આજે જ ઘરે બનાવો સ્વાદિષ્ટ મટકા કુલ્ફી – રેસીપી જાણો

Image Source

ઋતુ ગમે તે હોય પણ આઈસ્ક્રીમ ખાવાનું સૌ કોઈને ગમે છે.

કોરોનાના કારણે તમે બહાર જઇ શકતા નથી. આઇસ્ક્રીમ ખાવું હોય તો તમે ઘરે પણ તેને બનાવી શકો છો. આજે અમે લઈને આવ્યા છીએ મટકા કુલ્ફીની રેસિપી. અા કુલ્ફીનું નામ સાંભળીને જ સૌના મોઢામાં પાણી આવી જાય છે અને જ્યારે આને ઘરે જ બનાવવામાં આવે અને ખાવામાં આવે તો પછી શું કહેવું. ચાલો જાણીએ આજે તેની રેસીપી.

Image Source

જરૂરી સામગ્રી:

  • 2 કપ દૂધ
  • 1 કપ ક્રીમ
  • 1 કપ કન્ડેન્સ્ડ દૂધ
  • 1/2 ચમચી એલચી પાવડર
  • 1/4 કપ મિક્સ સુકામેવા
  • 1 ચમચી કેસર દૂધ
  • 2 માટકા

Image Source

રીત:

તેના માટે સૌથી પહેલા મધ્યમ તાપે એક વાસણમાં દૂધ નાખીને ગરમ કરવા માટે રાખી દો. હવે ક્રીમ અને પછી કન્ડેન્સ્ડ દૂધ નાખીને હલાવ્યા કરો. ત્યાર પછી જ્યારે દૂધ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં કેસરવાળું દૂધ અને એલચી પાવડર નાખીને મિક્સ કરો. હવે દૂધ અડધુ બાકી રહે પછી તેમાં સુકામેવા નાખીને ગેસ બંધ કરી દો. ત્યાર પછી જ્યારે દૂધ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય ત્યારે મિશ્રણને મટકામાં નાખીને સિલ્વર ફોઇલથી કવર કરી દો. હવે 7-8 કલાક માટે ફ્રિજમાં રાખી દો. ત્યાર પછી ફ્રીજ માંથી મટકાને કાઢી લો. તૈયાર છે તમારી મટકા કુલ્ફી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *