જાણો વેક્સ કઈ રીતે કરી શકાય, તેના ફાયદા, પ્રકાર અને નુકશાન વિશે પણ જરૂરી બાબતો જાણો.

Image Source

શું તમારા શરીર પર ખૂબ જ વાળ આવે છે અને તમે પાર્લર માં પૈસા ખર્ચવાથી હેરાન છો? તો વધારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આજથી તમે ઘરે બેઠા બેઠા જ કેટલાક સરળ ઉપાયો અને રીત થી જાતે વેક્સ કરી શકશો. ફક્ત ઘરે વેક્સ બનાવવામાં થોડો સમય લાગશે. પછી વેક્સ બનતા જ તમે તમારી ત્વચા પરથી અણગમતા વાળ સાફ કરી શકો છો.

તો ચાલો તમને જણાવીએ કે વેક્સ વેક્સ કેવી રીતે કરવું, બનાવવાની રીત, વેક્સ કરવાની રીત, પ્રકાર, લાભ અને નુકશાન –

 1. વેક્સિંગ શું છે?
 2. વેક્સ ના પ્રકાર
 3. વેક્સ કરવાની રીત
 4. ઘરે વેક્સ બનાવવાની રીત
 5. વિટ વેક્સ પટ્ટા નો ઉપયોગ કેવી રીતે કરવો
 6. વેક્સ ના ફાયદા
 7. વેક્સ ના નુકશાન
 8. ચેહરા પર વેક્સ કરતા પહેલા જાણી લો અમુક જરૂરી વાતો, નહિતર મોંઘું પડી શકશે.

વેક્સિંગ શું છે?

વેક્સિંગ વાળ દૂર કરવાની પ્રક્રિયા છે, જેમાં સેમી પરમેનેન્ટ પ્રક્રિયા હોય છે. એટલે કે થોડા દિવસો પછી વાળ ફરીથી આવી જાય છે. આમાં વાળ મૂળ માંથી નીકળી જાય છે અને ફરીથી વાળને આવતા બે થી આઠ અઠવાડિયા લાગી જાય છે. કેટલાક લોકોમાં વાળ અઠવાડિયામાં જ દેખાવા લાગે છે. લગભગ શરીરના બધા ભાગ પર વેક્સ કરી શકાય છે, જેમકે આઈબ્રો, પગ, મો, કમર, પેટ અને બિકિની ક્ષેત્ર. અણગમતા વાળને દૂર કરવા માટે ઘણા બધા પ્રકારના હોય છે. વેક્સ કોઈ પ્રશિક્ષિત વ્યક્તિ પાસે કરાવાઈ છે.

વેક્સ કરવાના પ્રકાર.

Image Source

સોફ્ટ વેક્સ –

બધા વેક્સ માંથી સૌથી વધારે ઉપયોગ સોફ્ટ વેક્સ નો કરવામાં આવે છે. તમે જ્યારે પાર્લર માં જતાં હશો ત્યારે ટ્રેનર સૌથી પહેલો ડબ્બો જે ખોલતી હશે તે મુલાયમ વેક્સ નો હોય છે. આ વેક્સ ને બે ભાગમાં વહેંચીએ – ગરમ અને ઠંડુ વેક્સ. ગરમ વેક્સ ઠંડા વેક્સની તુલનામાં ઓછો દુખાવો થાય છે અને વાળ તેમાં સરળતાથી નીકળી જાય છે. ઠંડુ વેક્સ ઓછા ઠોસ વાળું વેક્સ હોય છે જે પહેલેથી જ વેક્સ પટ્ટી પર લાગેલું હોય છે, પરંતુ તેમાં દુખાવો વધુ થાય છે.

Image Source

હાર્ડ વેક્સ –

હાર્ડ વેક્સ નો ઉપયોગ ત્વચાના નાના નાના ભાગ પર કરવામાં આવે છે, જેમ કે અપર લીપ્સ, આઈબ્રો અને અંડર આમૅ. આ વેક્સને આવા ભાગ પર ગરમ ગરમ લગાવી શકાય છે અને પછી ઠંડુ કરાય છે, જેનાથી વેક્સ કઠોર થઈ જાય અને વાળ સરળતાથી દૂર થઈ જાય. હાર્ડ વેક્સ થી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી, જ્યારે સોફ્ટ વેક્સ થી તમારી ત્વચા પર ખંજવાળ આવી શકે છે. આ બંને સામાન્ય ત્વચા માટે સારું છે, પરંતુ જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમારે આ વેક્સ નો ઉપયોગ ન કરવો.

ફ્રૂટ વેક્સ –

શું તમારી ત્વચા સંવેદનશીલ છે? તો ફ્રૂટ વેક્સ તમારી ત્વચા માટે જ બનેલું છે, આ વધારે પડતું ફળોના રસ માંથી બનેલું હોય છે અને તે એન્ટી ઓક્સિડન્ટ થી ભરપુર હોય છે. જે તમારી સંવેદનશીલ ત્વચા માટે બિલકુલ પણ નુકશાનકારક નથી. આ તમારા માટે થોડું મોઘું હોઈ શકે, પરંતુ તેનું પરિણામ તમને ખૂબ જ સારું મળશે.

Image Source

સુગર વેક્સ –

સુગર વેકામાં સુગર ઉપરાંત લીંબુ અને પાણી પણ હોય છે. આ તો તમે બધા જાણતા જ હશો કે ત્વચા માટે ખાંડ અને લીંબુ કેટલી ઉત્તમ સામગ્રીઓ છે. જો તમારી ત્વચા તૈલીય કે સંવેદનશીલ હોય તો તમે સુગર વેક્સ નો ઉપયોગ કરી શકો છો. કે પછી તમને ખૂબ જ જલ્દી ચાંભા પડી જતાં હોય તો પણ આ વેક્સ નો ઉપયોગ કરી શકો છો. તે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક હોય છે અને તમારી ત્વચાને નુકશાન પહોંચાડતુ નથી.

Image Source

ચોકલેટ વેક્સ –

ચોકલેટ ન ફક્ત ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ ત્વચા માટે પણ સ્વસ્થ હોય છે. ચોકલેટ નો ઉપયોગ વેક્સિંગ માટે પણ કરવામાં આવે છે. ચોકલેટ વેક્સ ફક્ત વાળને જ હટાવતી નથી, પરંતુ ત્વચા ને પણ ચમકાવે છે. તેમાં મોઇસ્વરાઈઝિંગ ના ગુણ પણ હોય છે, જે શુષ્ક ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.

વેક્સ કરવાની રીત.

વેકસ કરવાની રીત કંઇક આ પ્રકારે છે –

 1. સૌથી પહેલાં એ ભાગને સાફ કરો જ્યાં તમે વેક્સ કરવા માંગો છો અને પછી ત્વચાને સુકાવા દો.
 2. એ વાતનું ધ્યાન રાખવું કે ત્વચા પર કોઈ પણ પ્રકારનું તેલ કે ક્રીમ ન લગાવવું. તેનાથી તમારા વાળ વચ્ચે થી જ તૂટી જાય છે.
 3. હવે વેક્સ ને ગરમ કરો, પરંતુ વેક્સ ને વધુ ગરમ ન કરો. ફક્ત હુંફાળું થાય ત્યાં સુધી જ વેકસને ગરમ કરવું.
 4. હવે જ્યાં તમારે વેક્સ કરવું હોય ત્યાં પાવડર લગાવો. જેથી ત્વચાનું તેલ અને ગંદકી સરળતાથી દૂર થઈ જાય. તેનાથી તમને વેક્સ ની પટ્ટી દૂર કરવામાં પણ સરળતા રહેશે.
 5. હવે તમારી ત્વચા પર, જ્યાં તમારે અણગમતા વાળ દૂર કરવા હોય ત્યાં કોઈ ધાર વગરના ચપ્પુ થી વેક્સ લગાવો.
 6. એ વાતનું ધ્યાન રાખવું કે જ્યાં તમે વેક્સ લગાવી રહ્યા છો તેની દિશા સાચી હોવી જોઇએ.
 7. હવે ત્વચા પર વેક્સ લગાવ્યા પછી તેના પર પાતળા કાપડનો ટુકડો કે વેક્સિંગ પટ્ટી રાખો. હવે પટ્ટી ને સરખી રીતે ત્વચા પર દબાવો, જેનાથી પટ્ટી સારી રીતે ત્વચા પર ચોંટી જાય. (એક વાર વેક્સિંગ પટ્ટી નો ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ ન કરવો.)
 8. ટવે ત્વચા પરથી વેક્સિંગ પટ્ટી ને વધતા વાળની વિરુદ્ધ દિશામા હટાવો.
 9. વેક્સિંગ પટ્ટી ને જલ્દી દૂર કરો. ધીમે ધીમે દૂર કરવાથી તમને નુકશાન પહોંચી શકે છે, તે સાથે વાળના છિદ્રોને નુકશાન પહોંચી શકે છે.
 10. પરંતુ ધ્યાન રાખવું,ઘરે બનાવેલા વેક્સનો બિકિની લાઈન કે ચહેરા પર ઉપયોગ ન કરવો. તેના માટે બજારમાં બીજા મુલાયમ વેક્સ ઉપલબ્ધ હોય છે.

ઘરે વેક્સ બનાવવાની રીત.

તમે ઘરે અમુક સામગ્રીથી વેક્સ બનાવી શકો છો –

Image Source

1. ખાંડ અને મધનું વેક્સ-

સામગ્રી –

 1. બ્રાઉન સુગર કે દરરોજ ઉપયોગમાં લેવાતી ખાંડ -૧ ચમચી
 2. મધ -૧ચમચી
 3. પાણી – ૧ ચમચી
 4. માઇક્રોવેવ – ૧ વાટકી
 5. એક ચમચી
 6. પાતળું કપડું

રીત.

 • સૌથી પહેલા એક મોટા વાટકામાં ખાંડ, મધ અને પાણીને ભેળવી લો અને પછી તેને માઇક્રોવેવ મા રાખી દો.
 • થોડા સમય માટે મિશ્રણને માઇક્રોવેવમાં રહેવા દો. જો સરખું મિશ્રણ બનાવવું હોય, તો મિશ્રણને ૩૦ થી ૩૫ સેકંડ માટે માઇક્રોવેવમાં રહેવા દો કે પછી ત્યાં સુધી રાખો જ્યાં સુધી મિશ્રણ વાદળી થઈ ન જાય કે તેમાંથી પરપોટા ન નીકળવા લાગે.
 • હવે વટકાને માઇક્રોવેવ માંથી કાઢી લો અને વેક્સ ને ઠંડુ થવા માટે રાખી દો. જ્યારે વેક્સ ઠંડુ થઈ જાય પછી તેનો ઉપયોગ કરી શકો છો.
 • હવે ઘરે બનેલા વેક્સમાં કોઈ ધાર વગરના ચપ્પુ નાખો અને પછી તેને ત્યાં લગાવો જ્યાંથી વાળને દૂર કરવાના હોય.
 • હવે પાતળું કપડું લઈને તેની ઉપર રાખો, જ્યાં તમે વેક્સ લગાવેલું હોય. પછી ધીમે ધીમે કપડાંને ત્વચા પર દબાવો અને તે બાજુ દબાવો જ્યાં તમારા વધા વાળની દિશા જઈ રહી હોય.
 • પછી કપડાંને વાળની ઊલટી દિશામાં જપથી ખેંચો.
 • આજ રીતે તમારી ત્વચાના બધા વાળ સરળતાથી દૂર કરો.

2. ખાંડ અને લીંબુના રસથી બનેલું વેક્સ.

સામગ્રી –

 1. બ્રાઉન સુગર કે દરરોજ ઉપયોગમાં લેવાતી ખાંડ – ૧ કપ
 2. લીંબુનો રસ – ૨ ચમચી ( ધ્યાન રાખો લીંબુ તાજા હોય.)
 3. પાણી – ૨ ચમચી
 4. એક વાટકો
 5. એક ચમચી
 6. કેટલાક પાતળા કપડાના ટુકડા

રીત.

 • સૌથી પહેલા એક વાટકામા ખાંડ નાખી દો. તેની સાથેજ લીંબુનું જ્યુસ અને પાણી પણ નાખી દો.
 • પછી વાટકાને માઈક્રોવેવ માં રાખો કે ગેસની ઉપર રાખો અને મિશ્રણને ચમચીથી હલાવતા રહો.
 • તેવીજ રીતે તેને ૮ થી ૧૦ મિનીટ સુધી હલાવતા રહો. ત્યાં સુધી જ્યાં સુધી મિશ્રણ હળવું ન થઈ જાય અને મધ જેવું ન દેખાય.
 • જયારે મિશ્રણ વેક્સ જેવું બની જશે, પછી ગેસને બંધ કરી દો અને વાસણને હટાવી લો. પછી થોડીક મિનીટ માટે તેને ઠંડુ થવા માટે રાખી દો.
 • હવે હૂંફાળા વેકસને ત્યાં લગાવો જ્યાં તમારે વાળ દૂર કરવા છે. તેટલું ધ્યાન રાખો તમારે પહેલા ત્વચાના નાના ભાગમાં વેક્સને લગાવવાનું છે.
 • પછી વેક્સ ઉપર પાતળા કપડાનો ટુકડો લગાવો. પછી ધીમે ધીમે કપડાને ત્વચા પર દબાવો અને એ રીતે દબાવો જ્યાં વધતા વાળની દિશા જઈ રહી છે.
 • પછી કપડાને તમારા વાળની ઉલ્ટી દિશા બાજુએ ઝડપથી હટાવો.
 • આવીજ રીતે બધા અણગમતા વાળને દૂર કરો.

૩. ખાંડ, મધ અને લીંબુ ના રસથી બનેલું વેક્સ.

સામગ્રી –

 1. બ્રાઉન સુગર કે દરરોજ ઉપયોગમાં લેવાતી ખાંડ – ૧ કપ
 2. કાચું મધ – ૨ ચમચી
 3. તાજા લીંબુનું જ્યુસ – ૧ ચમચી
 4. માઇક્રોવેવમાં ઉપયોગ આવતો એક વાટકો
 5. એક ચમચી
 6. કેટલાક કપડાના ટુકડા

રીત.

 • સૌથી પહેલા એક વાટકામાં ખાંડ, મધ અને લીંબુનુ જ્યુસ ઉમેરી લો અને પછી તેને ગેસની ઉપર કે માઇક્રોવેવમાં રાખી દો.
 • પૂરા મિશ્રણને બે થી ત્રણ મિનિટ સુધી ગરમ કરો, જેનાથી એક સારા વેક્સનું મિશ્રણ મળી જશે.
 • હવે વાટકાને ગેસ કે માઈક્રોવેવથી હટાવિ લો અને પછી તેને થોડા ગરમ થાય ત્યાં સુધી અલગ રાખી દો.
 • હવે હૂંફાળા વેક્સને ત્યાં લગાવો, જ્યાં તમારે વાળ દૂર કરવા છે.
 • હવે પાતળું કપડું લો અને તેની ઉપર રાખો, જ્યાં તમે વેક્સ લગાવેલું છે. પછી ધીમે ધીમે કપડાને ત્વચા પર દબાવો અને એ રીતે દબાવો જ્યાં વધતા વાળની દિશા જઈ રહી છે.
 • પછી કપડાને તમારા વાળની ઉલ્ટી દિશા બાજુએ ઝડપથી હટાવો.

4. ખાંડ, મધ અને ગોળથી બનેલું વેક્સ.

સામગ્રી –

 1. ખાંડનું
 2. ગોળ
 3. લીંબુનું જ્યુસ
 4. કાપડના નાના નાના ટુકડા

રીત.

 • સૌથી પહેલા એક વાટકો લો અને તેમા ખાંડ અને ગોળ ઉમેરો. બે થી ત્રણ મિનિટ સુધી તેને માઈક્રોવેવ કે ગેસની ઉપર રાખો. જ્યારે ખાંડ એક વાર સારી રીતે પીગળી જાય તો તેમાં લીંબુનું જ્યુસ ઉમેરો. પૂરા મિશ્રણને સારી રીતે ભેળવી લો.
 • પછી મિશ્રણને ઠંડુ થવા માટે રાખી દો. જ્યારે મિશ્રણ હુંફાળું થઈ જાય, પછી તેને ત્યાં લગાવો જ્યાં તમારે તમારા વાળને દૂર કરવા છે.
 • પછી વેક્સ ઉપર પાતળા કાપડ નો ટુકડો લગાવો. હવે ધીમે ધીમે કપડાંને ત્વચાના તે તરફ દબાવો જ્યાં તમારા વધતા વાળની દિશા હોય.
 • હવે કપડાંને તમારા વાળની દિશાની ઉલ્ટી બાજુ ઝડપથી હટાવો.

વીટ વેક્સ ના પટ્ટા નો ઉપયોગ કેવી રીતે કરવો.

વીટ નો ઉપયોગ ક્રીમ ઉપરાંત વેક્સ ના પટ્ટા માં પણ કરી શકાય છે. તમે સરળતાથી વાળને દુર કરવા માટે વીટના પટ્ટા નો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવાની રીત નિમ્નલિખિત છે-

 1. સૌથી પહેલા વીટના ડબ્બા માંથી પટ્ટા કાઢી લો અને જો તમારે કોઈ નાના ભાગ પર વેક્સ કરવું હોય તો તે પટ્ટા ને કાપી લો કે આખી પણ ઉપયોગ કરી શકો છો.
 2. હવે તમારા હાથ વચ્ચે વીટ વેક્સ ના પટ્ટા ને રાખો અને ઘસો, જેનાથી ચોંટેલા વેક્સ ના પટ્ટા છૂટા થઈ જાય. પછી ધીમે ધીમે પટ્ટા ને અલગ કરો.
 3. હવે વીટ વેક્સ પટ્ટા ને ત્વચા પર રાખો અને ધીમે ધીમે પટ્ટાને પાંચ મિનિટ સુધી વધતા વાળની દિશા તરફ ઘસો.
 4. હવે વેક્સ ના પટ્ટા ના નીચેના છેડાને એક હાથથી પકડો અને બીજા હાથથી ત્વચાને કડક રીતે પકડો. પછી વાળની દિશાની ઉલ્ટી તરફ ઝડપથી પટ્ટાને ખેંચો.
 5. બાકી રહેલા વાળને દૂર કરવા માટે તમે ફરીથી તે પટ્ટા નો ઉપયોગ કરી શકો છો.
 6. વેક્સ કર્યા પછી તમે ત્વચા પર બેબી તેલ કે કોઈ ક્રીમ લગાવી શકો છો.

આ ઉપરાંત જો તમને આ ઉત્પાદનથી કોઈપણ પ્રકારનો સંતોષ મળતો નથી તો તમે અમારા દ્વારા ઉપર બતાવેલ રીત પણ અપનાવી શકો છો.

વેક્સ ના ફાયદા.

વેક્સિંગ કરવાના ફાયદા કંઇક આ રીતે છે –

1.  ત્વચાને સુંદર બનાવે છે.

વેક્સિંગ પછી ત્વચા ખૂબ જ મુલાયમ થઈ જાય છે. સાફ ત્વચા માટે આ શ્રેષ્ઠ ગણાય છે. વેક્સિંગ થી અણગમતા વાળ સાથે મૃત કોષો અને શુષ્ક ત્વચા એકદમ સાફ થઈ જાય છે. આ બીજી અણગમતા વાળને દૂર કરવાની રીતોમાં શક્ય નથી. જેમકે વાળને દૂર કરનારી ક્રીમ કે શેવિંગ ક્રીમ. આ ઉપરાંત અમુક એવા પણ વેક્સ આવે છે જે કુંવારપાઠુ કે ક્રીમ થી બનેલી હોય છે, જેના ઉપયોગ થી તમારી ત્વચાને મોઇશ્ચર મળે છે.

2. કોઈ પણ પ્રકારની ઇરીટેશન કે એલર્જી થતી નથી.

વેક્સિંગ થી ક્યારેક ક્યારેક જ ત્વચા પર ઇરીટેશન કે એલર્જી થાય છે. આ ઉપરાંત વાળને દૂર કરવાની ક્રીમથી ઘણા લોકોને એલર્જી ની સમસ્યા થાય છે. પરંતુ, સાચી રીતે વેક્સ કરવાથી ત્વચા પર કોઈપણ પ્રકારની સમસ્યા થતી નથી.

3. વેક્સથી કોઈપણ પ્રકારનો ઘા લાગતો નથી.

વેક્સ કોઈપણ પ્રકારના એવા પદાર્થ નથી હોતા જેનાથી ત્વચા પર ઘા લાગે.

4. વેકસ થી વાળ ઊભા નહીં આવે.

વેક્સિંગ ત્વચા પરથી વાળને સંપૂર્ણ રીતે દૂર કરે છે. ત્વચા પરના નાના નાના વાળ પણ દૂર કરે છે. બીજા અણગમતા વાળ દૂર કરવાની પ્રક્રિયા મા નાના નાના વાળ રહી જાય છે, જેનાથી પાછા વાંકા ચુંકા અને ઊભા વાળ ઊગે છે. પરંતુ વેક્સ થી વાળ એકદમ સાફ તો થાય જ છે, સાથે સાથે ત્વચા મુલાયમ પણ રહે છે.

5. વેક્સ થી વાળ ધીમે ધીમે ઊગે છે.

વેક્સ નો સૌથી સારો ફાયદો એ છે કે તેનાથી વાળ ધીમે ધીમે વધે છે. વેક્સ થી વાળ મૂળ માંથી નીકળી જાય છે, જેની મદદથી વાળ ૩ થી ૪ અઠવાડિયા સુધી પાછા આવતા નથી.

વેક્સ ના નુકશાન.

વેક્સ ના નુકશાન નીચે મુજબ છે –

1. વેક્સ થી ત્વચાની ચમક જતી રહે છે.

વેક્સ કરવાનું આ સૌથી મોટું નુકશાન ગણાય છે. એ જોવામાં આવ્યું છે કે દરરોજ વેક્સ કરવાથી કે લાંબા સમય સુધી વેક્સ કરવાથી ત્વચા ની ચમક જતી રહે છે.

2. વેક્સ થી કરચલી પડવા માંડે છે.

દરરોજ વેક્સ કરવાથી તમારી ત્વચા પર કરચલીઓ પાડવાનો ભય રહે છે. તેનાથી ત્વચા તેની ચમક ગુમાવી દે છે અને ધીમે ધીમે કરચલીઓ પડવાની શરૂઆત થઈ જાય છે.

3. વેક્સ થી ઈરીટેશન અને લાલિમા ની સમસ્યા જોવા મળે છે.

વેક્સ સાથે જોડાયેલું આ સૌથી સામાન્ય નુકશાન માનવામાં આવે છે. એ જોવા મળ્યું છે કે વધારે પડતા લોકોને વેક્સ કર્યા પછી ઈરીટેશન અને લાલિમા જોવા મળે છે. પરંતુ ઈરીટેશન અને લાલિમા ની સમસ્યા તમે બરફ લગાવવાથી દૂર કરી શકો છો.

4. વેક્સ થી ત્વચા પર ફોડલી, લાલ ચાંભાં અને થોડું લોહી નીકળવાનું સમસ્યા થઈ શકે છે.

વેક્સ કર્યા પછી ફોડલી, લાલ ચાંભાં અને થોડું લોહી નીકળવાની સમસ્યા તે લોકો માં જોવા મળે છે, જેની ત્વચા સંવેદનશીલ હોય છે. પરંતુ શરીરના સંવેદનશીલ ભાગ જેવા કે બિકિની ની જગ્યાએ પણ આવી આડઅસર જોવા મળે છે.

5. વેક્સ થી ત્વચા બળી શકે છે.

જ્યારે વેક્સ વધુ ગરમ લગાવાઈ છે તો ત્યાર પાછી ત્વચા કાળી પડી જાય છે અને બળી પણ શકે છે. વધુ ગરમ વેક્સ લગાવવાથી ત્વચા પર ક્યાંક ક્યાંક લાલ અને ભૂરા ચાંભા પણ જોવા મળે છે. આ સમસ્યા ત્વચા ના પ્રકાર મુજબ પણ હોય છે અને આ ચાંભા જતા એક વર્ષ કે તેનાથી વધુ સમય પણ લાગી શકે છે.

6.વેક્સ થી ત્વચા પર ચેપ પણ લાગી શકે છે.

આ વેક્સ ની આડઅસર ત્યારે જ જોવા મળે છે જ્યારે ત્વચા પર અસ્વચ્છ સાધન કે ઉત્પાદ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય. ડાયાબિટસ વાળા લોકોએ વેક્સ થી બચવું જોઈએ, કેમકે તેમની ત્વચા ચેપથી જલ્દી પ્રભાવિત થઈ જાય છે.

7. વેક્સ થી એલર્જી રીએકશન થાય છે.

વેક્સ થી આ પ્રકારનું નુકશાન સામાન્ય રીતે લોકોમાં વેક્સ અને તેના ઉત્પાદ ના લીધે જોવા મળે છે. એલર્જી રીએકશનમાં ગંભીર ત્વચા સંબંધિત ફોડલીઓ થઈ શકે છે. તે પણ જોવા મળ્યું છે કે જે લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, તેમને વેક્સ કરેલા ભાગ પર ફોડલીઓ થઈ જાય છે. જો આવું કઈ પણ તમને જો સ મળે તો તરત જ તમારા ત્વચાના નિષ્ણાત પાસે જાઓ. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અને પહેલી વાર વેક્સ કરવા જઈ રહ્યા હોય તો પૈચ ટેસ્ટ કરાવી લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *