જાણો લક્ષ્મીજીની પૂજા કરતી વખતે કઈ વસ્તુનો ઉપયોગ ના કરવો, નહી તો થશે નુકસાન

માણસ, દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક સંભવ કોશિશો કરતો હોઈ છે. પરંતુ માતા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત કરવી એટલી સરળ નથી, તેના આશીર્વાદ મેળવવા માટે ઘણી વસ્તુઓ નું ધ્યાન રાખવું પડે છે. માતા લક્ષ્મીજી ના આશીર્વાદ મેળવવા એવી ઘણી વસ્તુઓ છે જેને પૂજા કરતી વખતે શુભ માનવામાં નથી આવતી. જો તમે એ વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી ધનની દેવી લક્ષ્મી તમારા થી નારાજ થઈ શકે છે.

માતા લક્ષ્મીની પૂજા દરમ્યાન અમુક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે દરેક લોકો ને એ વાતની ખાસ ખબર હોઈ છે કે જે ઘરમાં સાફ સફાઈ હોઈ છે ત્યાં જ દેવી લક્ષ્મી નો વાસ રહે છે. જે લોકો તેના ઘરને સાફ સુથરું નથી રાખતા  એ ઘરથી દેવી લક્ષ્મી દુર ચાલી જાય છે.

આવો જાણીએ ધાર્મિક શાસ્ત્રો મુજબ લક્ષ્મીજી ની પૂજામાં કઈ વસ્તુનો ઉપયોગ ના કરવો

  • જો તમે ધનની દેવી લક્ષ્મીજી ની પૂજા અર્ચના કરી રહ્યા છો તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેની પૂજા દરમ્યાન સફેદ ફૂલ અર્પણ ના કરવું, તેને હંમેશા લાલ ગુલાબ અથવા લાલ કમળ નું ફૂલ જ અર્પણ કરવું , જેને શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મી સુહાગણ છે તેથી તેને લાલ રંગ અતિ પ્રિય છે.
  • લક્ષ્મીજી ની પૂજામાં તુલસીનો ઉપયોગ જરાક પણ ના કરવો.
  • જો તમે લક્ષ્મીજી ની પૂજા કરી રહ્યા છો તો તેની ડાબી બાજુ દીપક ના જલાવો, તેને હમેશા જમણી બાજુ જ રાખવો. અને એ વાતનું પણ ધ્યાન રાખો કે દીવામાં જે વાટનો તમે ઉપયોગ કરો છો તે લાલ રંગ ની હોઈ.
  • માતા લક્ષ્મીની પૂજા દરમ્યાન તમે તેના પર ચડાવેલો પ્રસાદ દક્ષિણ દિશા બાજુ રાખો અને તેની આગળ ફૂલો પણ રાખો.
  • જેમ કે બધા જાણો જ છો માતા લક્ષ્મીજી વિષ્ણુજી ના પત્ની છે. તેથી માતા લક્ષ્મીની પૂજા કર્યા બાદ વિષ્ણુજી ની પૂજા પણ કરો જેથી તમને સફળતા પ્રાપ્ત થશે.

જો તમે ઉપર જણાવેલા નિયમો મુજબ માતા લક્ષ્મી ની પૂજા કરશો તો તમારી પૂજા સફળ થશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment