જાણો શેફ રણવીર બરારની ટેસ્ટી અને સ્પેશિયલ રેસિપી ‘જમ્બો મસાલા સેન્ડવીચ’

Image Source

તમે ફેમસ સ્ટ્રીટ ફૂડ જંબો મસાલા સેન્ડવીચ જો ટેસ્ટ કરી નથી તો તેની રેસિપી જાણો અને તેને ઘરે જ બનાવો.

આજે અમે તમારા માટે એ ખૂબ જ નજીક સેન્ડવિચની રેસિપી લઈને આવ્યા છીએ. બની શકે છે કે તમે ઘણા પ્રકારની સેન્ડવિચ ખાધી હશે પરંતુ આ સેન્ડવીચ એકદમ અલગ છે આ રેસિપી નું નામ જમ્બો મસાલા સેન્ડવીચ છે. આ સેન્ડવીચ મુંબઈ જેવા શહેરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે આ રેસિપી ને કેવી રીતે બનાવવી તે આપણને શેફ રણવીર બરારે જણાવ્યું છે. જો તમે આજ સુધી આ સેન્ડવીચ નો સ્વાદ ચાખ્યો નથી, તો પછી તેને જરૂર બનાવો અને ઘર તથા પરિવારના સભ્યો સાથે તેનો આનંદ માણો.

  • કૂલ સમય – 25 મિનિટ
  • બનાવતા લાગતો સમય – 15 મિનિટ
  • કુકિંગ ટાઈમ – 10 મિનિટ
  • સર્વિંગ – 2

સામગ્રી

સાલસા બનાવવા માટે

  • 2 થી 3 લીલા મરચા
  • ડુંગળી 2 મીડિયમ
  • ટામેટા 2 નંગ
  • સીમલા મરચા 2 નંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • લીંબુનો રસ
  • લાલ મરચું પાવડર

Image Source

મસાલા મેયોનીઝ બનાવવા માટે

  • ⅓ કપ મેયોનીઝ
  • ગરમ મસાલો 1 નાની ચમચી
  • ચાટ મસાલો 1 નાની ચમચી
  • લાલ મરચું પાવડર 1 નાની ચમચી

મસાલો બનાવવા માટે

  • દોઢ નાની ચમચી ચાટ મસાલો
  • લાલ મરચું પાવડર દોઢ ચમચી
  • જીરુ પાવડર 1 નાની ચમચી
  • ચપટી હિંગ

Image Credit: Chef Ranveer Brar

6 બ્રેડ સ્લાઈસ ભરવા માટે

  • માખણ
  • લીલી ચટણી
  • તૈયાર કરેલો મસાલો
  • સેવ
  • 200 ગ્રામ નાના ટુકડામાં કાપેલુ પનીર
  • ¼ સ્વીટ કોર્ન
  • તૈયાર કરેલ સાલસા
  • છીણેલું બીટ 1 મીડીયમ
  • મસાલા મેયોનીઝ
  • મસ્ટર્ડ સોસ
  • સેઝવાન સોસ
  • બટાકાની ચિપ્સ
  • ચીઝ

ગાર્નિશ માટે

  • મેયોનીઝ
  • ટોમેટો કેચપ
  • બટાકાની ચિપ્સ
  • ચીઝ
  • ધાણા

બનાવવાની રીત

સ્ટેપ 1

સાલસા તૈયાર કરવા માટે સાલસાની સામગ્રી જેમાં લીલું મરચું ડુંગળી ટામેટાં કેપ્સિકમ મીઠું લીંબુનો રસ લાલ મરચું પાવડર નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. અને તેને એક તરફ મુકો.

સ્ટેપ 2

મસાલા મેયોનીઝ તૈયાર કરવા માટે મેયોનિઝ,ચાટ મસાલો લાલ મરચું પાવડર નાખીને યોગ્ય રીતે મિક્સ કરો.

સ્ટેપ 3

હવે મસાલો બનાવવા માટે મસાલો બનાવવા માટે એક બાઉલમાં ગરમ મસાલો,ચાટ મસાલો, લાલ મરચું પાવડર, જીરુ પાવડર અને હિંગ મિક્સ કરો અને તેને અલગ રાખો.

સ્ટેપ 4

બ્રેડની ચાર સ્લાઈસ લો અને તેની ઉપર બટર લગાવો ત્યારબાદ ચટણી લગાવો.

સ્ટેપ 5

તેમાં સાલસા, તૈયાર કરેલો મસાલો, સેવ, પનીર તથા સ્વીટ કોર્ન નાખો. ત્યારબાદ ઉપરથી થોડું બીટ છીણો. પછી તેની ઉપર બટાકાની ચિપ્સ ક્રશ કરીને નાખો પછી ચીઝ ગ્રેટ કરો.

સ્ટેપ 6

હવે બ્રેડની બીજી સ્લાઈસ બાજુ બટર લગાવો અને બીજી તરફ મેયોનીઝ લગાવો તેમાં મસ્ટર્ડ સોસ, સેજવાન સોસ બીજી તરફ લગાવો.

સ્ટેપ 7

મસાલા મેયોનીઝ વાળી સાઈડ અને ફીલિંગ વાળી સાઈડ તરફ મુકો અને તેને બંધ કરીને સેન્ડવીચ બનાવો.

સ્ટેપ 8

એક ગ્રીલ પેનમાં બટર ગરમ કરો અને સેન્ડવિચ બ્રેડ મૂકીને બંને તરફ ગ્રીલ કરો.

સ્ટેપ 9

સેન્ડવીચ ને ગાર્નિશ કરીને લીલી ચટણી અને કેચપ સાથે સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “જાણો શેફ રણવીર બરારની ટેસ્ટી અને સ્પેશિયલ રેસિપી ‘જમ્બો મસાલા સેન્ડવીચ’”

Leave a Comment