જાણો ફેસ સ્ટીમીંગ ના ફાયદા, અને મેળવો ચમકદાર ત્વચા

ચહેરા ની ત્વચા ને સાફ રાખવાં માંટે તેના છિદ્રો સાફ રહે તે ખૂબ જરુરી છે. ચહેરા ને સ્ટીમ આપવા થી તેના છિદ્રો ખૂલી જાય છે. સાથે જ બ્લડ સરકયુંલેશન પણ સારું થશે.

ફેસ સ્ટીમીંગ થી તમારી ત્વચા સાફ અને ચમકદાર થાય છે. ચાલો જાણીએ ફેસ સ્ટીમીંગ ના ફાયદા અને કેવી રીતે તેને ઘરે પણ કરી શકાય.

Image Source

સ્ટીમીંગ ના ફાયદા

  • સ્ટીમીંગ એ ત્વચા ના રોમ છિદ્રો ને ખોલી નાખે છે અને સ્કીન સાફ થાય છે.
  • ચહેરા પર ખીલ કરનાર બેક્ટેરિયા પણ નાશ થાય છે.
  • બ્લેકહેડ્સ ને આસાની થી મટાડી શકે છે.
  • ચહેરા ના પોર્સ માં ગંદકી ને દૂર કરી શકાય છે.

રક્ત સંચાર સારો થાય છે.

  • જ્યારે ચહેરા પર હીટ પડે છે ત્યારે આપણું મગજ, રક્ત ધમની ને સંદેશો આપે છે કે તે ચહેરા પર રક્ત ના ફ્લો ને વધારે. ફેસ પર બ્લડ સરક્યુંલેશન થવા થી ઓક્સિજન અને ન્યુટ્રીયન વધુ માત્રા માં ચહેરા સુધી પહોંચે છે. અને ચહેરો ગ્લો કરે છે.
  • ચહેરા પર ગરમ પાણી થી સ્ટીમ લેવાથી રક્ત સંચાર પ્રણાલી ને સારી બનાવે છે. એટલે ઓક્સિજન કોશિકાઓ સુધી પહોંચશે. ચહેરા ને પ્રાકૃતિક ચમક મળે છે.
  • સ્ટીમીંગ તમારી ત્વચા ને હાયડ્રેટ કરે છે. નિયમિત ઉપયોગ થી ત્વચા પર કરચલીઓ પણ ઓછી થાય છે.
  • આ ઉપકરણ થી તમારી સ્કીન પર પણ ઘણો ફરક પડે છે. શિયાળા માં અને ગરમી માં ત્વચા રક્ષા પણ કરે છે. બસ થોડી વાર માંટે સ્ટીમીંગ કરવાનું છે.

મૃત ત્વચા થી છુટકારો મળે છે.

  • ચહેરા પર ગરમ પાણી થી સ્ટીમ લેવાથી મૃત ત્વચા ની સમસ્યા ગાયબ થઈ જાય છે. સાથે જ સ્કીન પર જમા થયેલ ધૂળ, ગંદકી ના કણ,અને ગંધ સાફ થાય છે. આ રીત ની સફાઇ થી ત્વચા સાફ થાય છે.

થકાવો દૂર થાય છે.

  • જે લોકો કલાકો સુધી કોમ્પુટર પર કામ કરે છે તે ફેસ સ્ટીમ થી પોતાના ચહેરા પર નો થકાવો દૂર કરી શકે છે. જેનાથી ત્વચા ને આરામ મળે છે. ગરમ પાણી ના સ્ટીમ થી તમે સંક્રમણ થી પણ બચી શકો છો.

સ્ટીમર કેવી રીતે પસંદ કરશો.

  • પહેલા ના જમાના માં લોકો મોટા સ્ટીમર નો ઉપયોગ કરતાં. પણ હવે બજાર માં નાના અને મોટા બંને જ સ્ટીમર ઉપલબ્ધ છે.
  • તમે ઓનલાઇન પણ માંગવી શકો છો. અઠવાડિયા માં એક બે વાર સ્ટીમ લેવી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *