જાણો દુર્ભાગ્યને દુર કરવાના સરળ ઉપાયો

જ્યોતિષવિદ્યા એક એવું માધ્યમ છે કે જ્યાં મનુષ્યની જિંદગીથી જોડાયેલી બધી જ સમસ્યાઓનું સમાધાન છુપાયેલું હોઈ છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા ઉપાય બતાવવામાં આવ્યા છે જેનો ઉપયોગ કરી માણસ તેના જીવનની બધી જ પરેશાનીઓને દુર કરી શકે છે. આજે અમે તમને એવા સરળ ઉપાયો જણાવીશું જેનાથી તમને દરેક કામમાં સફળતા મળશે અને તમારી કિસ્મતનો પણ ભરપુર સાથ મળશે.

આવો જાણીએ કેવા ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દુર થશે

  • જો તમે મંગળવારની રાત્રે હનુમાનજી અથવા શિવલિંગ સામે તેલનો દીવો કરશો તો તેનાથી દુર્ભાગ્યથી છુટકારો મળી શકે છે.
  • જો તમે નિયમિત રૂપથી હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરશો તો તેનાથી તમારા જીવનની ઘણી પરેશાનીઓ દુર થઈ જાઈ છે.
  • જો તમે એક અઠવાડિયામાં એકવાર શનિવારના દિવસે એક વાટકીમાં થોડુ તેલ લઈ તેમાં તમારું મોઢું જોશો તો તેનાથી શનિનો ખરાબ પ્રભાવ દુર થઈ જાય છે, વાટકીમાં તમારું મોઢું જોયા બાદ આ તેલને કોઈ મંદિરમાં દાન કરી દો અથવા શનિદેવને અર્પણ કરી દો.
  • રોજ સવારે વહેલા ઉઠી નાઈ-ધોઈને શિવજીના મંદિરે જઈ શિવલિંગ પર કાળા તલ અને જળ અર્પણ કરવું. જો તમે આ ઉપાય કરશો તો બીમારીઓથી છુટકારો મળશે.
  • જો તમે શનિવારના દિવસે અથવા અમાવસ્યા પર પીપળાની સાત પ્રદક્ષિણા કરતી વખતે તમારા ઇષ્ટ દેવી દેવતાના નામનો મંત્ર જાપ કરશો તો તેનાથી લાભ મળે છે. ત્યારબાદ તમે પીપળાના ઝાડ પર તાંબાના લોટાથી જળ અર્પણ કરી શકો છો.

આજક્લાના સમયમાં મનુષ્ય તેના ભાગ્યને લઈને ઘણો ચિંતિત છે જો તમે તમારું ભાગ્ય સારું બનાવવા ઈચ્છો છો તો ઉપર જણાવેલા ઉપાયો અપનાવી શકો છો તેનાથી તમારા જીવનમાં સારો એવો ફાયદો પ્રાપ્ત થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *