ઘરે વજન કેવી રીતે ઓછું કરશો જાણો સરળ ઉપાય

આજના યુગમાં વધતું વજન  એક મોટી સમસ્યા બની ગયું છે.  ઘણા લોકો તેમનું વધતું વજન ઓછું કરવા જીમમાં જાય છે, પરંતુ તેનાથી તેમને વધારે ફાયદો થતો નથી. તમે એવું ઈચ્છો કે  તમે કંઈપણ ખાવ અને તમારું વજન વધે નહીં, તો તે કેટલું સારું હોત અને તમે ઘણા રોગોથી બચી  પણ શકો, પરંતુ તેવું અશક્ય છે. દરેક વ્યક્તિનું શરીર વિવિધ પ્રકારનું હોય છે, બધા નું સરખું  નથી હોતું. પરંતુ તમે તમારું વધતું વજન કેવી રીતે ઘટાડશો?અને તે પણ ઘરે બેઠા.  ચાલો તેના વિશે વાત કરીએ.

Image Source

વજન વધવાના કારણ

ખાધા પછી તરત સૂઈ જવું:

જે લોકો ખાધા પછી સૂઈ જાય છે અથવા તો બેસી રહે છે તો  તેનું વજન વધતું જાય છે.

ભૂખ લાગી હોય પણ ખાવાનું ન ખાવ ત્યારે:

જ્યારે તમને ભૂખ લાગે અને ત્યારે તમે ખોરાક નથી લેતા અને એક સાથે વધારે ખોરાક ખાઈ લો છો અને ધીમે ધીમે તે તમારી આદત બની જાય છે.

અનિયમિત દિનચર્યા:

આને કારણે તમે ઘણી બીમારી ઓ ના શિકાર થાવ છો, જેના કારણે મોટાપણું પણ જડપ થી વધે છે.

હંમેશાં કંઇક ના કઈક ખાતા રહેવું :

આ આદત ઘણા લોકોમાં જોવા મળે છે, જેના કારણે તેમના શરીર માં ચરબી ખૂબ જ ઝડપથી વધે છે.

બિલકુલ પણ વ્યાયામ ન કરવો:

જે લોકો કસરત કરતા નથી, કોઈ શારીરિક શ્રમ નથી કરતાં તેમનું વજન પણ જડપ થી વધે છે.

ફાસ્ટ ફૂડનું વધુ પડતું સેવન:

આજકાલ વધતું વજન જીવન નો એક હિસ્સો બની ગયો છે. જે નાના બાળકો માં વધુ જોવા મળે છે.  આ પાછળનું સૌથી મોટું કારણ ફાસ્ટ ફૂડ છે.

તેલ અને ચીકણો ખોરાક વધુ ખાવો:

તેલ વાળો અને ચીકણો ખોરાક તમારા શરીરની ચરબી ને વધારે છે.

હંમેશાં બેસી રહેવું:

આજના સમયમાં ઘણા લોકો સિટિંગ નોકરી કરે છે જેના કારણે તેમનું વજન વધી જાય છે.

થાઇરોઇડ:

જે લોકો નું વજન વધે છે તેનું કારણ થાઇરોઇડ પણ  હોઈ શકે છે. કારણ કે એવા ઘણા લોકો છે જેમને થાઇરોઇડ હોય છે અને તેનું વજન ઝડપથી વધી જાય છે.

ઘરે વજન ઓછું કરવા માટેની ટિપ્સ

ગ્રીન ટી

ગ્રીન ટીનું સેવન કરવાથી તમે તમારું વજન સામાન્ય કરતા ઝડપથી ઘટાડી શકો છો, તેમાં આવા એન્ટીઓકિસડન્ટો હોય છે. તે તમારા ચયાપચયને સારું રાખે છે, તે તમારા શરીરમાંથી ઝેરી પદાર્થોને પણ દૂર કરે છે. તમે દિવસ દરમિયાન 2 થી 3 ગ્રીન ટી પી શકો છો.

પુષ્કળ પાણી પીવું

જો તમને ખૂબ ભૂખ લાગતી હોય તો તમારે પાણીનું સેવન વધુ કરવું જોઈએ. જેના કારણે તમારી ભૂખ ઓછી થવા લાગશે. તેનાથી તમારું પાચન તંત્ર સારું રહેશે અને તમારું શરીર હાઇડ્રેટેડ રહેશે.

ભોજન ની માત્રા સીમિત રાખો.

તમારું વજન ત્યારે પણ જડપ થી વધશે જ્યારે તમે સીમિત માત્રા કરતાં વધુ ભોજન ખાશો. તમે પણ તમારી ખાવાની ટેવથી પણ પરેશાન છો અને જેના કારણ છે કે તમારું વજન વધવાનું શરૂ થાય છે. તેથી તે ખૂબ જ જરુરી છે કે તમે મર્યાદિત માત્રામાં ખોરાક લો. આમ કરીને પણ તમે ઘરે તમારું વજન ઓછું કરી શકો છો.

ઘરે વજન ઓછું કરવાના ઉપાય

જો તમે ઘરે રહીને તમારું વજન ઓછું કરવા માંગતા હો તો તેની માટે તમારે રોજ સવારે ઉઠીને કસરત અથવા યોગ કરવા પડશે, આમ કરવાથી તમે ઘરે જ તમારું વજન ઓછું કરી શકો છો.

બાલાસન

પેટ ઘટાડવાની સાથે સાથે  સ્નાયુઓને મજબૂત કરવા માંટે પણ તમે બાલાસન કરી શકો છો. તે  કરવા માટે, તમે તમારા ઘૂંટણ પર જમીન પર બેસો. એક ઉંડો શ્વાસ લો અને આગળ ની બાજુ એ  ઝૂકો. તમારી છાતી જાંઘને સ્પર્શ કરવી જોઈએ અને માથા થી ફ્લોરને સ્પર્શ કરવાનો  પ્રયત્ન કરવો જોઈએ.

ભુજંગાસન

જો તમારા પેટ ની ચરબી વધુ હોય અને તમે તેને ઓછી કરવા માંગતા હો તો દરરોજ ભુજંગાસન કરો, તે તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. ઘરે રહીને તમે તમારું વજન ઓછું કરી શકશો. આ આસન કરવાથી વજન ખૂબ જ ઝડપથી ઘટે છે. ભુજંગાસન કરવા માટે તમારા પેટ ના બળ પર સૂઈ જાઓ. હવે તમારા બંને હાથ ને તમારા માથા નીચે મુકો. તેને બંને પગ ના અંગૂઠા સાથે રાખો. પછી તમારા માથા ને ઉચુ કરો અને બંને હાથને ખભા ની સમાન લાવો.

કપાલભાતી

તે તમારા આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે કપાલભાતી  પ્રાણાયામ કરવા માટે, તમારે  ખુલ્લું વાતાવરણ (જ્યાં શુદ્ધ હવા છે) અને સાફ જગ્યા પસંદ કરવી પડશે. પછી તમારા હાથને તમારા ઘૂંટણ પર જ્ઞાનમુદ્રા માં મુકો અને ઝડપી શ્વાસ લો અને છોડો. ઓછામાં ઓછા 15 મિનિટ સુધી આ કરો, આમ કરવાથી તમારું વજન ઝડપથી ઘટશે.

ધનુરાસન

આ આસન થોડું મુશ્કેલ છે, વધુ મેદસ્વી લોકો આ આસન કરવામાં સક્ષમ નથી. આ આસન  કરવા માટે, પહેલા તમે પેટ ના બળે સૂઈ જાઓ. તે પછી, પગને એક સાથે જોડો. તમારા બંને પગ વાળો. ઘૂંટણ અને પંજા ની વચ્ચે એક ફૂટ નું અંતર રાખીને બંને પગની એડીઓ ને હાથથી પકડો. હાથની મદદથી, બંને પગના ઘૂંટણ, જાંઘ અને ધડને ઉપરની તરફ ઉભા કરો.

ચક્રાસન

આ આસન વજન ઘટાડવાની સાથે, તે તમારા શરીરમાં ઉર્જા પણ જાળવી રાખે છે, આ આસન  કરવા માટે તમે પ્રથમ તમારી પીઠ ના બળે સુઈ જાઓ,  ત્યાર પછી તમારા ઘૂટણ ને વાળો અને તમારા હાથને માથાની જેમ ઉલટાવી લો, તે પછી તમારા હાથ અને પગ ના સહારે  શરીરને ઉપરની બાજુ એ ઊભું કરો આમ કરવાથી  તમારું વજન ઝડપથી ઘટશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment