મેદસ્વીતા દૂર કરવા માટે જાણો આ મહત્વના ૧૦ યોગાસન

Image Source

મેદસ્વિતા ઓછી કરવા માટે આ ૧૦ યોગાસન કરીને તમે થોડા જ દિવસોમાં તમારું જાડાપણું ઓછું કરી શકો છો. મેદસ્વિતા ઓછી કરવાના ૧૦ યોગાસનથી તમે તમારી વધેલી ફાંદને પણ ઓછી કરી શકો છો. સ્વસ્થ તેમજ નિરોગી રહેવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે મેદસ્વિતા ઓછી કરવા માટેના ૧૦ યોગાસન, જેને નિયમિત રીતે કરવાથી ઝડપથી તમારી મેદસ્વિતા ઓછી થઈ જશે અને તમારી ફાંદ પણ ઓછી થઇ જશે.

વજન ઘટાડવા માટે ના ટોપ ૪ યોગાસન:

 1.  મર્જરાશન
 2.  હસ્ત દંડાસન-ચતુરંગા -ભુજંગાસન
 3.  નવાસન
 4.  સેતુબંધાસન

પેટ ઘટાડવા માટેના ટોપ ૪ યોગાસન:

 1.  ઉથિત દ્વીપાદાસન નવાસન
 2.  ઉથિત દ્વીપાદાસન -બુદ્ધ કોણાસન- સુલભ હલાસન
 3.  હસ્ત દંડાસન -અધોમુખ શવાસન
 4.  અધોમુખ શવાસન

સૂર્ય નમસ્કાર કરવાની સાચી રીત:

 • સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સૂર્યનમસ્કારની સર્વોત્તમ અભ્યાસ માનવામાં આવ્યો છે.
 • તેનાથી બધા જ અંગો માં ક્રિયાશીલતા આવે છે તથા હોર્મોન્સ સંતુલિત થાય છે.
 • સંભવ હોય તો પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભા રહી જાઓ.
 • બંને હાથોને પ્રણામ આસન ની સ્થિતિમાં લાવો.
 • બંને પગ અને પગના અંગૂઠા જોડીને રાખો .
 • શ્વાસ અંદર લઈને,હાથને ખુલ્લા કરતા ખભાની ઉપર થી પાછળની તરફ જેટલું લઈ શકાય તેટલું લો.
 • શ્વાસ છોડતાં છોડતાં હાથને પાછળથી સામેની બાજુ વધારે ઝુકાવતા પગ પાસે રાખો.
 • પગ ઘૂંટણ તરફથી વળવા ન જોઈએ.
 • માથાને ઘૂંટણ સાથે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો.
 • નીચે ઝુકતા હાથને મજબૂતીથી જમીન પર રાખો.
 • ડાબા પગને પાછળ તરફ લઈ જાઓ, માથું ઉપરની તરફ તેમજ જમણો ઘૂંટણ છાતી પાસે બંને હાથની વચ્ચે રાખો.
 • જમણા પગને પણ પાછળ લઇ જાઓ.
 • બંને ઘુંટણને, છાતીને અને દુંટી ને જમીન સાથે સ્પર્શ કરો.
 • શ્વાસ લેતા-લેતા આગળની તરફ આવતા માથાને ઉપરની તરફ વધુ ઉઠાવવું. ભુજંગાસનની જેમ શ્વાસ છોડતા છોડતા માથાને નીચેની તરફ કરતા પેટ તેમજ
 • કમરના ભાગને ઉપર ઉઠાવવું અને પર્વત આસનની સ્થિતિમાં આવવું.
 • માથાને ફરીથી ઘૂંટણ સાથે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો.
 • શ્વાસ લેતા-લેતા બંને હાથને ઉપરની તરફ લઈ જતા પાછળની તરફ કરો.
 • અને ફરીથી પ્રાણાયમની સ્થિતિમાં આવી જાઓ.
 • નીચે ઝૂકતાં હાથ ને મજબૂતીથી જમીન પર રાખો.
 • જમણા પગ અને જમણા હાથની વચ્ચે રાખો, ઘુટણ છાતીની સામે રાખો.
 • માથું ઉપરની તરફ રાખો, અર્ધ્ય ભુજંગાસનની જેમ.
 • જમણા પગને પણ પાછળ લઇ જાઓ.
 • માથું તેમજ ગરદન બંને હાથની વચ્ચે રાખો.
 • આ સમયે શરીરનો બધો જ વજન બંને હાથ અને પગની ઉપર રાખો.
 • શ્વાસ છોડતાં છોડતાં બંને હાથને સામેની બાજુ લાવો અને ફરીથી પ્રણામ આસન ની સ્થિતિમાં આવી જાઓ.
 • ત્રણ રાઉન્ડ થી ચાલુ કરો અને તમારી ક્ષમતા મુજબ રાઉન્ડ વધારો.

સ્વાસ્થ્યને લગતા ફાયદા:

Image source

 • સૂર્યનમસ્કાર પેટની ચરબીને ઓછી કરવાની સાથે સાથે ઘણા રોગોને દૂર કરવાની ક્ષમતા રાખે છે.
 • ખાસ કરીને ડાયાબિટીસ, મેરુદંડ, પાચન સંબંધી, બધા પ્રકારના પેટને લગતા રોગો, પેટ, સ્વાદુપિંડ, રીક્ષા અને હૃદયને લગતા વિચારો તેમજ મેદસ્વિતાને લગતી સમસ્યા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.
 • આખા શરીરમાં લોહીના પરિભ્રમણની સુચારુ કરે છે.
 • બળ અને તેજની વૃદ્ધિ કરે છે.
 • માનસિક શાંતિ પ્રદાન કરે છે.
 • કરોડરજ્જુનું લચીલાપણું વધારે છે.

પેટની ચરબી ઓછી કરવા માટે આ રીતે સાયકલિંગ કરવી:

Image source

 • તમારી પીઠ ઉપર સુઈ જાઓ.
 • ડાબા પગના ઘુંટણને પેટ સુધી લાવો.
 • જમણા પગની સીધો રાખો.
 • ડાબા પગને આ રીતે ફેરવો, જેમકે સાયકલ ચલાવી રહ્યા હોય અને પછી સીધો કરી લો.
 • હવે જમણા પગથી પણ આ જ પ્રક્રિયા કરો.
 • આ રીતે આ સાયકલિંગ ની પ્રક્રિયા કરતા રહો.
 • ૨૧ થી ૫૧ રાઉન્ડસ
 • ધીમે ધીમે ક્ષમતા મુજબ વધારે પણ કરી શકો છો.
 • પછી ઊલટી દિશામાં સાયકલિંગ કરો એટલે કે પહેલા ઘડિયાળની દિશામાં પછી ઘડિયાળની ઊલટી દિશામા.

સ્વાસ્થ્યને લગતા ફાયદા:

Image source

 • તે પેટના વિકારોની સાથે સાથે પેટ તેમજ કમરની વધારે પડતી ચરબીને ઓછી કરે છે.
 • હિપ અને ઘૂંટણના સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે.
 • પગ તેમજ જાંઘની પુષ્ટિ કરે છે.
 • ઝડપથી વજન ઘટે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *