જાણો લો કેલેરીવાળા મોકટેલ બનાવવાની હેલ્ધી અને સરળ રેસિપી!!! જે હોલીડે બનાવશે સ્પેશ્યલ

Image Source

જ્યારે પણ ઘરની પાર્ટી હોય છે ત્યારે વિવિધ નાસ્તા અને ખાદ્ય પદાર્થોની સાથે ઘણા પ્રકારના પીણા બનાવવામાં આવે છે. સામન્ય રીતે, આપણે પાર્ટી માટે અલગ અલગ મોક્ટેલ બનાવીએ છીએ, પરંતુ તેની કેલેરી કાઉન્ટ ખૂબ વધારે હોય છે. જેના કારણે તમારા આખા અઠવાડિયાની મહેનત વ્યર્થ જાય છે. તે સાચું છે કે ઘરની પાર્ટી અથવા વિકેંડ પાર્ટીમાં તમે તમારા સ્વાદ સાથે કોઈ પ્રકારનું સમાધાન કરવા ઇચ્છતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે કેલેરીની ગણતરીને લઈને સમાધાન કરો.

જી હાં, જો તમે ઈચ્છો તો ઘરની પાર્ટી માટે પણ કેટલીક ઓછી કેલેરીની મોકટેલ બનાવી શકો છો. તેને બનાવવી ખુબજ સરળ છે, જ્યારે તે પીવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ પ્રકાર તમે ખૂબ સરળતાથી તમારી પાર્ટીને સ્વસ્થ રીતે માણી શકો છો. તો આજે આ લેખમાં અમે તમને કેટલીક ઓછી કેલેરીના મોકટેલ પીણા વિશે જણાવી રહ્યા છીએ, જે ચોક્કસપણે તમને પણ ખૂબ પસંદ આવશે અને તમે તેને ખૂબ સરળતાથી તમારા ઘરે બનાવશો.

Image Source

સ્ટ્રોબેરી કૂલર:

સ્ટ્રોબેરી કૂલર એક ખુબજ સ્વાદિષ્ટ મોકટેલ છે, જેને તમે રાસબેરી, સ્ટ્રોબેરી અને સફરજનના રસ વગેરે જેવી કેટલીક વસ્તુઓની મદદથી બનાવી શકો છો.

જરૂરી સામગ્રી:

 • 1 કપ રાસબેરી
 • 4 મોટી ચમચી સફરજનનો રસ
 • 1 કપ બરફના ટુકડા
 • 1 કપ સ્ટ્રોબેરી
 •  250 મિલી લીંબુનો રસ

બનાવવાની રીત

 • સૌથી પેહલા એક મિક્સર લો.
 • હવે તેમાં સ્ટ્રોબેરી, રાસબેરી અને સફરજનનો રસ ઉમેરો.
 • હવે તેને એક રસ થાય ત્યાં સુધી પીસો.
 • હવે તેને ચાળણીની મદદથી તેને ચાળી લો.
 • હવે આ મિશ્રણને એક ગ્લાસમાં નાખો.
 • સાથેજ તેમાં થોડો લીંબુનો રસ નાખો.
 • તમે તેમાં બરફના ટુકડા નાખી ઠંડુ ઠંડુ પીરસો.

Image Source

મિંટ મોકટેલ

જો તમે તમારી હાઉસ પાર્ટીમાં એક તાજા મોકટેલને શામેલ કરવા ઈચ્છો છો તો તેને બનાવી શકો છો. તેને ઓછી કેલેરી મિંટ મોજીટો અથવા મિંટ મોકટેલ થોડી સેકન્ડમાં બનીને તૈયાર થઈ શકે છે.

જરૂરી સામગ્રી

 • લીંબુના ટુકડા
 • ફુદીનાના પાન
 • બરફ
 • સોડા

બનાવવાની રીત

 • સૌથી પેહલા એક ગ્લાસમાં કેટલાક લીંબુની પાતળી સ્લાઈસ નાખો.
 • હવે ગ્લાસમાં ઉપરથી લીંબુના રસને પણ નીચવો.
 • ત્યારબાદ તમે તેમાં કેટલાક ફુદીનાનાં પાન નાખો અને પછી સ્ટ્રો અથવા કોઈ અન્ય વસ્તુની મદદથી તેને થોડું ક્રશ કરો.
 • હવે તમે તેમાં કેટલાક બરફના ટુકડા નાખો.
 • છેલ્લે તમે તેમાં સોડા નાખી તેનો આનંદ માણો.
 • તમારી મિંટ લો કેલેરી મોકટેલ બનીને તૈયાર છે.

Image Source

એવોકાડો મોકટેલ:

એવોકાડો એક ખુબજ હેલ્ધી ફળ છે અને તેને એક મોકટેલ રૂપે સર્વ કરવું એ એક સારો વિકલ્પ છે. તમે આ મોકટેલને બનાવતી વખતે કેટલાક ફળ અને હેલ્ધી ઘટકો નો સમાવેશ કરી શકો છો.

સામગ્રી

 • 1/4 પાકેલો એવોકાડો
 • 1/2 કીવી ફળ
 • 185 મિલી નારિયેળ પાણી
 • 6-8 ફુદીના પાન
 • 1 મોટી ચમચી લીંબુનો રસ

બનાવવાની રીત

 • સૌથી પેહલા તમે એક બ્લેન્ડર લો.
 • હવે તમે તેમાં એવોકાડો, કીવી ફળ, નારિયેળ પાણી, ફુદીનાના પાન અને લીંબુનો રસ નાખો.
 • હવે તમે તેને બ્લેન્ડ કરી અને પછી ગાળી લો.
 • તમે તેને થોડા કિવીના ફળ અથવા ફુદીનાના પાનની મદદથી સજાવટ કરી અને પીરસો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તેને શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment