નવરાત્રિ માં ઓનલાઈન ગરબા કરી શકો છો તો જાણો રસપ્રદ ઉપાય

Image Source

નવરાત્રિ ના તેહવાર માં શણગાર નું પોતાનુ જ એક અલગ મહત્વ છે, તેમજ ગરબા માં ભાગ લેવાનો ચાલ દરેક ઉમર ના લોકો માં જોવા મળે છે પછી તે બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો દરેક માં ગરબા ને લઈને ઉત્સાહ ઘણો વધુ હોય છે. પરંતુ કોરોના સમય મા આ તેહવાર ને તે રીતે ઉજવી નથી શકતા, જેમ પેહલા ધુમ ધામ અને જોરશોર સાથે કરતા હતા. પરંતુ તેનાથી ઉદાસ થવાને બદલે તમે કોરોના સમય મા પણ ઉત્સાહ સાથે આ તેહવાર ને ખાસ બનાવી શકો છો. તે પણ સામાજિક અંતર નો સંપૂર્ણ ખ્યાલ રાખીને જેથી તમે નિયમો નું પાલન પણ કરો અને ઉત્સાહ મા કોઈ પણ પ્રકારની કોઈ ઉણપ ન રહી જાય.

Image Source

જન્મ દિવસ ની પાર્ટી ઓનલાઈન થઈ રહી છે, ભણતર ઓનલાઈન થઈ રહ્યું છે, ઓફિસ ના કામ ચાલી રહ્યા છે તો ગરબા ઓનલાઈન કેમ નથી કરી શકાતા ? જી હા, કોરોના સમય મા નવરાત્રિ ના આ દિવસોને ખુબજ ખાસ બનાવી શકો છો, તે પણ સંપૂર્ણ નિયમો નુ પાલન કરતા. ઓનલાઇન ગરબા મા ના તમે ભીડ વાળી જગ્યા પર જશો, ન વધારે લોકોના સંપર્ક માં આવશો, પરંતુ આનંદ ભરપૂર કરશો. જી હા, તેના માટે સૌથી પહેલા તમારું ગ્રુપ તૈયાર કરવું પડશે, જે તમારી સાથે ગરબા નો આનંદ મેળવવા માંગતા હોય.

ચાલો જાણીએ નવરાત્રિ માં ઓનલાઈન ગરબા માટે ઘણા હદય સ્પર્શી ઉપાય –

  • હવે તમે બધા પોત પોતાના ધર મા રહીને સંપૂર્ણ રીતે ગરબા ના ગેટ અપ મા તૈયાર થઈને આ ખાસ તેહવાર ને વધુ ખાસ બનાવી શકો છો.
  • તમે શ્રેષ્ઠ ડ્રેસ અને શ્રેષ્ઠ નૃત્યાંગના પણ પસંદ કરી શકો છો જેથી જેવી રીતે તમે ગરબા મા એક ઉત્સાહ સાથે તૈયાર થઈને જાવ છો, તેજ ઉત્સાહ ઓનલાઈન ગરબા મા જળવાઈ રહે.
  • ગરબા ના ગીતો તમે અગાઉ થી જ સૂચિ બનાવીને રાખી લો જેથી આગળ પાછળ ન થઈ જાય.
  • થોડા સમય અગાઉ થી જ તમે ગરબા ની પ્રેક્ટિસ શરૂ કરી દો અને તેના માટે તમારું ગ્રુપ તૈયાર કરો.
  • એક નિશ્ચિત સમય નક્કી કરો અને તેજ સમય પર તમારે તમારા ગરબા ની પ્રેક્ટિસ કરવાની છે. તમારા સંપૂર્ણ ગ્રુપ સાથે.
  • પૂરા ગરબા ના ગેટ અપ ના હિસાબ થી તૈયાર થવું જરૂરી છે. તમે તે ન વિચારો કે ઘર માં છીએ તો તેના માટે આટલું શું તેયાર થવું જોઈએ ? જેમ તમે દર વર્ષે પોતાને આ ખાસ તેહવાર ઉપર પોતાને તૈયાર કરો છો, તેજ રીતે ઓનલાઈન ગરબા માટે પણ પોતાને ફૂલ ગેટ અપ સાથે તૈયાર કરો.
  • પાર્લર જવા ને બદલે તમે જાતે જ ઘરે તૈયાર થઈ શકો છો.
  • દરેક દિવસ માટે તમે થીમ પણ નક્કી કરી શકો છો, જેમ કાઠિયાવાડી અને કાલબેલિયા થીમ ઉપર મેકઅપ પરફેક્ટ રાજસ્થાની દેખાવ આપશે.
  • અલગ દેખાવા માટે તમે સપ્તરંગી અને સ્મોકી મેકઅપ કરી શકો છો, સાથે જ ઈન્ડો-વેસ્ટર્ન ગરબા ડ્રેસ અજમાવી શકો છો.
  • તમે જોડીમાં આવીને બોલીવુડ સ્ટાઈલ દેખાવ પણ બનાવી શકો છો, તેનાથી તમે દરેક દિવસે કંઇક જુદી જુદી સ્ટાઈલ માં આ તેહવાર ને વધુ ખાસ બનાવી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *