તૈયારીમાં જ ઝટપટ તૈયાર થઈ શકતી રેસીપી ની ચાહ થવી આપણને ખૂબ જ વ્યાજબી છે.આવા વ્યંજન ની રીત ત્યારે આપણને ખૂબ જ કામ આવે છે જ્યારે અચાનક આપણે ઘરે કોઇ મહેમાન આવી જાય છે અને તે સમયે આપણે ખૂબ જ સ્વાદિષ્ટ વ્યંજન બનાવવાની પરિસ્થિતિ ઊભી થઈ જાય છે.
પનીર મસાલા
શું જોઈશે
- પનીરના ટુકડા – 100 ગ્રામ
- ડુંગળી – 2-3 બારીક સમારેલા
- ટામેટા – 3 બારીક સમારેલા
- કાળા મરી – 1 ટીસ્પૂન
- પાણી – 1 કપ
- કાજુ અને માખણ – 2 ચમચી
- તેલ – 2 ચમચી
- મીઠું – સ્વાદ મુજબશાહી
- પનીર મસાલો – થોડું (વૈકલ્પિક)
- દૂધ – જરૂર મુજબ
- મધ – 2 ચમચી.
આ રીતે બનાવો
એક ગરમ પેનમાં ડુંગળી, ટામેટા, કાળા મરી, કાજુ, મખાણા અને એક કપ પાણી નાખીને તેને ધીમી આંચ પર ઢાંકણું ઢાંકી 15 મિનિટ સુધી ચડવા દો. જ્યારે આ બધું જ મુલાયમ થઈ જાય ત્યારે ગેસ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. ત્યારબાદ મિક્સરમાં તેની બારીક પેસ્ટ બનાવો એક પેનમાં તેલ ગરમ કરીને આ પેસ્ટ નાખીને તેને સાંતળો તથા તેમાં મીઠું નાખો. શાહી પનીર મસાલા અને પનીર નાખો. જો મસાલો ખૂબ જ જાડો છે તો તેમાં દૂધ ઉમેરી શકો છો ત્યારબાદ અમુક સેકન્ડ સુધી ચડવા દો પછી તેમાં મધ ઉમેરીને 10 મિનીટ સુધી રહેવા દો તૈયાર પનીર મસાલા રોટલી સાથે સર્વ કરો.
કાજુન પોટેટો
શું જોઈશે
- બટાકા – 20 નાના કદના
- મકાઈનો લોટ – 4 ચમચી
- લોટ – 2 ચમચી
- પાણી – જરૂર મુજબ
- કાજુન પાવડર – 3-4 ચમચી
- મેયોનેઝ – 3/4 કપ
- મીઠું – સ્વાદ માટે
- છૂંદેલું લાલ મરચું – 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચું – 2 ચમચી
- દૂધ – 1/2 કપ.
આ રીતે બનાવો કાજુન પાવડર – લાલ મરચું અને લસણ પાવડર – 2 ચમચી, ઓરેગાનો પાવડર – 2 ચમચી, ડુંગળી પાવડર – 1 ચમચી, કાળા મરી પાવડર – 2 ચમચી.
આ રીતે બનાવો
બટાકાને બાફીને છોલો. હવે એક વાડકીમાં મેંદો,કોર્નફ્લોર અને પાણી ઉમેરીને એક ઘોળ તૈયાર કરો. બટાકાને હથેળીથી સામાન્ય દબાવો અને મેંદાના ઘોળમાં એક એક ડીપ કરીને ગરમ તેલમાં તળો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો અને પછી બહાર કાઢો સોસ બનાવવા માટે પહેલા કાજુની દરેક સામગ્રી યોગ્ય રીતે ઉમેરીને એક પાવડર તૈયાર કરો હવે બાઉલમાં ની બાજુમાં પાવડર મીઠું, છૂંદેલું લાલ મરચું અને કાશ્મીરી મરચું ઉમેરો.દૂધ નાખો અને યોગ્ય રીતે મિક્સ કરો.હવે બટાકાની આ બાઉલમાં મૂકવો અને ઉપરથી સોસ નાખો ત્યારબાદ તેની ઉપર લીલા ધાણા અને શેકેલી ડુંગળી ઉપરથી નાખીને નાસ્તામાં પીરસો.
શાહી ટુકડા
શું જોઈશે
- બ્રેડ સ્લાઈસ – 4-5
- કન્ડેન્સ્ડ મિલ્ક – 1 ટીન અથવા જરૂર મુજબ
- ઈલાયચી પાવડર અને સમારેલી બદામ – થોડી
આ રીતે બનાવો
બ્રેડની સ્લાઈસ ની કિનારી કાપી ને તેને દૂર કરો કરે ક્લાસને ચાર ટુકડામાં કાપો ત્યારબાદ તેને ગરમ ઘીમાં મધ્યમ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા સુધી સેકો હવે એક ઊંડી પ્લેટમાં કન્ડેન્સ મિલ્ક નાખો તેમાં દરેક બ્રેડના ટુકડા એક એક કરીને નાખો અને યોગ્ય રીતે ટાઈપ કરીને બીજી પ્લેટમાં મુકતા જાવ ઉપરથી ઈલાયચી પાવડર અને બદામની કતરણ નાખો. ત્યારબાદ તેને ફ્રિજમાં 15 મિનિટ માટે મૂકો અને પીરસો.
પોટલી સમોસા
શું જોઈશે
- લોટ – 1 કપ
- ઘી – 2 ચમચી
- મીઠું – 1/2 ચમચી
- પાણી – જરૂર મુજબ.
- પુરણ માટે
- બટાટા – 4-5 બાફેલા અને છૂંદેલા
- ધાણા પાવડર – 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- કાળા મરી પાવડર – 1 ચપટી
- જીરું – 1 ચમચી
- ગરમ મસાલો – 1 ચમચી
- ચાટ મસાલો 2 ચમચી
- પનીર – સહેજ છૂંદેલા
- કાજુ અને કિસમિસ.
આ રીતે બનાવો
એક બાઉલમાં મેંદો ઘી અને મીઠું ઉમેરો ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખીને એક સખત લોટ બાંધો. આ લોટને એક કલાક માટે ઢાંકીને એક તરફ મુકો હવે પૂર્ણ ની દરેક સામગ્રી બાઉલમાં નાખીને યોગ્ય રીતે મિક્સ કરો બાંધેલા લોટની એકસરખા ગુલ્લા બનાવો અને આ ગુલ્લાની મોટી પુરી વણો. હવે તેની વચ્ચે પૂર્ણ નું મિશ્રણ મૂકો પુરીના કિનારાને થોડું અંદર મેદા અને પાણીનો ઘોળ લગાવો કિનારીને પકડતા વચ્ચે પુરણ ભેગું કરો. અને પોટલી નો આકાર બનાવીને ઉપરના ભાગમાં થોડું ગોળ ગુમાવો જેથી તે ચોંટી જાય આ પ્રમાણે દરેક ગુલ્લાની પોટલી તૈયાર કરો અને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ ગરમ પોટલીઓ ની ચટણી સાથે સર્વ કરો.
તંદુરી આલૂ
શું જોઈશે
- બટાકા – 4 બાફેલા
- જાડુ દહીં – 4 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- આદુ -લસણની પેસ્ટ – 1 ચમચી
- લીંબુનો રસ – 2-3 ચમચી
- પનીર – 150 ગ્રામ ચાટ મસાલો – 1 ચમચી.
આ રીતે બનાવો
બટાકાને વચ્ચેથી બે ભાગમાં કાપી લો બટાકાની વચ્ચેનો ભાગ બહાર કાઢીને તેને વાટકી જેવો આકાર આપો હવે એક બાઉલમાં દહીં લાલ મરચું પાવડર અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ બટાકાનો નીકળેલો ભાગ તેમાં મસળીને ઉમેરો. થોડાક સમય માટે તેને અલગ રાખો ત્યારબાદ તેમાં મરેલુ પનીર અને ચાટ મસાલો ઉમેરો આ પૂરણને બટાકાના વચ્ચેના ભાગમાં ભરો. ત્યારબાદ તેને 180 ડિગ્રી ઉપર 15 મિનિટ માટે બેક કરો. તેને તંદૂર અને ગ્રીલ પેન ઉપર પણ બનાવી શકો છો. તેની ઉપર થોડા લીલા ધાણા નાખો. હવે તંદુરી આલૂ ડુંગળીના લચ્છા સાથે સર્વ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team