વર્ક ફ્રોમ હોમ અને અત્યાર ના કોરોના ની સ્થતિ ને કારણે લોકો ની ઊંઘ પર ખૂબ પ્રભાવ પડ્યો છે. ઊંઘ તમારી માંટે ખૂબ જ જરુરી છે. તે શરીર અને મગજ ને દુરુસ્ત રાખવામાં મદદ કરે છે. ન્યુરોલૉજીસ્ટ ક્રિસ્ટોફર વિન્ટર કહે છે કે જો તમારી ઊંઘ પૂરી ન થાય તો તમારું મગજ બરાબર કામ નથી કરતું. તેની અસર તમારા સ્વાસ્થ્ય થી લઈ ને સંબંધ પર પડે છે. એટલે જ પૂરતી ઊગ ખૂબ જ જરુરી છેઊંઘવું એ અચેતન ની અવસ્થા હોય છે. ઊંઘતા ની સાથે જ તમારી માશપેશીઓ નો ખૂબ જ વપરાશ થાય છે એટલે ત્યારે સાંધા રિકવર થાય છે. રક્તચાપ અને હર્દય પણ નિયંત્રિત રહે છે. તે દરમિયાન શરીર માં ગ્રોથ હોર્મોન નો સ્ત્રાવ થાય છે. ઊંઘ માં જ મગજ રોજ બરોજ ની ઘટના ઓ ને એકત્ર કરે છે. પૂરતી ઊંઘ ન લેવાથી ઘણી બીમારીઑ થઈ જાય છે. ઊંઘ પૂરી ન થતાં ઇંમ્યુંનિટી પર અસર પર કરે છે.
ભાવનાઓ પર ઓછો નિયંત્રણ થાય છે.
શું તમને ક્યારે ક્યારે રાત માં બેચેની લાગે છે?અથવા તો મગજ માં એક સાથે ઘણા બધા વિચાર આવા લાગે છે. તે ઊંઘ ના અભાવ ને કારણે થાય છે. વિન્ટર કહે છે ઊઘ પૂરી ન થતાં એમડેગ્લા સારી રીતે કામ નથી કરતું. એવા માં એમડેગ્લા ન્યુરોટ્રાન્સમિશન નું ઉત્સર્જન કરે છે. જેના કારણે તમે કોઈ પણ વસ્તુ પર વધુ ઓવર રીએક્ટ કરો છો. અને બીજા ના ભાવના ની કદર નથી કરતાં. 2013 માં આવેલ એક અધ્યયન ના પ્રમાણે ઓછી ઊંઘ ના કારણે એમડેગ્લા ની ગડબડાટ ને કારણએ ડિપ્રેસન કે તણાવ ની સ્થિતિ સર્જાય છે.
સ્લીપ મેડિસન એક્સપર્ટ જેનેફીર માર્ટિન કહે છે કે જ્યારે આપણ ને ઊંગ ઓછી આવે છે ત્યારે તમે ફાલતુ ની વાતો પર પણ રીએક્ટ કરો છો. આવા માં સંબંધ માં જગડા નું પ્રમાણ પણ વધી જાય છે. માર્ટિન કહે છે કે તમે જોયું હશે કે જ્યારે કોઈ બાળક ની ઊંઘ પૂરી નથી થતી તો તે ચીડચીડો થઈ જાય છે. કેટલીક શોધ બતાવે છે કે જે લોકો દુખી અને ડિપ્રેશન માં હોય છે તેમની ઊંઘ પૂરી થતી નથી. એટલે જ્યારે પણ તમે સ્વસ્થ અને રિફ્રેશ હોવ ત્યારે જ કોઈ વાત કરવી. એવી સ્થિતિ માં આપણે સાચો નિર્ણય લઈ શકીએ છીએ.
સ્વાસ્થ્ય પર પડે છે પ્રભાવ
ઓછી ઊંઘ ની અસર આપણાં સ્વાસ્થ્ય પર પણ પડે છે. સેંટર ફોર ડિજિસ કંટ્રોલ એંડ પ્રિવેન્શન નું કહેવું છે તેના લીધે તમારું ડાયાબિટિસ, મોટાપો, હર્દય ના રોગ, અને ડિપ્રેશન ની ફરિયાદ રહે છે. જો તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડે છે.
અલગ સ્લીપ શેડ્યુલ પણ પ્રભાવિત કરે છે સંબંધ
જો તમારી શિફ્ટ વારે વારે બદલાય છે અથવા તો અલગ શિફ્ટ છે તમારા સ્વાસ્થ્ય, ઊંઘ,અને સંબંધ માંટે એક ચૂનોતી બની જાય છે. માર્ટિન કહે છે કે આવી સ્થિતિ માં ખૂબ જ જરુરી છે કે તમને જ્યારે અવકાશ મળે ત્યારે પાર્ટનર સાથે સંવાદ જરૂર થી કરવો. એટલું જ નહીં તમારા ઊંઘ અને કામ નું શેડ્યુઅલ બનાવું જેથી તમે બંને એક બીજાને ટાઇમ આપી શકો. અને તમારા પાર્ટનર ની ઊંઘ નું સન્માન કરવું. તમારો સમય જો અલગ અલગ હોય તો તે ખૂબ જ જરુરી છે કે તમે રાતે એક બીજા સાથે ટાઇમ પસાર કરો.
પૂરતી ઊંઘ લેવી
- કોફી, ચા, કોલા નું સીમિત માત્રા માં સેવન કરો. નિકોટિન, આલ્કોહોલ થી તમારી ઊંઘ બાધિત થાય છે.
- તમારા મગજ અને શરીર ને રિલેક્સ થવા માંટે સમય આપો.
- મેડિટેશન કરવું. બુક્સ વાંચવી,સંગીત સંભાળવું.
- ઊંઘવાની અને જાગવાની દિનચર્યા બનાવી.
લોકડાઉન થી ઊંઘવાની આદત માં આવ્યો છે બદલાવ
કોરોના ના કારણે લોકો ની ઊંઘ પર ખરાબ રીતે પ્રભાવ પડ્યો છે. ઊંઘ ની કોલીટી માં પણ બદલાવ આયો છે. અખિલ ભારતીય આયુવિજ્ઞાન સંસ્થાન ઋષિકેશ અને દેશ ના બીજા અધ્યયન પર એ જાણવા મળ્યું છે કે હેલ્થ પ્રોફેશનલ ને છોડી ને બધા ની જોડે આવું થાય છે. ઊંઘ માં થતાં બદલાવ અને સ્લીપિંગ પેટર્ન ને કારણે લોકો હતાશ થઈ રહ્યા છે.
- 26% લોકો હતાશ હતા ઊંઘ પૂરી ન થવા ને કારણે – લોકડાઉન પહેલા
- 48% લોકો સારી રીતે ઊંઘી નથી શક્યા – લોકડાઉન પછી
- 19% લોકો ને બેચેની ની પ્રોબ્લેમ હતી – લોકડાઉન પહેલા
- 47% લોકો ને બેચેની થાય છે – લોકડાઉન પછી
- 79.4 % લોકો ને પથરી માં અડધા કલાક પછી ઊંઘ આવે છે – લોકડાઉન પહેલા
- 56.6 % લોકો ને આવું થવા લાગ્યું – લોકડાઉન પછી
- 3.8 % લોકો પથારી માં જતા 1 કલાક માં જ સૂઈ જાય છે.
- 16.99 % લોકો લોકડાઉન પછી પણ 1 કલાક પછી પણ સૂઈ નથી શકતા.
મિત્રો અમે ઉપરોક્ત માહિતી ને આપના સારા માટે ઇન્ટરનેટ ઉપર થી એકત્રિત કરેલ છે પરંતુ જો આપ ને કોઈ મુશ્કેલી હોય તો ડોક્ટર ની સલાહ આવશક લેવા વિનંતી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team