જાણો દાણાદાર અને નરમ ગુજરાતી મગજ બનાવવાની રેસીપી

Image Source

આજે હું તમને એકદમ પરફેક્ટ માપ સાથે ગુજરાતી મગજ બનાવવાનું જણાવીશ. જો તમે આ રીતે મીઠાઈ બનાવશો તો તમારી મીઠાઈ દાણાદાર અને એકદમ બજાર જેવી બનશે. ગુજરાતી મગજને તમે ઘરે ખૂબ સરળતાથી બનાવીને મહેમાનો અથવા કોઈપણ પ્રસંગે બનાવીને ખવડાવી શકો છો.

જરૂરી સામગ્રી:

  • કરકરો ચણાનો લોટ – 200 ગ્રામ
  • દળેલી ખાંડ – 200 ગ્રામ
  • દૂધ – 3 ચમચી
  • નાની એલચી પાવડર – 1/2ચમચી
  • દેશી ઘી – 200 ગ્રામ

સજાવટ માટે –

  • ચિરોંજી – જરૂરિયાત મુજબ
  • બદામ – જરૂરિયાત મુજબ પાતળી પાતળી ચિપ્સ કાપી લો
  • પિસ્તા – જરૂરિયાત મુજબ જીણા કાપી લો

બનાવવાની રીતઃ

•ગુજરાતી મગજ બનાવવા માટે સૌથી પહેલા એક થાળી અથવા ટ્રેમા થોડું ઘી નાખી તેને ગ્રીસ કરી લો. ત્યારબાદ એક વાસણમાં દેશી ઘી નાખીને ઘીને ઓગળવા દો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખીને ચણાના લોટને ઘીમાં સારી રીતે મિકસ કરી લો.

Image Source

•ત્યારબાદ ચણાના લોટને સતત હલાવતા ચણાના લોટનો રંગ બદલાઈ ત્યાં સુધી શેકી લો. જેમ જેમ ચણાનો લોટ શેકાવા લાગશે તેમ તમને ચણાના લોટની સુંગંધ આવવા લાગશે. ત્યારે જ્યોત ધીમી કરી લો.

•જ્યારે તમારો ચણાનો લોટ આછા ભૂરા રંગનો થવા લાગે ત્યારે ચણાના લોટને 5 થી 6 મિનિટ શેકી લો. ( ચણાના લોટને તમારે સતત હલાવતા શેકવાનો છે. નહિતર તમારો ચણાનો લોટ વાસણના તળિયે ચોંટી જશે. ચણાના લોટને શેકવામાં 12 થી 15 મિનિટનો સમય લાગશે.

Image Source

•ત્યારબાદ ગેસને બંધ કરી દો અને વાસણમાં એક એક ચમચી દૂધ નાખીને મિક્સ કરતા રહો. દૂધ નાખવાથી તમારી મીઠાઈ દાણેદાર બનશે. જેવા તમે ચણાના લોટમાં દૂધ ઉમેરશો ત્યારે ચણાના લોટમાં બબલ્સ આવવા લાગશે. તેનાથી તમારો ચણાનો લોટ દાણેદાર થવા લાગશે.

•હવે વાસણને ગેસ પર રાખી ધીમા તાપે એક મિનિટ સુધી હલાવતા પકાવી લો. એક મિનિટ પછી ગેસને બંધ કરી દો અને વાસણને ગેસ પરથી ઉતારીને મૂકી દો અને એક થી બે મિનિટ માટે ચણાનો લોટ સતત હલાવતા રહો.

• ત્યારબાદ ચણાનો લોટ 10 મિનિટ માટે ઠંડો થવા માટે મૂકી દો અને થોડા થોડા સમયે હલાવતા રહો. જેથી ચણાનો લોટ વાસણના તળિયે ચોટે નહીં. 10 મિનિટ પછી ચણાના લોટમાં દળેલી ખાંડ અને નાની એલચી પાવડર નાખીને બંનેને યોગ્ય રીતે મિક્સ કરી લો.

• ત્યારબાદ ગ્રીસ કરેલ થાળી અને ટ્રે માં મિશ્રણને નાખી ફેલાવી લો. પછી તેના ઉપર પિસ્તા, બદામ અને ચીરોંજી નાખીને મિશ્રણને સેટ થવા માટે મૂકી દો.

• જ્યારે તમારું મિશ્રણ થોડુ ઠંડુ થાય, ત્યારે તેમાં ચપ્પુથી તમારી પસંદના નાના અથવા મોટા કટકા કોઈપણ આકારમાં કાપી લો. બરફીના કટકાને કાઢશો નહીં પરંતુ તેને વધુ યોગ્ય રીતે સેટ થવા માટે મૂકી દો.

Image Source

• ત્યારબાદ એક એક કટકાને ચપ્પુથી કાઢીને ડિશમાં કાઢી લો. તમારો દાણાદાર ગુજરાતી મગજ બનીને તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment