ખજૂરના ૧૦ અદભુત ફાયદાઓ, હાડકા બનશે મજબૂત , ત્વચા બનશે સુંદર અને હેંગઓવર ઉતરશે.

Image Source

ખજૂરમાં ઘણા પ્રકારના મિનરલ્સ, શુગર, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ઘણાં ગુણકારી તત્વો હોય છે.

આજથી હજાર વર્ષ પહેલા માનવીને ડેટ્સ એટલે ખજૂર વિશે જાણવા મળ્યું અને સાથે તે પણ જાણવા મળ્યું કે ડેટ્સની અંદર હીલિંગ પાવર હોય છે અને આ વાત વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી. તેવું માનવામાં આવે છે કે ખજૂરનું ઉત્પાદન ઇરાકથી થયું, પરંતુ ઇટલીના લોકોનો દાવો છે કે તેમણે તેનાથી ઘણા સમય પેહલા જ ખજૂરની વાઈન બનાવવાનું શરૂ કરી દીધું હતું. બીજા દેશોમાં વેપારને કારણે ખજૂર સાઉથવેસ્ટ એશિયાથી લઈને સ્પેન, ઉત્તર આફ્રિકા અને ત્યારબાદ મેક્સિકો અને કેલિફોર્નિયામાં પહોચ્યું. આજે ખજૂર મિડિલ ઈસ્ટની ઘણી ડીશના મહત્વપૂર્ણ ઘટક છે. આમતો વિશ્વમાં ૩૦ પ્રકારના ખજૂર જોવા મળે છે પરંતુ મોટાભાગે તેનું ૩ વર્ગોમાં વર્ગીકરણ થાય છે. સોફ્ટ, સેમી ડ્રાઈ અને ડ્રાઈ. અને આ અંતર ત્રણ મુખ્ય વસ્તુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ. ખજૂરની સૌથી શ્રેષ્ઠ શ્રેણીઓમાંથી એક ગાંજા પટ્ટીમાં મળી આવે છે.

Image Source

આ ઉપરાંત ઇજિપ્ત મા જોવા મળતો ઝેગલોલ ખજૂર પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે, આકારમાં લાંબો અને ઘાટા રંગ વાળો આ ખાવામાં ખાવામાં ક્રંચી હોય છે અને તે મીઠાશ ની બાબતમાં પણ ઘણી ઉપર છે. સાઉદી અરબમાં જોવા મળતો શુકકરે દુનિયાનો સૌથી મોંઘા ખજૂરમાંથી એક છે. તે હળવા ભૂરા રંગનો હોય છે અને ઘણો મુલાયમ હોય છે. ત્યારબાદ ખાદ્રાવી જે ઘણો મુલાયમ અને મીઠો હોય છે અને અરબના લોકોમા ઘણો લોકપ્રિય છે. તેમ કેહવાય છે કે ઈરાકમાં ખજૂરની લગભગ ૧૦૦ વેરાયટી છે. દુનિયાભરના લોકો ખજૂરને પોતાના દૈનિક ખોરાકમાં શામેલ કરે છે. પરંતુ તમને તે જાણ હોવી જોઈએ કે ખજૂર સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકરક હોય છે. ખજૂરમાં ઘણા પ્રકારના વિટામિન્સના શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે, તેટલું જ નહીં ખજૂર ઘણા પ્રકારના મિનરલ્સ, શુગર, કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવાં ગુણકારી તત્વોથી ભરપૂર હોય છે. ડેટ્સ અથવા ખજૂરના ૧૦ ફાયદાઓ:

Image Source

૧. કોલેસ્ટ્રોલ ઓછું કરે છે:

શું તમે જાણો છો કે ડેટ્સમાં કોલેસ્ટ્રોલ અને શુગરની માત્રા પણ ઘણી ઓછી હોય છે. દરરોજ તમારા ભોજનમાં થોડી માત્રામાં ખજૂરને શામેલ કરી તમે તમારા કોલેસ્ટ્રોલની કાળજી રાખી શકો છો અને સાથેજ તેનાથી તમને વજન ઓછું કરવામાં પણ મદદ મળશે..

Image Source

૨. પ્રોટીનથી ભરપૂર છે:

વધારે માત્રામાં રહેલું પ્રોટીન તમારા સ્નાયુઓને મજબૂત રાખવામાં ઘણું મદદ કરે છે. તેથી વધારે જિમમાં જતા લોકોને ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે, તો તમે પણ તમારા સ્નાયુઓને મજબૂત બનાવવા ઇચ્છો છો તો પ્રોટીનથી ભરપૂર ખજૂર જરૂર ખાઓ.

Image Source

૩. વિટામીનનો સ્ત્રોત છે:

ખજૂરમાં વિટામિન બી1, બી2, બી3,બી5 ની સાથે વિટામિન એ અને સી પણ જોવા મળે છે. જો તમે દરરોજ ખજૂરનું સેવન કરો છો તો તમારે વિટામિન સપ્લીમેન્ટ લેવાની કોઈ જરૂર પડશે નહિ. સાથેજ તેમાં રહેલ ગ્લુકોઝ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ દિવસ દરમિયાન તમારા શરીરમાં સ્ફૂર્તિ જાળવી રાખે છે.

૪. હાડકાને મજબૂત રાખે છે:

તમને તે જાણીને આશ્ચર્ય થશે કે ખજૂરમાં રહેલ મેંગેનીઝ, સેલેનિયમ, કોપર, મેગ્નીશિયમ જેવા તત્વ તમારા હાડકાની તંદુરસ્તી માટે ઘણા મદદરૂપ થાય છે અને તમને ઓસ્ટીયોપોરોસિસ જેવા રોગોથી સુરક્ષિત રાખવામા મદદ કરે છે.

Image Source

૫. નર્વસ સિસ્ટમને શ્રેષ્ઠ રાખે છે:

સોડિયમની માત્રા ઓછી હોવાને કારણે તમારી નર્વસ સિસ્ટમને સંતુલિત રાખવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

૬.આયર્નની તાકાત:

તમારા દાંતને સ્વસ્થ રાખવા માટે જરૂરી ફ્લોરિન સિવાય ખજૂરમાં આયર્ન પણ રહેલ હોય છે. આયર્નની ઉણપ શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓને જન્મ આપી શકે છે. જેમકે શ્વાસની તકલીફ, એનીમિયા, થાક વગેરેની સાથે તમારા લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે.

૭. પાચનતંત્રની મજબૂતી માટે:

જો તમે દરરોજ સવારે પાણીમાં પલાળી રાખેલ ડેટ્સનું સેવન કરો છો તો તેમાં રહેલ ફાઈબર તમારા પાચનતંત્રને શ્રેષ્ઠ કરવામાં મદદ કરે છે. આ કારણે જ કબજિયાતના દર્દીઓને તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.

eal

Image Source

૮. ત્વચાની સુંદરતામાં મદદ કરે છે:

ખજૂરમાં રહેલ વિટામિન સી અને ડી તમારી ત્વચાને ઢીલી થવાથી રોકે છે એટલે તે તમારા ચહેરા પર પડતી કરચલીઓ સાથે લડે છે. સાથેજ તે તમારી ત્વચાને મુલાયમ બનાવવામાં પણ તમારી મદદ કરે છે. ખજૂરમાં રહેલ એન્ટી એંજિંગ ગુણ તમારા શરીરમાં મેલાનિનને એકઠું થતું અટકાવે છે.

Image Source

૯. વજન વધારવામાં મદદરૂપ:

શુગર, પ્રોટીન અને અન્ય વિટામીનની હાજરીના કારણે ખજૂર આપણને વજન વધારવામાં પણ મદદ કરે છે. તેમ કેહવામાં આવે છે કે ખજૂરને ખીર સાથે ખાવાથી તમારું વજન એક સરખું વધે છે.

૧૦. હેંગઓવર ઉતારવાની રીત:

ઓછા લોકો એવું જાણે છે કે હળવું ઘસ્યા પછી રાતભર પાણીમાં પલાળેલો ખજૂર તમારું હેંગઓવર ઉતારવામાં તમારી મદદ કરી શકે છે. તેથી રાત્રે નશામાં ધૂત થતાં પેહલા ખજૂરને પાણીમાં નાખીને રાખવાનું ભૂલશો નહિ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment