ઘરે વાળ નો કલર બનાવતા શીખો, તો ચાલો જાણીએ કે ઘરે વાળમાં લગાવવાનો કલર કઈ રીતે બનાવાય

તમારા વાળની સુંદરતા ત્યાં સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી તેની તુલના કાળા વાળ સાથે થાય છે. જ્યાં પણ તે સમય પહેલા સફેદ થવા લાગે છે, ત્યારે તેની સુંદરતા પણ ઓછી થવા લાગે છે. જોકે આજકાલ ઘણા હેર કલરના ઓપ્શન છે, જેનાથી તમે સફેદ વાળને છુપાવી શકો છો, પરંતુ તેને અપનાવતા પહેલા આ હોમ રેસીપી અજમાવો અને પછી જુઓ સુગંધિત વાળની કમાલ.

Image by Lorri Lang from Pixabay

૧. બ્લેક ટી સોલ્યુશન:

સામગ્રી: બે ચમચી કાળી ચા અને એક કપ પાણી.
રીત: ચા ને પાણીમાં ઉકાળી લો અને થોડીવાર માટે તેજ પાણીમાં તેને પલળવા દો. આ મિશ્રણને ઠંડુ થવા દો અને આ મિશ્રણને ધોયેલા વાળ પર લગાવો. અડધો કલાક પછી કે જ્યારે તે સુકાઈ જાય ત્યારે સાદા પાણીથી વાળને ધોઈ લો.

આ કેવી રીતે કામ કરે છે?

બ્લેક ટી માં કેફિન હોય છે, જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. આ સોલ્યુશન વાળની ચમક પણ આપે છે અને ગ્રે વાળને કવર કરીને વાળને નુકસાન પહોંચાડતુ નથી, પરંતુ તેને મજબૂત કરે છે.

૩. આમળા અને મહેંદી પેક:

સામગ્રી:૩ ચમચી આંમળાનો પાઉડર, ૧ કપ મહેંદી પેસ્ટ અને એક ચમચી કોફી પાવડર.
રીત: બધી જ સામગ્રીને મિક્સ કરી લો અને જો પેસ્ટ ઘટ્ટ લાગે તો તેમાં પાણી ભેળવી લો. આ પેસ્ટને વાળમાં લગાવી લો અને ધ્યાન રાખવું કે બધા જ ગ્રે વાળ કવર થઇ જાય. એક કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

આ કેવી રીતે કામ કરે છે?

આમળા અને મહેંદી બંને વાળને પોષણ આપે છે અને મોઈશ્ચરાઈઝર પણ કરે છે. આ બંનેનું મિશ્રણ વાળ માટે કુદરતી કલર કે ડાઈ નું કામ કરે છે.

૩.આમળા અને મેથીનું માસ્ક:

સામગ્રી: આમળા પાવડર અને આખી મેથી.
રીત: મેથીને પીસીને તેમાં આંબળાનો પાવડર ભેળવી લો. તેમાં થોડું પાણી ભેળવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો. તેને ખોપરી ઉપરની ચામડી અને વાળ પર આખી રાત સુધી લગાવીને રહેવા દો અને બીજા દિવસે સવારે શેમ્પૂથી ધોઇ લો.

આ કેવી રીતે કામ કરે છે?

આંબળા વિટામિન સી ના ગુણોથી ભરપૂર હોય છે અને વર્ષોથી આયુર્વેદમાં તેનો ઉપયોગ વાળની સમસ્યાના નિદાન માટે થતું આવ્યું છે. આ રીતે મેથી પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે. આ બંનેનું મિશ્રણ ફક્ત વાળને કુદરતી કલર જ નથી આપતું પરંતુ વાળને પોષણ પણ આપે છે.

૪. ડુંગળી નો રસ:

સામગ્રી: બે-ત્રણ ચમચી ડુંગળીનો રસ, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી ઓલિવ ઓઈલ.
રીત: આ ત્રણેયને મિક્સ કરીને ખોપરી ઉપરની ચામડી અને વાળમાં મસાજ કરો. અડધો કલાક પછી વાળને ધોઇ લો.

આ કેવી રીતે કામ કરે છે?

વાળની કાળા કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આ કેટેલેઝ એન્ઝાઇમ ને વધારે છે. જેનાથી વાળ કાળા થાય છે. લીંબુના રસ સાથે તે વાળને બાઉન્સ અને ચમક પણ આપે છે.

૫. લીમડાના પાન અને નારિયેળ તેલ:

સામગ્રી: એક કપ લીમડાના પાન અને એક કપ તેલ.
રીત: બંને ને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી પાંદડા કાળા ન થઈ જાય. તેને ઠંડુ કરીને ચાળી લો અને બોટલમાં ભરીને રાખી દો. અઠવાડિયામાં બે-ત્રણવાર રાત્રે વાળમાં તેનાથી માલિશ કરો અને સવારે વાળ ધોઈ લો.

આ કેવી રીતે કામ કરે છે?

લીમડાના પાન વિટામિન બી થી ભરપૂર હોય છે, જે હેર ફોલિકલસ માં મેલેમાઈન પિગમેન્ટ ને પુનઃ સ્થાપિત કરે છે. જેનાથી વાળ સફેદ થતાં અટકે છે. તે બિટા કેરાટીન નો પણ સારો સ્ત્રોત છે. જેનાથી વાળ ખરતાં ઓછા થાય છે.

Image by silviarita from Pixabay

૬. બદામનું તેલ અને લીંબુનો રસ:

સામગ્રી: બદામનું તેલ અને લીંબુનો રસ
રીત: ત્રણ ભાગ ના લીંબુના રસમાં બે ભાગનું બદામનું તેલ ભેળવીને ખોપરીની ઉપરની ચામડી ઉપર વાળમાં માલિશ કરવું. અડધો કલાક પછી ધોઈ લેવું.

આ કેવી રીતે કામ કરે છે?

બદામનું તેલ વિટામિન ઈ નો સારો સ્ત્રોત છે, જે વાળ માટે ઘણું સારું માનવામાં આવે છે. તે મૂળને પોષણ આપીને વાળને સફેદ થતા અટકાવે છે, આ જ રીતે લિંબુ પણ વિટામીન-સી તેમજ ઘણા બીજા તત્વોથી ભરપૂર હોય છે, જે વાળને ચમક તેમજ બાઉન્સ આપે છે.

૭. નારિયેળ તેલ અને લીંબુનો રસ:

સામગ્રી: ૨ ચમચી નારિયેળનુ તેલ અને ૧ ચમચી લીંબુનો રસ.
રીત: બંનેની ભેળવીને ઉપરની ખોપરીની ચામડી તેમજ વાળમાં માલિશ કરો અને અડધો કલાક પછી શેમ્પૂથી ધોઇ લો.

આ કેવી રીતે કામ કરે છે?

આ સફેદ વાળને ભલે કાળા ન કરે પરંતુ તે વાળની સફેદ થવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે, કેમકે તે હેર ફોલિકલસમાં પિગ્મેન્ટ સેલ્સ ને બચાવવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

૮. મરી અને દહીં:

સામગ્રી: અડધી ચમચી મરી પાવડર અને એક કપ દહીં.
રીત: બંને સામગ્રી ત્યાં સુધી મિક્સ કરવી જ્યાં સુધી આ પેસ્ટમાં ગ્રે કલર ન દેખાય. તેનાથી ખોપરી ઉપરની ચામડી અને વાળમાં માલિશ કરો. એક કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.

આ કેવી રીતે કામ કરે છે?

તેના સતત પ્રયોગથી વાળનો કલર ઘાટો થઈ જાય છે અને દહીં વાળને મોઇશ્ચરાઇઝ પણ કરે છે.

૯. શિકાકાઈ પાવડર:

સામગ્રી: શિકાકાઈ પાવડર અને દહીં
રીત: બંનેને ભેળવીને પેસ્ટ બનાવી લો. ખોપરી ઉપરની ચામડી તેમજ વાળમાં માલિશ કરો અને અડધો કલાક પછી ધોઈ લો.

આ કેવી રીતે કામ કરે છે?

શિકાકાઇ શેમ્પૂ તરીકે પણ કામ કરે છે અને ગ્રે હેરની સમસ્યાને પણ ઓછી કરે છે. વર્ષોથી આયુર્વેદમાં વાળની સારસંભાળ માટે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ખોપરી ઉપરની ચામડી સ્વચ્છ અને સ્વસ્થ પણ રાખે છે.

Image by Couleur from Pixabay

૧૦. બટાકાની છાલ:

સામગ્રી: છ બટાકાની છાલ અને બે કપ પાણી.
રીત: છાલને ત્યાં સુધી ઉકાળવી જ્યાં સુધી ઘટ્ટ સ્ટાર્ચ જેવું મિશ્રણ બની ન જાય. ઠંડુ થાય પછી ચાળી લો અને તેને અંતિમ રિંસ માટે રાખો. વાળને પહેલા ધોઈ લો, પછી આ મિશ્રણને વાળ ઉપર નાખો અને ત્યારબાદ પાણી ન નાખવું.

આ કેવી રીતે કામ કરે છે?

ખરેખર આ મિશ્રણ તમારા સફેદ વાળને છુપાવે છે. આ સ્ટાર્ચી સોલ્યુશન તેના પિગમેન્ટેશન ને ઘટ્ટ બતાવીને ગ્રે હેરને કવર કરી લે છે અને આ સૌથી સરળ રીત પણ છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *