જાણો વાળને આધારે કઇ રીતે માથાના વાળની ઘુંચ કાઢવી જોઈએ? નહીંતર વાળને તૂટતા કોઈ નહીં રોકી શકે…!!

જો તમારા વાળ વધારે તૂટે છે તો પહેલા વાળ તૂટવાનું સાચું કારણ શું છે એ ખબર હોવી જોઈએ. જો તમારા વાળ વધારે તૂટતા હોય તો જીણા દાંતાવાળો કાંસકો ન વાપરવો જોઈએ.

Image source

સામાન્ય રીતે વાળને સરખા કરવા કોઈ મુશ્કેલ કામ નથી. પણ જો ખોટી રીતે વાળને ઓળવવામાં આવે તો અને ખોટા કાંસકાનો ઉપયોગ કરવામાં આવે તો વાળને નુકસાન થઇ શકે છે. મોટાભાગના લોકો વાળને આખા દિવસ દરમિયાન ઘણી વખત સરખા કરતા હોય છે અને એ માટે તે કાંસકાનો ઉપયોગ કરતા હોય છે. એ કાંસકાનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ પણ મહત્વનું છે, જો આપ વાળને સારા રાખવામાં ઇચ્છતા હોય તો…!

ડોકટરોનું માનવું છે કે વારે વારે વાળમાં કાંસકો લગાડવાથી વાળને નુકસાન થાય છે. આવું કરવાથી કોમળ વાળ તૂટે છે અને વાળના મૂળિયાં નબળા પડે છે. એતમાં માટે વાળનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે વાળની સંભાળ રાખવી જોઈએ. તો ચાલો આજના આર્ટિકલમાં તમને એ જણાવી દઈએ કે વાળને અનુસાર સાચી રીતે કાંસકાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?

વાળમાં કાંસકાનો ઉપયોગ શા માટે કરવો જરૂરી બને છે?

Image source

વાળમાં કાંસકાનો ઉપયોગ કરવાથી સ્કૈલ્પ ઉત્તેજિત થાય છે બલ્ડ’ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. આનાથી મૃત વાળ બહાર નીકળી જાય છે. સામાન્ય માણસમાં સામાન્ય રીતે આખા દિવસમાં 50-100 વાળ બહાર તૂટીને નીકળી જતા હોય છે. પરંતુ કાંસકાનો ઉપયોગ કરવાથી ઢીલા વાળ પહેલા નીકળી જાય છે. વાળમાં જેમ કંડીશનર કામ કે એ રીતે નેચરલ કંડીશનરની જેમ કાંસકો ઉપયોગી બને છે.

વાળમાં કાંસકો ફેરવવા માટેની સાચી રીત :

Image source

વાળના વચ્ચા ભાગમાંથી શરૂ કરો અને તેને છેડે સુધી ફેરવતા રહો. પછી કાંસકાને ઉપર લઇ જાઓ અને પછી ફરીથી નીચે લાવો. આ રીતે કાંસકો ફેરવવાથી વાળને નુકસાન નહીં થાય. આપની વધુ જાણકારી માટે જણાવી દઈએ કે અહીં કાંસકો ફેરવવાનો અર્થ વાળમાં ઘુંચ કાઢવી છે.

જો વાળ સ્ટ્રેટ હોય તો :

Image source

જો વાળ સ્ટ્રેટ હોય તો કાંસકો કરવો એકદમ આસન થાય છે પંરતુ લાંબા વાળનું મૂળ નબળું હોય છે એટલે વાળ ડેમેજ થાય છે. આવા ડેમેજ વાળને કાંસકો કરવા માટે પહેલા વાળમાં સીરમનો ઉપયોગ કરો, જેનાથી આસાનીથી વાળમાંથી ધુંચ કાઢી શકાશે. પૈડલ બ્રશનો આ પ્રકારના વાળમાં ઉપયોગ સારો રહે છે.

વાળ લાંબા અને વાંકડીયા હોય તો :

Image source

લાંબા વાળ ભીના સારા રહે છે અને પછી સુકાયા પછી વાંકડીયા થઇ જાય છે. અને આમ પણ ડ્રાય હેરમાં તૂટવાની બહુ જ સંભાવના હોય છે. એટલે આવા વાળને કાંસકો કરતા પહેલા સીરમ, લાઈટ ઓયલ કે હેયર સ્પ્રેનો ઉપયોગ કરો. ભીના વાળમાં કાંસકો ન ફેરવવો જેનાથી વાળને થોડા અંશે સ્ટ્રેટ થવાનો મોકો મળશે.

વધારે તુટતા વાળ માટે :

Image source

જો વાળ વધારે પાતળા હોય તો જલ્દીથી તૂટી શકે છે, આવા વાળમાં કાંસકો ફેરવવો મુશ્કેલ થતો હોય છે. કમજોર વાળમાં સિન્થેટિક બ્રિસલનો યુ કરવો જોઈએ.

વાળના સ્વાસ્થ્યને સુધરવા માટે શું કરવું?

Image source

વાળ જ્યાં સુધી નેચરલ હોય ત્યાં સુધી ખુબસુરત અને સારા રહે છે ત્યાર પછી હેયર કલર કે અન્ય કોઈ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી લાંબા સમયે વાળનું ડેમેજ થવું નિશ્ચિત હોય છે. તો શક્ય હોય ત્યાં સુધી વાળ સાથે કોઈ પ્રયોગ ન કરવા જોઈએ અને વાળના અધિક કેમિકલનો ઉપયોગ ટાળવો જોઈએ.

વાળની મજબૂતાઈ ટકાવી રાખવા અને ખરતા વાળને રોકવા માટે આપ ઘરેલું અનુકુળ હોય એ ઉપાય અપનાવી શકો છો. ઘરેલું ઘણી એવી વસ્તુઓ છે જેનાથી વાળના સ્વાસ્થ્યને સારું રાખી શકાય છે. તો આશા છે કે આજનો આર્ટિકલ આપને ઉપયોગી થશે. હવેથી કાંસકો કરવાની એટલે કે ઘુંચ કાઢવાની રીતને અપડેટ કરો…

આવી જ અન્ય માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અહીં અમે અવનવી માહિતી પોસ્ટ કરતા રહીએ છીએ.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *