા હોઠને શુષ્ક બનાવી શકે છે. તેનો અર્થ એ નથી કે તમે આ ખાદ્ય પદાર્થોને હંમેશા માટે છોડી દો, તમે ઓછી માત્રામાં સેવન કરી શકો છો.

તમારા હોઠ પર દાંત લગાવશો નહિ

ઘણા લોકોની ટેવ હોય છે કે તેના હોઠને ચાવતા અથવા જીભ ફેરવતા રહે છે. તે ટેવ ખોટી છે. આ ટેવથી તમારા હોઠ સુકાવા અને ફાટેલા જોવા મળશે. હોઠને વારંવાર ચાવવાથી નાજુક ત્વચા બહાર આવે છે, જેનાથી તે સરળતાથી ફાટી જાય છે. જોકે લાળની પ્રકૃતિ ભેજ છે, જે તમારા હોઠને સૂકાતા અટકાવવામાં મદદ કરે છે. પરંતુ વારંવાર લાળને હોઠ પર લગાવવું એ પણ સારું નથી.

ભરપૂર પાણી પીઓ

હોઠમાં ભેજ જાળવી રાખવા માટે દરરોજ 8 ગ્લાસ પાણી પીઓ. જો તમે પોતાને હાઈડ્રેટેડ રાખશો તો તેનાથી હોઠ ફક્ત ચીકણા જોવા મળતા નથી પરંતુ હોઠની તિરાડ પણ દૂર થશે. જોકે પાણી પીવાથી હોઠની સાથે ત્વચા પણ સારી બની રહેશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment