આરોગ્ય ની સલામતી માંટે ફૂદીના ના આ 10 ફાયદા જરૂર થી જાણો

Image Source

આમ તો ફૂદીના નો ઉપયોગ સ્વાદ અને ઔષધી માંટે કરવા માં આવે છે. પરંતુ પોતાની ઠંડક ને કારણે તે ગરમી માં ખૂબ જ ઉપયોગી બની રહે છે. તો આ ગરમી માં જરૂર થી તેનો ઉપયોગ કરો અને તેના કિમતી 10 ગુણો નો ફાયદો ઉઠાવો.

  • પેટ ની ગરમી ને દૂર કરવા માંટે ફૂદીના નો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત તે પેટ ની બીજી સમસ્યા ઓ ને દૂર કરવામાં ખૂબ ઉપયોગી બને છે. તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી.
  • આખો દિવસ બહાર ફરવા વાળા લોકો ના પગ ગરમી ને લીધે ખૂબ બળતા હોય છે. આવા માં તેમણે ફ્રીજ માં મુકેલ ફૂદીના ના પાન ને વાટી ને પગ નીચે લગાવું જોઈએ. જેથી પગ ની ગરમી દૂર થાય અને જલ્દી જ રાહત મળે.
  • તાજો કે સુકાઈ ગયેલ ફૂદીના ને છાશ, દહી કે કાચી કેરી ના જ્યુસ માં મિક્સ કરી ને પીવાથી પેટ ની બળતરા ઓછી થાય છે. ગરમ હવા અને લુ થી પણ બચી શકાશે.

  • જો તમને હમેશા માંટે ટોન્સિલ્સ ની સમસ્યા રહેતી હોય અને તેમાં થતાં સોજા થી તમે પરેશાન છો તો ફૂદીના ના રસ માં સાદું પાણી મિક્સ કરી ને કોગળા કરવા.
  • ગરમી માં ફૂદીના ની ચટણી નું સેવન કરવા થી ઘણા ફાયદા થાય છે. ફૂદીનો, મરી, હિંગ,સિંધવ મીઠું,જીરું,બધા ને મિક્સ કરી ને ચટણી બનાવી. આ ચટણી પેટ ના ઘણા રોગો થી બચાવે છે. સાથે જ ખાવા માં પણ ટેસ્ટી લાગે છે. ભૂખ ન લાગતી હોય અથવા તો ખાવા પ્રતે અરુચિ હોય તો આ ચટણી ખાવાથી ઘણો ફરક પડે છે.
  • ફૂદીના નો રસ, આદું, અને મધ મિક્સ કરી ને ચાટવા થી ખાંસી માં રાહત મળે છે.

  • ફૂદીના ના પત્તા નો લેપ લગાવાથી ઘણા પ્રકાર ના ચામડી ના રોગ માંથી રાહત મળે છે.
  • ફૂદીના નો ઉપયોગ તમને કમળા જેવી બીમારી સામે રક્ષણ આપે છે. ઘા ના રુજ માંટે પણ તે ઉપયોગી છે. તેમ જ મૂત્ર સંબંધિત સમસ્યા માંટે પણ ફૂદીનો લાભદાયી છે. ફૂદીના ના પાન ને વાટી ને તેને પાણી અને લીંબુ ના રસ સાથે લેવાથી શરીર ની આંતરિક રીતે સાફ  થાય છે.
  • જો તમને વારંવાર હિચકી આવતી હોય તો ફૂદીના ના પાન સાથે ખાંડ ભેળવી ને ખાવાથી ઘણો ફાયદો થાય છે. થોડા સમય માં જ તમારી હિચકી બંધ થઈ શકે છે.
  • આ ઉપરાંત ગરમી માં ફૂદીના નો લેપ ચહેરા પર લગાવા થી ત્વચા ની ગરમી દૂર થાય છે. અને તમે ફ્રેશ ફીલ કરશો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *