ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા આજે જ ઘરે બનાવો ઠંડી ઠંડી મેંગો લસ્સી

Image Source

ઉનાળાને કેરીની ઋતુ કહેવામાં આવે છે. એપ્રિલ થી મેની વચ્ચે કેરીની વિવિધ પ્રકારની જુદી-જુદી રેસીપી આવે છે. નાસ્તાની સ્વાદિષ્ટ રેસીપીથી લઈને બપોરનો નાસ્તો અને મીઠાઈ સુધી કેરીનો ઘણી વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે.

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે તમે મેંગો લસ્સીની આ રેસીપી અજમાવી શકો છો. આ થીક, ક્રીમી મેંગો રેસીપીને તમે ઘરે તૈયાર કરી શકો છો. મેંગો લસ્સી બનાવવી ખુબ જ સરળ છે. કેરીને કાપ્યા પછી લસ્સીમા નાખવાની વસ્તુઓ ભેગી કરી લો અને મિક્સરમાં પીસી લો.

ઘાટી અને ક્રીમી લસ્સી માટે તેમાં પાણીનો ઉપયોગ બિલકુલ કર્યો નથી. જો તમે પાતળી લીસ્સી પીવા ઈચ્છો છો તો મિક્સર જારમાં ઠંડુ પાણી ભેળવી શકો છો.

વિશ્વભરમાં મેંગો લસ્સી લોકપ્રિય હોવા પાછળ એક નહીં પરંતુ ઘણા કારણો છે. ગરમીની આ ઠંડી રેસિપી એનર્જીથી તો ભરપૂર છે, સાથે સાથે દહીંમાં રહેલા પ્રોબાયોટિક ગુણ શરીરને ઠંડક પહોંચાડે છે.

આ ઉપરાંત મેંગો લસ્સી બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે લસ્સીમા ઓછા ફાયબર વાળી કેરીનો ઉપયોગ કરવો જેનાથી સ્મુથ અને ક્રીમી ટેક્સચર જલ્દી આવી શકે.

તેના સ્વાદને વધારવા માટે એલચીનો ઉપયોગ કરી શકો છો. તમને જણાવી દઈએ કે એલચી પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે ઘરે તમે કઈ રીતે મેંગો લસ્સી બનાવી શકો છો.

Image Source

તૈયારીનો સમય:

 • તૈયારીનો સમય- ૩ મિનિટ
 • રસોઈનો સમય – ૬ મિનિટ
 • કુલ સમય – ૯ મિનિટ

લેખક – કાવ્યા
રેસિપી નો પ્રકાર – બેવરેજજ
પીરસવાનુ – ૧

સામગ્રી:

 • કેરી – ૧ કપ (કાપેલી)
 • ખાંડ – ૧/૨ કપ
 • દહીં – અડધી વાટકી થી ઓછું
 • એલચી – ૨
 • ફુદીનાના પાન ( શણગારવા માટે)- ૪-૫
 • બરફના ટુકડા – ૮-૯

Image Source

બનાવવાની રીત:

 • એક કે બે પાકેલી કેરી લો અને તેને નાના નાના ટુકડામાં કાપી લો.
 • એક જાર લઈ તેમાં દહીં, કેરીના ટુકડા, ખાંડ અને બરફના ટુકડા નાખો.
 • એલચી નાખી, પીસીને સ્મુથ લસ્સી તૈયાર કરી લો.
 • હવે જારથી લસ્સી ને ગ્લાસમાં પીરસો અને ઉપર ફુદીનાના પાન નાખો.

સુચના:

 • જો તમે ઈચ્છો તો મેંગો ની લસ્સી મા ઠંડુ પાણી નાખી શકો છો.
 • સજાવટ માટે ફુદીનાના પાન ના બદલે બદામ અને પીસ્તાનો ઉપયોગ પણ કરી શકો છો.

ન્યુટ્રીશનલ સુચના:

 • સર્વિંગ સાઈઝ – એક ગ્લાસ
 • કેલેરી – ૨૧૮ કેલેરી
 • ચરબી – ૫.૦ ગ્રામ
 • પ્રોટીન – ૪ ગ્રામ
 • કાર્બોહાઈડ્રેટ – ૩૭ ગ્રામ
 • ફાઇબર – ૧૩ ગ્રામ

સ્ટેપ બાય સ્ટેપ: મેંગોની લસ્સી કેવી રીતે બનાવવી.

Image Source

સૌપ્રથમ અડધી વાટકી દહીં નાખો..

Image Source

ત્યાર બાદ અડધો કપ ખાંડ નાખો.

Image Source

એલચી નાખી પીસીને સ્મુથ લસ્સી બનાવી લો.

Image Source

હવે જારમાંથી લસ્સીને ગ્લાસમાં પીરસો અને ઉપર ફુદીનાના પાન નાખો.

Image Source

મેંગોની આ ઉત્તમ લસ્સી પીવા માટે તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *